Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી જાહેર કરાઈ ગાઈડલાઈન

અહેવાલ - સંજય જોશી તાજેતરમાં કસરત કરતી વખતે અથવા તો સામાન્ય કામ કરતી વખતે પણ હાર્ટ અટેક આવી જવાના કિસ્સા સામે આવ્યા છે. ઘણી નાની ઉંમરે હાર્ટ અટેક ના બનાવો વધ્યા છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશન નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ મન...
નવરાત્રીમાં ખેલૈયાઓ માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી જાહેર કરાઈ ગાઈડલાઈન

અહેવાલ - સંજય જોશી

Advertisement

તાજેતરમાં કસરત કરતી વખતે અથવા તો સામાન્ય કામ કરતી વખતે પણ હાર્ટ અટેક આવી જવાના કિસ્સા સામે આવ્યા છે. ઘણી નાની ઉંમરે હાર્ટ અટેક ના બનાવો વધ્યા છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશન નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી શકે ગરબા રમી શકે તેને લઈને શું કાળજી રાખવી જેથી શારીરિક તકલીફો ઊભી ન થાય તેને લઈને વિશેષ ગાઈડલાઈન જારી કરી છે. જેમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી ખેલૈયાઓ માટે સાથે સાથે આયોજકો માટે પણ વિશેષ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.સાથે સાથે 26 ખાનગી હોસ્પિટલ ના ડોકટરો ખડેપગે સેવા આપશે તેવી વ્યવસ્થા પણ અમદાવાદ મેડિકલ એસોસિએશન કરી છે.

ગરબા આયોજકો અને ખેલૈયાઓ માટે માર્ગદર્શન

Advertisement

છેલ્લા કેટલાક મહિનાઓથી આપણે ઘણા નાના બાળકો, પુખ્ત વયના લોકો અને વૃદ્ધોને અચાનક કાર્ડિયાક અરેસ્ટથી પીડાતા અને અકાળે પોતાનો જીવ ગુમાવતા જોયા છે. આ અકાળે અને અચાનક કાર્ડિયાક અરેસ્ટ પાછળનું કારણ આ મુજબ છે.

પાણીનું ઓછું સેવન

Advertisement

મીઠાનું અસંતુલન મુખ્યત્વે પોટેશિયમ અને મેગ્નેશિયમ

બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ અને કિડનીની સમસ્યાઓ જેવી બિમારીની સ્થિતિ.

નિદાન ન થયેલ તબીબી સ્થિતિ.

આનુવંશિક સમસ્યાઓ

હૃદયના સ્નાયુની નબળાઈ

ગરબા એ એક સાંસ્કૃતિક તહેવાર છે અને તમામ ગુજરાતીઓના હૃદયની નજીક છે. 8 દિવસ સુધી દરેક વયની વ્યક્તિ પોતાના કાર્યો માં અંબાને સમર્પિત કરશે. માં અંબાના ગરબામાં દિલ થી નાચશે. ગરબા માં લોકો નો જોમ અને સમર્પણ એવું હોય છે કે ગરબા દરમિયાન શરીરનો અત્યાધિક વ્યાયામ થાય છે. આના કારણે ખેલયાઓ માં પાણી, ક્ષાર અને ખનિજોની અછત થઈ સકે છે. બ્લડ પ્રેશર, પલ્સ અને સુગર પણ વધઘટ થઈ સકે છે. તેની સાથે લોકો ઘણા બધા જંક ફૂડ પણ ખાતા હોય છે. ઊંઘની કમી રહેતી હોય છે. તેમજ રોજબરોજ સતત ઓફિસનું કામ ચાલુ રાખતા હોય છે. આ બધું ગરબા ખેલૈયાને હ્રદયરોગ અને અચાનક કાર્ડિયાક અરેસ્ટના જોખમમાં મૂકી શકે છે.

તેથી અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા મેડિકલ ફેટરનિટીએ આં માર્ગદર્શિકા જાહેર કરી છે...

ગરબા આયોજકો માટે

1. નજીકની હોસ્પિટલ સાથે ઔપચારિક જોડાણ કરો. કોઈ ઘટના બને તો તાત્કાલિક હોસ્પિટલને જાણ કરવી.

2. જો શક્ય હોય તો ગરબા સ્થળ પર પ્રાથમિક સુવિધા સાથે ફરજ પરના ડૉક્ટરને રાખો.

3. વિશાળ ભીડ ટાળો. મર્યાદિત જગ્યા ધરાવતી ભીડ આવી ઘટનાઓનું કારણ છે

4. તમારા સપોર્ટ સ્ટાફ, સુરક્ષા લોકોને CPR ટેકનિક ની તાલીમ આપો.

5. ગરબાના સ્થળે વધુ જગ્યાએ પાણીની વ્યવસ્થા રાખો.

6. ઘટનાના કિસ્સામાં એમ્બ્યુલન્સના પ્રવેશ અને બહાર નીકળવા માટે સમર્પિત માર્ગ અને સંકેત રાખો.

ખેલૈયા માટે

1. જો તમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ વગેરે જેવા રોગો હોય તો લાંબા સમય સુધી ગરબા ટાળવા જોઈએ. તમારી નિયમિત દવાઓ લેવાનું ચૂકશો નહીં. એકવાર તમારા ડૉક્ટરની મુલાકાત લો અને ગરબા માટે તેમની મંજૂરી મેળવો.

2. જે વ્યક્તિઓ નિયમિત વ્યાયામ નથી કરતા અને 40 વર્ષથી વધુ ઉંમરના હોય છે: બ્લડ પ્રેશર અને અથવા ડાયાબિટીસ અને અથવા ધૂમ્રપાન અને અથવા હૃદયની સમસ્યાઓનો કૌટુંબિક ઇતિહાસ હોય તેઓએ ગરબા કરતા પહેલા હ્રુદય ની તપાસ કરાવી જોઈએ. ટ્રેડ મિલ ટેસ્ટ એના માટે બહુજ સારી તપાસ છે.

3. કૃપા કરીને પૂરતું પાણી લો. દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી લેવું સારું છે. ગરબા રમતી વખતે વારંવાર પાણી અથવા લીંબુ પાણી અથવા જ્યુસ પીવો.

4. કેળું અથવા નાળિયેર પાણી અથવા મખાના જેવો પોટૅશિયમ અને મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાક ખાઓ. ગરબા રમતા પેહલા પેટ ભરીને ખોરાક ના લેશો. બને તેટલું બહાર નું જંક ફૂડ ના ખાશો.

5. જો તમને ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં ભારેપણું આવે, માથાનો દુખાવો થતો હોય તો તરત જ ગરબા રમવાનું બંધ કરી બેસી જજો. જો લક્ષણો વધે તો તરત જ ડૉક્ટર પાસે જાઓ.

ગરબા એ આપણા ગુજરાતનું જીવન, સંસ્કૃતિ છે. આપણે બધાને તેનો સંપૂર્ણ આનંદ માણવો ગમે છે. તે આપણને દૈવી શક્તિ સાથે જોડવામાં મદદ કરે છે. પરંતુ આ ખરાબ સમયમાં સાવચેતી રાખવી જરૂરી છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા જારી કરાયેલ ગાઇડલાઇન્સ નુ ચુસ્ત પાલન ખેલૈયાઓ અને આયોજકો ના હિતમાં રહેશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.