ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Chandola Demolition : JCP ની પ્રેસ કોન્ફરન્સ, ફાર્મ હાઉસમાં દેહવેપાર-ડ્રગ્સ રેકેટનો ચોંકાવનારો ખુલાસો!

ગત વર્ષમાં અહીં MD ડ્રગ્સ, ગાંજો મળ્યાનાં અનેક કેસ નોંધાયા હતા. ડ્રગ્સનું મોટું કાર્ટેલ પણ અહીંથી ઓપરેટ થતું હતું.
07:27 PM Apr 29, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Chandola_Gujarat_first
  1. Chandola Lake Demolition કામગીરી અંગે અમદાવાદ JCP શરદ સિંધલેની પ્રેસ કોન્ફરન્સ
  2. અત્યાર સુધી 890 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીને ઝડપી પડાયા : અમદાવાદ JCP શરદ સિંધલે
  3. આરોપી લલ્લા બિહારી અને તેનો દીકરો પૈસા લઈને ખોટા ડોક્યુમેન્ટ બનાવતા હતા : અમદાવાદ JCP
  4. ચંડોળા તળાવમાં માટી નાખીને લલ્લા બિહારીએ ફાર્મ હાઉસ બનાવ્યું : અમદાવાદ JCP
  5. નોકરીનાં બહાને બાંગ્લાદેશથી યુવતીને બોલાવતા અને ફાર્મ હાઉસમાં દેહવેપાર ચલાવતા : અમદાવાદ JCP
  6. આ વિસ્તારમાં ડ્રગ્સનું મોટું કાર્ટેલ ઓપરેટ થતું હોવાનું તપાસમાં ખુલ્યું : અમદાવાદ JCP
  7. આરોપી લલ્લા બિહારી અને તેનાં પુત્રની અટકાયત કરાઈ, રિમાન્ડ મેળવવા કાર્યવાહી શરૂ : અમદાવાદ JCP

Chandola Lake Demolition : અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવ ખાતે શહેરનાં ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટ (Gujarat High Court) દ્વારા સ્ટે આપવાનો ઇનકાર થતાં ડિમોલિશનની કામગીરી હાલ પણ ચાલુ છે. પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બુલડોઝરથી ગેરકાયદેસરનાં દબાણો દૂર કરાયા છે. આ મામલે અમદાવાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે.

ઘણા બધા ઘરોમાં ઘૂસણખોરો રહેતા હોવાનું તપાસમાં ખુલ્યું : અમદાવાદ JCP

અમદાવાદ JCP શરદ સિંધલે (JCP Sharad Sindhal) મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, ડિમોલિશનની કામગીરી દરમિયાન 150 થી વધુ બાંગ્લાદેશી મળી આવ્યા છે, જેમની પૂછપરછ હાલ ચાલુ છે. આરોપી લાલુભાઈ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી અને તેનો દીકરો પૈસા લઈને ગેરકાયદેસર અહીં ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓ પાસેથી પૈસા લઈને બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતા હતા. જેસીપીએ જણાવ્યું કે, છેલ્લા 2 દિવસથી વિવિધ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અહીં ઘણા બધા ઘરોમાં ઘૂસણખોરો રહે છે. છેલ્લા 2 દિવસથી AMC અને પોલીસની અલગ અલગ ટીમ ડિમોલિશનની કામગીરી કરી રહી છે. 49 JCB સાથે વિવિધ ટીમો બનાવી ડિમોલિશન કરાઈ રહ્યું છે. દરમિયાન, 2000 થી વધુ પોલીસ અને અલગ-અલગ ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા છે. ગેરકાયદેસર ઘૂસી આવેલા એવા ઝડપાયેલા બાંગ્લાદેશીઓ માટે કોઈ બીજી જગ્યા ન મળે ત્યાં સુધી શેલ્ટર હોમ અપાશે. જેસીપીએ જણાવ્યું કે, ડિમોલિશનની (Chandola Lake Demolition) કામગીરી અંગે ગઈકાલે જ તમામ લોકોને જણાવી દેવામાં આવ્યું હતું.

'ઘણા આતંકીઓ ચંડોળા વિસ્તારમાં રહેતા લોકો સાથે કોન્ટેક્ટમાં'

અમદાવાદ JCP શરદ સિંધલે આગળ જણાવ્યું કે, ચંડોળા તળાવ માટે વર્ષ 2022 માં ATS દ્વારા AQIS ના આતંકીને પકડવામાં આવ્યો હતો. હાલ પણ NIA આ મામલે તપાસ કરી રહી છે. NIA અને ATS દ્વારા કરેલી તપાસમાં ખુલ્યું કે ઘણા આતંકીઓ ચંડોળા વિસ્તારમાં રહેતા લોકો સાથે કોન્ટેક્ટમાં છે. ગત વર્ષમાં અહીં MD ડ્રગ્સ, ગાંજો મળ્યાનાં અનેક કેસ નોંધાયા હતા. ડ્રગ્સનું મોટું કાર્ટેલ પણ અહીંથી ઓપરેટ થતું હતું. આ મામલે જ્યારે કોઈ એજન્સીઓ કાર્યવાહી કરવા જાય તો આરોપીઓને અગાઉથી જ માહિતી મળી જતી અને તેઓ ફરાર થઈ જતાં હતા. JCP શરદ સિંધલે વધુમાં જણાવ્યું કે, આ વિસ્તારમાં દેહવેપારનો ધંધો પણ ધમધમતો હતો, જે અંગે અનેક ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે. આરોપી લલ્લા બિહારીને (Lalla Bihari) ત્યાં અનેક AC રૂમ પણ મળી આવ્યા છે. નોકરીની લાલચ આપીને બાંગ્લાદેશથી યુવતીઓને અહીં લવાતી હતી અને પછી દેહવેપારનાં ધંધામાં ધકેલી દેવાતી હતી. વર્ષ 2024 માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) અહીંથી બે બાળકીઓનું રેસ્ક્યૂ કરી બચાવી હતી, જેમની ઉંમર 18 વર્ષથી નીચે હતી.

આ પણ વાંચો - Chandola Lake Demolition : CM ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક પૂર્ણ, 40 મિનિટની મિટિંગમાં શું થઈ ચર્ચા?

CM અને HM ની સૂચના બાદ કોમ્બિંગ કરાયું, 890 શંકાસ્પદોની અટકાયત કરાઈ

અમદાવાદ JCP એ જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું કે આ વિસ્તારમાં ઘણી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ચાલતી હતી અને અહીંથી રૂપિયા કમાઈને મની લોન્ડરિંગ સેલ કંપની દ્વારા બાંગ્લાદેશ (Bangladesh) મોકલતા હતા. CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને HM હર્ષ સંઘવીની (Harsh Sanghvi) સૂચના હતી કે આ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતિઓ બંધ થાય અને તેના પર સંપૂર્ણ રીતે રોક લાગે. આ સૂચના બાદ વિવિધ ટીમો બનાવીને આ વિસ્તારમાં કોમ્બિંગ કરાયું અને 890 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીને ઝડપી તેમની પૂછપરછ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Surat: જમ્મુ કાશ્મીરના આતંકી હુમલા પોલીસ એક્શન મોડમાં, બાંગ્લાદેશીઓ સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન

ચંડોળા તળાવમાં માટી નાંખી ફાર્મ હાઉસ બનાવ્યું, આરોપી પિતા-પુત્રની અટકાયત

અમદાવાદ JCP એ જણાવ્યું કે, 890 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછમાં લલ્લા બિહારીનું નામ સામે આવ્યું જેણે ચંડોળા તળાવામાં માટી નાખીને મસમોટું ફાર્મ હાઉસ બનાવ્યું હતું અને તેમાં દેહવેપારનાં ધંધાનું સંચાલન કરતો હતો. વ્યાજખોરી, બોગસ ડોક્યુમેન્ટ સહિત અનેક ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં પણ તે સંડોવાયેલો છે. લલ્લા બિહારી (Lalla Bihari), તેના પુત્ર સહિત અન્ય લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેસીપીએ (JCP Sharad Sindhal) જણાવ્યું કે, લલ્લા બિહારી અને તેનાં પુત્રની અટકાયત કરવામાં આવી છે અને બંનેનાં રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરાઈ છે. લલ્લા બિહારી અને તેના પુત્રની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી છે. આ સાથે તેમણે જણાવ્યું કે, સૂચના છે કે જ્યાં સુધી સંપૂર્ણ રીતે ગેરકાયદેસરનાં દબાણો દૂર ન થાય ત્યાં સુધી કાર્યવાહી ચાલું રહેશે.

આ પણ વાંચો - Gujarat : ઘૂસણખોરો પર સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક, ચંડોળા તળાવ 'દબાણમુક્ત' બનશે

Tags :
AhmedabadAhmedabad Crime BranchAhmedabad PoliceAMCATSBangladeshisChandola Lake DemolitionCM Bhupendra PatelDemolition in GujaratGUJARAT FIRST NEWSGujarat High CourtHarsh SanghviJCP Sharad SindhalLalla BihariNIATop Gujarati NewsVIKAS SAHAY