Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : ધોળકામાં ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત

અમદાવાદ જિલ્લા (Ahmedabad District) ના ધોળકામાં ભયાનક અકસ્માત (Terrible Accident) સર્જાયો છે. મળી રહેલી માહિતી અનુસાર, ધોળકાના પુલન સર્કલ નજીક એક ડમ્પર સાથે બોલેરો કાર અથડાઇ હતી. આ અકસ્માત (Accident) માં 5 લોકોના મોત (Died) થયા હોવાના સમાચાર સામે આવ્યા...
08:25 AM Feb 27, 2024 IST | Hardik Shah
Source : Google

અમદાવાદ જિલ્લા (Ahmedabad District) ના ધોળકામાં ભયાનક અકસ્માત (Terrible Accident) સર્જાયો છે. મળી રહેલી માહિતી અનુસાર, ધોળકાના પુલન સર્કલ નજીક એક ડમ્પર સાથે બોલેરો કાર અથડાઇ હતી. આ અકસ્માત (Accident) માં 5 લોકોના મોત (Died) થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ સિવાય ઘણા એવા લોકો પણ છે કે, જેઓ ઈજાગ્રસ્ત (Injured) હોવાના કારણે તેમને સારવાર અર્થે ખસેડાયા છે.

અકસ્માતમાં 5 લોકોના મોત, 2 ઈજાગ્રસ્ત

વાહન અકસ્માતનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આજે વહેલી સવારે પણ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સવારે 4.30 કલાકે ધોળકા-ખેડા હાઈવે પર ધોળકાના પુલન સર્કલ નજીક એક ડમ્પર પાર્ક કરેલી હતી જેને અચાનક ત્યાથી પસાર થતી એક બોલેરોએ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. વળી બોલેરોમાં જે 7 લોકો સવાર હતા તેમાંથી 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે બાકી 5 લોકોના મોત થયા છે. અકસ્માતમાં જેમનો જીવ બચી ગયો છે તે બે લોકોને સારવાર માટે અચારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે લોકો આ અકસ્માતમાં માર્યા ગયા છે તે શ્રમજીવી હોવાનું સામે આવ્યું છે. આ લોકો મૂળ મધ્પ્રદેશના વતની હોવાનું સુત્રો તરફથી માહિતી મળી છે.

કેવી રીતે થયો અકસ્માત ?

શિયાળાની ઋતુ હજું પૂર્ણ થઇ નથી. આજે પણ સવારના સમયે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. વળી ઘણા વિસ્તારોમાં વહેલી સવારે રસ્તા પણ દેખાતા નથી. આવું જ કઇંક આ અકસ્માત સમયે થયું હતું. વહેલી સવારે Visibility ઓછી હોવાના કારણે ડ્રાઈવર આગળ પાર્ક કરેલું ડમ્પર જોઇ શક્યો નહીં અને બોલેરો તેને અથડાઈ ગઇ. જેના કારણે આ અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. વળી જ્યારે આ ભયાનક અકસ્માત સર્જાયો ત્યારે તે હાઈવે પર હાજર લોકો ભેગા થઇ ગયા હતા અને અકસ્માતમાં ભસાયેલા લોકોને વાહનમાંથી બહાર નીકાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

આ પણ વાંચો - Congress : ભરૂચ જિલ્લામાં કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ..

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
5 People DiedAccidentAhmedabadAhmedabad DistrictAhmedabad NewsDholkaInjured
Next Article