Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : NCPના નામે બેંક એકાઉન્ટ ખોલાવી ડોનેશન મેળવવાનું કૌંભાડ

Ahmedabad : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નામે બંધન બેંકમાં ખાતુ ખોલાવીને તેની તમામ માહિતી સોશિયલ મીડિયામાં મુકી પાર્ટીના નામે ડોનેશન લેવાના કેસમાં અમદાવાદ (Ahmedabad) પોલીસે 1 આરોપીને ઝડપી લીધો છે. NCPના નામે બેંક એકાઉન્ટ ખોલાવી ડોનેશન મેળવવાનું કૌંભાડ પોલીસે કહ્યું હતું...
03:02 PM Apr 11, 2024 IST | Vipul Pandya
ahmedabad cybe crime branch

Ahmedabad : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નામે બંધન બેંકમાં ખાતુ ખોલાવીને તેની તમામ માહિતી સોશિયલ મીડિયામાં મુકી પાર્ટીના નામે ડોનેશન લેવાના કેસમાં અમદાવાદ (Ahmedabad) પોલીસે 1 આરોપીને ઝડપી લીધો છે.

NCPના નામે બેંક એકાઉન્ટ ખોલાવી ડોનેશન મેળવવાનું કૌંભાડ

પોલીસે કહ્યું હતું કે NCP ના નામે બેંક એકાઉન્ટ ખોલાવી ડોનેશન મેળવવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને આ સમગ્ર મામલે અમદાવાદથી એક આરોપીની ધરપકડ કરાઇ છે. એહમદ આમિદ શેખની સાઈબર ક્રાઇમે અમદાવાદથી ધરપકડ કરી છે. સમગ્ર મામલામાં એક નહીં પણ અનેક ગેંગ સામેલ હોવાનું લાગી રહ્યું છે.

ટેક્સ બેનિફિટ આપવાના નામે અનેક લોકો સાથે ઠગાઈ

આ કૌંભાડમાં લોકોને ટેક્સ બેનિફિટ આપવાના નામે અનેક લોકો સાથે ઠગાઈ કરાઇ છે. આરોપી બોગસ રસીદ બનાવી 10 ટકા કાપી બીજી રકમ પરત કરતો હતો. નવેમ્બર 2.86 લાખ ફંડ ઉઘરાવવામાં આવ્યું છે અને કમિશનના નામે કૌભાંડ આચર્યું હતું.

86 લોકો સાથે છેતરપીંડી

પોલીસે એમ પણ કહ્યું કે તપાસમાં 86 લોકો સાથે છેતરપીંડી કરાઇ હોવાનું સામે આવ્યું છે. આ લોકો પાસેથી 15 લાખ રુપિયાની છેતરપીંડી કરાઇ છે.

નેચરલ સિરિયલ પેકેજીંગ નામની કંપની ઊભી કરી તેને એનસીપી નામ આપ્યું

આરોપી અમદાવાદના વટવા વિસ્તારમાં રહેલા છે અને ધોરણ 11માં અભ્યાસ કરે છે, તે ગૂગલ પરથી આ પ્રકારની ચિટિંગ કરવાનું શીખ્યો હતો. તેણે જોબ આપવાના નામે બેંક એકાઉન્ટ પણ અન્યના નામે ખોલાવ્યું હોવાનું ખૂલ્યું છે. નેચરલ સિરિયલ પેકેજીંગ નામની કંપની ઊભી કરી તેને એનસીપી નામ આપ્યું હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો હતો.

ઉંડી તપાસ માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે

સમગ્ર મામલે ઉંડી તપાસ માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે. લોકો પાસે આવી પાર્ટીઓના નામે ઠગાઈ આચરી હોય તો સાઈબર ક્રાઇમ નો સંપર્ક કરવો તેમ પોલીસે જણાવ્યું છે.

આ પણ વાંચો------ VADODARA : જાણીતા ગેલોર્ડ ટી-નાશ્તા હાઉસના ઢોંસામાંથી નિકળી જીવાત

આ પણ વાંચો----- વેજિટેરિયન પરિવાર માટે ચોંકાવનારા સમાચાર! શાકાહારી પરિવારે ઓર્ડર કર્યો વેજ, પીરસાયું નોનવેજ

આ પણ વાંચો----- VADODARA : ક્રાઇમ બ્રાન્ચની મહેનત પર પાણી ફરી વળ્યું, રીઢો આરોપી ફરાર

આ પણ વાંચો----- Jetpur: દુષ્કર્મના ઇરાદે અઢી વર્ષની બાળકીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

Tags :
AhmedabadAhmedabad Cyber Crimebandhan bankcyber crimedonation scamGujaratGujarat FirstNCP
Next Article