Ahmedabad : 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો સક્રિય, વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝબ્બે
- 31 ડિસેમ્બર પહેલા Ahmedabad માં બુટલેગરો સક્રિય થયા
- ઝોન 7 LCB એ એક આરોપીની 93 નંગ વિદેશી દારૂ સાથે ધરપકડ કરી
- દારૂનો જથ્થો સંતાડવા માટે એક ફ્લેટ પણ ભાડે રાખ્યો હતો
Ahmedabad : 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા બુટલેગરો દારૂ સપ્લાય કરવા અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે, આવા જ એક બુટલેગરને ઝોન સેવન LCB ની ટીમે અમદાવાદનાં સેટેલાઈટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય એક મુખ્ય આરોપી હજુ ફરાર છે. બુટલેગર દ્વારા દારૂનાં જથ્થો સાચવવા માટે મકાન પણ ભાડે રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - Gujarat First પર પૂર્વ CM Shankarsinh Vaghela, 'પ્રજાશક્તિ પાર્ટી' અને ભાવિ રાજનીતિ અંગે કહી આ વાત
31 st ની ઉજવણી પહેલા શહેરમાંથી દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, સેટેલાઈટ વિસ્તારમાં આવેલા બિરજુ એપાર્ટમેન્ટ પાસેથી દારૂનાં જથ્થા સાથે કુલદીપ મહીડા નામનાં શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. ઝોન સેવન LCB પોલીસે આરોપી કુલદીપ મહિડા પાસેથી વિદેશી દારૂની મોંઘીદાટ 93 નંગ બોટલો કબજે કરી છે. સાથે જ મોબાઈલ સહિત રૂ. 1.27 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. આરોપી કુલદીપ મહિડાની પૂછપરછ દરમિયાન સામે આવેલી વિગતો અનુસાર, આરોપી કુલદીપ માત્ર વિદેશી દારૂ સપ્લાય કરવાનું કામ કરતો હતો. પરંતુ, તેના સાગરીત તરીકે હિમાંશુ પંડ્યા છે જે હાલ પોલીસ પકડમાં નથી આવ્યો પરંતુ, માનવામાં આવી રહ્યું છે કે હિમાંશુ પંડ્યા વિદેશી દારૂનો જથ્થો લાવી અને અમદાવાદમાં સપ્લાય કરવા માટે લાવ્યો હતો અને 31 ડિસેમ્બરને લઈને ઊંચી કિંમતે આ બોટલો વેચવાનો હતો.
આ પણ વાંચો - Gujarat First Impact : Operation 'Asur' બાદ દીવ અને કચ્છમાં પોલીસની મોટી કાર્યવાહી!
દારૂનો જથ્થો સાચવવા માટે બુટલેગરે એક ફ્લેટ ભારે રાખ્યો હતો
ઝોન સેવન DCP શિવમ વર્માએ જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરને પગલે હિમાંશુ પંડ્યા એ સેટેલાઈટ વિસ્તારમાં બિરજુ ફ્લેટ નજીક ફ્લેટ ભાડે રાખીને દારૂનો જથ્થો સંતાડ્યો હતો, જેથી 31 ડિસેમ્બર દરમિયાનમાં આ દારૂ વેચી લોકો પાસેથી સારા રૂપિયા કમાઈ શકે. પરંતુ, ઝોન સેવન LCB ની ટીમને ચોક્કસ માહિતી મળતા કુલદીપ મહિડા સુધી પહોંચી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. બાદમાં ખુલ્યું કે કુલદીપ મહિડા માત્ર ડીલીવરી બોય તરીકે હિમાંશુ પંડ્યાનાં કહેવા મુજબ આસપાસનાં વિસ્તારમાં સેલ્સમેન બનીને દારૂની હોમ ડિલિવરી કરતો હતો. એટલું જ નહીં હિમાંશુ પંડ્યાએ 18000 રૂપિયાનાં માસિક ભાડેથી દારૂનો જથ્થો સંતાડવા માટે ફ્લેટ ભાડે રાખ્યો હતો અને કુલદીપ સેલ્સમેન તરીકે દારૂ વેચતો હતો. પોલીસ હિમાંશુ પંડ્યાની ધરપકડ કરે ત્યારબાદ અન્ય નવા ખુલાસાઓ સામે આવી શકે છે.
અહેવાલ : સંજય જોશી, અમદાવાદ
આ પણ વાંચો - રાજ્ય સરકાર દ્વારા State Allied and Healthcare Council ની રચના કરાઈ, જાણો તેનાં વિશે