Ahmedabad: દારૂનું ગોડાઉન પકડાતા પોલીસ કમિશનરે PIને સસ્પેન્ડ કર્યા
- નરોડા GIDCમાંથી દારૂનું ગોડાઉન પકડાયું
- દારૂનો જથ્થો મંગાવનાર સહિત 4 શખ્સોની શોધખોળ શરૂ
- પીઆઈ એમ.વી.પટેલને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ચર્ચા
Ahmedabad: નરોડામાં સ્ટેટ મોનેટરીંગ સેલના દરોડા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં શહેર પોલીસ કમિશનરે નરોડા પીઆઈને સસ્પેન્ડ કર્યા છે. તેમાં પીઆઈ એમ.વી.પટેલને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઇ છે. જેમાં SMC નરોડા જીઆઇડીસીમાંથી દારૂનું ગોડાઉન પકડ્યું હતું.
નરોડા GIDCમાંથી દારૂનું ગોડાઉન પકડાયું
અમદાવાદના નરોડામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરે નરોડા પીઆઇને સસ્પેન્ડ કર્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે, નરોડા GIDCમાંથી દારૂનું ગોડાઉન પકડાયું છે. જેમાં નરોડા GIDCમાં નમકીનનો ધંધો કરવાના બહાને બે બુટલેગરો દારૂનું વેચાણ કરતા હતા. તેમાં રૂપિયા 23 હજારના ભાડે રાખેલા ગોડાઉનમાં બુટલેગરો નમકીનના પેકેટની આડમાં છુપાવીને દારૂની બોટલો રાખતા હતા. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના અધિકારીઓને બાતમી મળી હતી કે નરોડા GIDCમાં સીમ્ફોની એસ્ટેટ શેડ નંબર-8માં નમકીનની આડમાં દારૂનું વેચાણ કરવામાં આવે છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા 14.65 લાખની કિંમતની 2,326 દારૂની બોટલો ઝડપી પાડી હતી.
દારૂનો જથ્થો મંગાવનાર સહિત 4 શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી
આ સાથે જ રોકડ રકમ, મોબાઇલ અને બે વાહનો મળી કુલ 19.68 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં પોલીસે મૂળ રાજસ્થાનના બિયાવરના તેમજ અમદાવાદના નોબલનગર ખાતે રહેતા શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર તેમજ દારૂનો જથ્થો મંગાવનાર સહિત ચાર શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat: સમગ્ર રાજ્યમાં 3 હજાર 707 ઈમરજન્સીના કેસ નોંધાયા