પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં સ્વાસ્થ્ય સેવાનો અનોખો યજ્ઞ
સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સેવાની મહેક હંમેશા ફેલાવવામાં આવી છે ત્યારે સ્વામિનારાયણ નગર ખાતે સેવા કરવા મટે આવેલા સ્વયં સેવકો, મુલાકાતીઓ અને હરિભક્તોને તબીબી સારવાર મળી રહે તે હેતુથી અહી સ્વાસ્થય સેવા યજ્ઞ પણ શરૂ કરવામાં આવ્યો છે.આરોગ્ય સહાય કેન્દ્રસ્વામિનારાયણ નગર ખાતર 80 હજારથી વધુ સ્વયં સેવકો પોતાની સેવા આપી રહ્યા. આ ઉપરાંત હજારો હરિભક્તો પણ રોજ નગરની મુલાકાતે આવે છે. આ સ
04:08 PM Dec 24, 2022 IST
|
Vipul Pandya
સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સેવાની મહેક હંમેશા ફેલાવવામાં આવી છે ત્યારે સ્વામિનારાયણ નગર ખાતે સેવા કરવા મટે આવેલા સ્વયં સેવકો, મુલાકાતીઓ અને હરિભક્તોને તબીબી સારવાર મળી રહે તે હેતુથી અહી સ્વાસ્થય સેવા યજ્ઞ પણ શરૂ કરવામાં આવ્યો છે.
આરોગ્ય સહાય કેન્દ્ર
સ્વામિનારાયણ નગર ખાતર 80 હજારથી વધુ સ્વયં સેવકો પોતાની સેવા આપી રહ્યા. આ ઉપરાંત હજારો હરિભક્તો પણ રોજ નગરની મુલાકાતે આવે છે. આ સિવાય લાખોની સંખ્યામાં મુલાકાતીઓ પણ અહી આવે છે. અહી વધુ ચાલવાનું હોવાના કારણે અનેક મુશ્કેલીઓ પડતી હોય છે. વધુ ચાલવાના કારણે દુખાવો, ગરમીને કારણે માથાનો દુખાવો, કમરની તકલીફ જેવી તકલીફો સાથે ઉલટી થવાની સમસ્યા પણ જોવા મળી રહી છે.
દરરોજ બે હજારથી વધારે લોકો લે છે લાભ
અહી આવતા લોકોને વધુ તકલીફ ન થાય તે માટે BAPS દ્વારા નિષ્ણાંત ડોકટરોની ટીમ મૂકવામા આવી છે. અહીં દિવસ દરમિયાન આશરે 4 હજાર જેટલાં ઓપીડી થાય છે. આવા બે સારવાર કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. એક સારવાર કેન્દ્ર પર અંદાજિત 2 હજારથી વધુ ઓપીડી આવે છે. અહી આવતા દર્દીઓની સારવાર કર્યા બાદ તુરત જ તેમને અહીથી ફ્રીમાં દવાઓ પણ આપવામાં આવી રહી છે.
ફ્રીમાં સારવાર અને દવા
નગરના આરોગ્ય કેન્દ્રના ડૉ. મોદીએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નગરમાં હજારો સ્વયંસેવકો અને લાખોની સંખ્યામાં હરિભક્તો દરરોજ આવે છે. નગરમાં ઘણીવાર લોકોને આરોગ્યની તકલીફો થતી હોય છે તેના માટે ખાસ મોટા ભાગના દર્દીઓ આવે છે. જેના માટે જનરલ ઓપીડી રાખવામાં આવી છે. સવાર સાંજ બંને ટાઈમ દરરોજ 5-6 ડોક્ટર ભાઈઓમાં અને 2-4 ડોક્ટર બહેનોમાં ઉપસ્થિત હોય છે. જેમના દ્વારા ઓપીડી સારવાર આપવામાં આવે છે. જરૂરિયાત મુજબ એક-બે દિવસની દવા અહીંથી જ આપવામાં આવે છે. તેનો કોઈ ચાર્જ નથી હોતો. તે સિવાય ફિઝિયોથેરાપીનો વિભાગ પણ છે જેમાં ચાલવાને લીધે તથા અન્ય શરીરના દુ:ખાવા માટે ફિઝિયોથેરાપીની ટીમના 5 થી 6 ડોક્ટરો ફ્રીમાં સેવા આપે છે. દરરોજ 2 હજાર દર્દીઓ આવે છે. જેમને નાની મોટી તકલીફ હોય છે તેની સારવાર અપાય છે.
આ પણ વાંચો - સ્વામિનારાયણ નગરમાં દરરોજ 14 સાંસ્કૃતિક નૃત્યો રજુ થાય છે, આફ્રિકાના નૃત્યએ જમાવ્યું આકર્ષણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article