Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદના પ્રવાસી દ્વારા રેકોર્ડ થયો પહેલગામની ભયાનક ક્ષણોનો વીડિયો, Gujarat First ને જણાવ્યો પોતાનો અનુભવ

Pahalgam Terror Attack New Video : પહેલગામ આતંકવાદી હુમલા દરમિયાન એક ઝિપલાઇન રાઇડ (zip line ride) ની મજા લેતો એક શખ્સનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
અમદાવાદના પ્રવાસી દ્વારા રેકોર્ડ થયો પહેલગામની ભયાનક ક્ષણોનો વીડિયો  gujarat first ને જણાવ્યો પોતાનો અનુભવ
Advertisement
  • પહેલગામ આતંકી હુમલાનો વધુ એક વીડિયો વાયરલ
  • ઝિપલાઇન રાઇડ કરતા શખ્સે (ઋષિ ભટ્ટ) ઉતાર્યો હતો વીડિયો
  • અમદાવાદનો છે આ શખ્સ, જેણે મહામુસિબતે બચાવ્યો જીવ

Pahalgam Terror Attack New Video : પહેલગામ આતંકવાદી હુમલા દરમિયાન એક ઝિપલાઇન રાઇડ (zip line ride) ની મજા લેતો એક શખ્સનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શખ્સનું નામ ઋષિ ભટ્ટ (Rishi Bhatt) છે જેઓ અમદાવાદના જ વતની છે. ઋષિ ભટ્ટે પોતે ઝિપલાઇન (Zip Line) પર પોતાના કેમેરાથી જે રેકોર્ડ કર્યું હતું, તે લગભગ તેમને પણ તે સમયે ખ્યાલ નહીં હોય કે તેમના દ્વારા એક મોટી ઘટનાના અમુક અંશને કેપ્ચર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ટીમે ઋષિ ભટ્ટની સાથે આ અંગે વાતચીત કરી જેમા તેમણે તે દરમિયાન જે પણ થયું તે જણાવ્યું હતું.

શું કહ્યું ઋષિ ભટ્ટે?

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલા દરમિયાન ઋષિ ભટ્ટે પોતાના પરિવાર સાથે હિંમતભેર જીવ બચાવ્યો. તેમણે ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે, જિપલાઇન પર બેસતાં જ નીચે ફાયરિંગ શરૂ થઇ ગયું હતું, જ્યાં 5-6 લોકોને ગોળી વાગી હતી. તેમની પત્ની અને પુત્ર જિપલાઇન દ્વારા આગળ પહોંચી ગયા હતા, પરંતુ તેમની સામે બે પરિવારોનું ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી. તેમણે આગળ કહ્યું કે, તે સમયે જિપલાઇન પર હતો, જ્યારે મારી પત્નિ અને મારો છોકરો ત્યા હતા પણ તેમ છતા તેઓ બચી ગયા અને હું પણ બચી ગયો. હું જેવો મારી પત્નિ અને પુત્ર પાસે પહોંચ્યો ત્યારે અમે ત્યાથી દોડવાનું શરૂ કર્યું અને એક બ્લાઇન્ડ સ્પોર્ટની અંદર અમે ઉધા સુઇ ગયા હતા. જેવું ફાયરિંગ ઓછું થયું કે અમે મેઇન ગેટ તરફ દોડ્યા. આ દરમિયાન અન્ય ઘણા લોકોને ગોળી વાગી, પરંતુ અમારો પરિવાર હેમખેમ મેઇન ગેટ સુધી પહોંચ્યો હતો. ત્યાં જોયું તો ખબર પડી કે અહીં સુરક્ષાકર્મીઓની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાંથી અમે નીચે જવાનો જે રસ્તો હતો ત્યા દોડ્યા અને થોડું દોડ્યા બાદ ત્યા ઇન્ડિયન આર્મી હતી જેમણે અમને કવર કરી દીધા હતા.તે પછી તેઓ અમને નીચે પાર્કિગ સુધી કવર કરીને લઇ ગયા હતા. જ્યા પહોંચ્યા બાદ અમે વાહનમાં બેસીને શ્રીનગર જતા રહ્યા હતા.

Advertisement

Advertisement

લગભગ 20 સેકન્ડ સુધી ખ્યાલ જ ન આવ્યો

ગુજરાતના અમદાવાદના પ્રવાસી ઋષિ ભટ્ટે આ ઘટનાને યાદ કરતા કહ્યું, 'જ્યારે ગોળીબાર શરૂ થયો ત્યારે હું ઝિપલાઇન કરી રહ્યો હતો. મને લગભગ 20 સેકન્ડ સુધી ખ્યાલ જ ન આવ્યો. મને અચાનક ખ્યાલ આવ્યો કે ગોળીબાર શરૂ થઈ ગયો છે અને જમીન પરના લોકો મરી રહ્યા છે. મેં જોયું કે 5-6 લોકોને ગોળી વાગી હતી. લગભગ 20 સેકન્ડ પછી મને ખ્યાલ આવ્યો કે તે આતંકવાદી હુમલો હતો. વધુમાં ઋષિ ભટ્ટે કહ્યું કે, ઝિપલાઇન ઓપરેટરે ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા. આ પછી ગોળીબાર શરૂ થયો. ભટ્ટે કહ્યું, મને તે વ્યક્તિ પર શંકા છે. તેણે 3 વાર ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા અને ગોળીબાર શરૂ થઈ ગયો. તે એક સામાન્ય કાશ્મીરી જેવો દેખાતો હતો. જંગલો અને નીચાણવાળા વિસ્તારોમાં પણ, બધે જ સૈન્યની હાજરી હતી. પરંતુ મુખ્ય સ્થાન પર કોઈ સૈન્ય અધિકારી નહોતા.

આ પણ વાંચો :   Pahelgam Terrorist Attack : આતંકી હુમલાનો વધુ એક 28 સેકન્ડનો Video આવ્યો સામે

Tags :
Advertisement

.

×