33 વર્ષથી ભારતીય સેનામાં લેફ્ટેનન્ટ કર્નલ તરીકે ફરજ બજાવતા મનીષ મોદી પણ પ્રમુખ સ્વામી નગરના સેવા યજ્ઞમાં જોડાયા
પ્રમુખ સ્વામી નગરમાં સેવા કાર્યમાં જોડાનારા અનેક હરિભક્તોની અલગ અલગ કહાની છે એવા જ એક ભક્ત ભારતીય સૈન્યમાં લેફ્ટેનન્ટ કર્નલ તરીકે ફરજ બજાવતા મનીષભાઈ મોદી પણ પ્રમુખ સ્વામી નગરમાં સેવા યજ્ઞમાં જોડાયા છે અને કોમર્શિયલ પાયલોટ બનેલી તેમની દીકરી પણ તેમની સાથે અહીં સેવા આપી રહી છે.પિતા-પુત્રી આપે છે સેવાપ્રમુખસ્વામી નગરમાં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી જોશભેર ઉજવાઇ રહી છે જેમાં 80 હજા
પ્રમુખ સ્વામી નગરમાં સેવા કાર્યમાં જોડાનારા અનેક હરિભક્તોની અલગ અલગ કહાની છે એવા જ એક ભક્ત ભારતીય સૈન્યમાં લેફ્ટેનન્ટ કર્નલ તરીકે ફરજ બજાવતા મનીષભાઈ મોદી પણ પ્રમુખ સ્વામી નગરમાં સેવા યજ્ઞમાં જોડાયા છે અને કોમર્શિયલ પાયલોટ બનેલી તેમની દીકરી પણ તેમની સાથે અહીં સેવા આપી રહી છે.
પિતા-પુત્રી આપે છે સેવા
પ્રમુખસ્વામી નગરમાં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી જોશભેર ઉજવાઇ રહી છે જેમાં 80 હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. અને તેમાંના જ એક ભારતીય સેનાના લેફ્ટેનન્ટ કર્નલ જેવો હાલ મેઘાલયમાં ફરજ બજાવી રહ્યા છે તેઓ પણ પ્રમુખસ્વામી નગરમાં સેવા આપવા આવી પહોંચ્યા છે. સાથે કોમર્શિયલ પાયલોટ બનેલી તેમની દીકરી પણ અહીં આવી છે અને તેમની સાથે બાપા ની સેવામાં ફરજ બજાવી રહી છે. બાપ બેટી બંને અહીં અલગ અલગ વિભાગમાં ફરજ બજાવે છે.
રજા બચાવીને અહીં સેવામાં આવ્યા
કર્નલ 33 વર્ષથી સેનામાં ફરજ બજાવે છે અને છેલ્લા એક વર્ષથી રજા બચાવી અહીં સેવા માટે પહોંચ્યા છે તેમનું કહેવું છે કે પ્રમુખ સ્વામી બાપા નું ઋણ ઉતારવાની તક તેમણે મેળવી છે. અને એટલે જ એક મહિનાની રજા મૂકી સેવા યજ્ઞમાં જોડાયા છે. તેમની કોમર્શિયલ પાયલોટ બનેલી દીકરી પણ અહીં તેમની સાથે સેવા કાર્યમાં જોડાઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement