Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કરાચીથી આવતા ડ્રગ્ઝને પંજાબ સુધી પહોંચાડવાનો હતો પ્લાન, આવી રીતે પાર પાડ્યું ઓપરેશન

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા ફરી એક વખત ગુજરાતને બદનામ કરવાનો નાપાક ઈરાદો નિષ્ફળ બનાવ્યો છે. જખૌ બંદરથી 55 નોટિકલ માઈલ દૂર થી ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી પાકિસ્તાની બોટમાંથી ડ્રગ્ઝનો જથ્થો પકડી પાડયો છે.કરાંચી બંદરથી બોટ આવે છે તેવા ઈનપુટ્સપાકિસ્તાનમાં રહેતા બલોચીસ્તાનનો ડ્રગ્ઝ માફિયા મોહમ્મદ કાદર પાકિસ્તાનના (Pakistan) કરાચી બંદરથી અલ-સાકર નામની પાકિસ્તà
કરાચીથી આવતા ડ્રગ્ઝને પંજાબ સુધી પહોંચાડવાનો હતો પ્લાન  આવી રીતે પાર પાડ્યું ઓપરેશન
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા ફરી એક વખત ગુજરાતને બદનામ કરવાનો નાપાક ઈરાદો નિષ્ફળ બનાવ્યો છે. જખૌ બંદરથી 55 નોટિકલ માઈલ દૂર થી ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી પાકિસ્તાની બોટમાંથી ડ્રગ્ઝનો જથ્થો પકડી પાડયો છે.
કરાંચી બંદરથી બોટ આવે છે તેવા ઈનપુટ્સ
પાકિસ્તાનમાં રહેતા બલોચીસ્તાનનો ડ્રગ્ઝ માફિયા મોહમ્મદ કાદર પાકિસ્તાનના (Pakistan) કરાચી બંદરથી અલ-સાકર નામની પાકિસ્તાની બોટમાં હેરોઇન ભરી ગુજરાતના દરિયા કિનારા આવી રહ્યો હતો જે માહિતીના આધારે સ્પેશિયલ ઓપરેશન મારફતે બોટને વચ્ચે થી જ પકડી પાડવામાં આવી હતી. આ પાકિસ્તાની બોટમાં 6 લોકો હતા. જેમાંથી 4 લોકો પાકિસ્તાની અને બે લોકો બલુચિસ્તાનનાં હતા.
350 કરોડનું હેરોઈન મળ્યું
કોસ્ટગાર્ડની શીપ મારફતે આ બોટને રોકવામાં આવી હતી અને તે બાદ તેમાં ATS તથા કોસ્ટગાર્ડના અધિકારીઓએ જઈ સર્ચ કરવામાં આવ્યું હતું જેમાં 50 પેકેટ એટલે કે અંદાજે 50 કિલોગ્રામ કે જેની કિંમત 350 કરોડના હેરોઈન મળી આવ્યું હતું. જે અંગે બોટમાં રહેલા ખલાસીઓની અટકાયત કરી બોટ તથા હેરોઇનનો જથ્થો કબ્જે કરવા આવ્યો હતો અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
પંજાબ અને ઉત્તર ભારતમાં પહોંચાડવાનું હતું
બેટમાંથી ઝડપાયેલા ખલાસીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હેરોઇનનો જથ્થો પાકિસ્તાન સ્થિત ડ્રગ માફિયા મોહમ્મદ કાદરે મોકલાવ્યો હતો અને ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાકિનારે ઉતારી પંજાબ તથા ઉત્તર ભારતમાં પહોંચાડવાનો હતો. કોસ્ટ ગાર્ડ અને ATSની ટીમને જોતા જ બોટમાં રહેલા ખલાસીઓ પોતાના મોબાઈલ દરિયામાં ફેંકી દીધા હતા. હાલ તો ATSની ટીમ 6 ખલાસીઓને લઇને જખૌ બંદર પહોંચી અને ત્યાંથી અમદાવાદ પહોંચશે. ATS દ્વારા આગામી દિવસોમાં આ નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ-કઈ વ્યક્તિ સામેલ છે, આ જથ્થાનું રીસીવર કોણ છે તથા નાણાંકીય વ્યવહાર કઈ રીતે કરવામાં આવ્યો છે આ તમામ મુદ્દાની પૂછપરછ હાથ ધરશે.
જો આંકડાકીય માહિતી પર નજર કરીએ તો
વર્ષ 2019 : વર્ષ 2019 માં એક કેસ કરવામાં આવ્યો હતો જેમાં 100 કિલો 500 કરોડનું ડ્રગસ પકડી પાડવામાં આવ્યું હતું જેમાં 9 ઈરાની અને 1 અફઘાની વ્યક્તિની ધરપકડ કરી હતી.
વર્ષ 2020 : વર્ષ 2020 માં એક કેસ કરવામાં આવ્યો હતો જેમાં 35 કિલો 175 કરોડ રૂપિયાનું ડ્રગસ પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં 5 પાકિસ્તાની લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
વર્ષ 2021: વર્ષ 2021 માં કુલ 4 કેસ કરવામાં આવ્યા હતા જેમાં 292 કિલો એટલેકે 1461 કરોડ રૂપિયાનું ડ્રગસ પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં 7 ઈરાની, 6 પાકિસ્તાની અને 1 નાઇજિરિયન ને પકડી પાડવામાં આવ્યા હતા.
વર્ષ 2022 : વર્ષ 2022 માં સૌથી વધુ 6 કેસ કરવામાં આવ્યા હતા જેમાં 423 કિલો હેરોઇન એટલેકે 2216 કરોડ રૂપિયા અને 225કિલો મેફેડ્રોન એટલેકે 1125 કરોડ રૂપિયાનો જથ્થો પકડી પાડયો હતો. જેમાં 28 પાકિસ્તાની અને 3 અફઘાની લોકોની ધરપકડ કરી હતી. 
મહત્વનું છે કે આ વર્ષે ATS દ્વારા મુન્દ્રા, દિલ્લી મુઝફ્ફરનગર, પીપાવાવ પોર્ટ, દિલ્લી ક્રાઇમ બ્રાન્ચ અને સેંચ્યુરી સી.એફ.એસ કોલકતા સાથેના સંયુક્ત ઓપરેશનની દ્વારા ડ્રગસનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી હતી.સમગ્ર ઓપરેશનને લઇને DGP દ્વારા ATSની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને ખાસ ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી.
Advertisement
Tags :
Advertisement

.