હેરીટેજ સિટીમાં બની રહ્યું છે હેરીટેજ લુક સાથેનુ બસ ટર્મિનસ
અહેવાલ - રીમા દોશી, અમદાવાદ
અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, અમદાવાદ શહેરનું હૃદય ગણાતા લાલ દરવાજાના ઐતિહાસિક AMTS બસના ટર્મિનલને હેરિટેજ લૂક આપીને નવું તૈયાર કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં લાલ દરવાજા AMTS બસ સ્ટેન્ડ ખુલ્લું મુકાશે. અમદાવાદની એક ઓળખ લાલ બસ, એટલે કે AMTS બસ. AMTSનું મુખ્ય બસ સ્ટેન્ડ લાલ દરવાજા બસ ટર્મિનસ હવે હેરિટેજ લુક સાથેનું નવું બસ ટર્મિનસ બની રહ્યુ છે.
65 વર્ષ જૂના બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવું બનાવવા માટેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. આગામી બે મહીનામાં લાલ દરવાજા બસ ટર્મિનસ મુસાફરો માટે કાર્યરત કરી દેવાશે. લાલ દરવાજા બસ સ્ટેન્ડની આસપાસ ઐતિહાસિક ઇમારતો આવેલી હોવાથી દિલ્હીથી આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરી સહિત અન્ય પ્રક્રિયામાં વિલંબ થયો હતો, જે દૂર થતાં હવે આગામી દિવસોમાં નવું હેરિટેજ લુક સાથે બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી 2 મહીનામાં અમદાવાદીઓ માટે ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો : UP STF એ ઝાંસીમાં ASAD AHEMAD અને ગુલામને કર્યાં ઠાર, ઉમેશ પાલ હત્યા કેસમાં હતા ફરાર