Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓઢવમાં ધોળે દિવસે આંગડિયા પેઢીમાં ઘૂસી 5 શખ્સોએ ચલાવી 50 લાખની લૂંટ

અમદાવાદનો પૂર્વ વિસ્તાર ગુનાખોરી માટે દિવસેને દિવસે કુખ્યાત થઇ રહ્યો છે. ઓઢવ વિસ્તારમાં ધોળે દિવસે આંગડિયા પેઢીની ઓફિસમાં લૂંટની ઘટના બની છે. જેમાં ઓફિસમાં ઘૂસી બંદૂક સહિતના હથિયારો બતાવી ૫૦ લાખથી વધુ રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી છે. જો કે સીસીટીવી ફુટેજમાં આરોપીઓ દેખાતા સ્થાનિક પોલીસ અને એજન્સીઓ આરોપીઓને પકડવા કામે લાગી છે.મળતી માહિતી પ્રમાણે ઓઢવ વિસ્તારમાં આવેલી છોટાલાàª
ઓઢવમાં ધોળે દિવસે આંગડિયા પેઢીમાં ઘૂસી 5 શખ્સોએ ચલાવી 50 લાખની લૂંટ
અમદાવાદનો પૂર્વ વિસ્તાર ગુનાખોરી માટે દિવસેને દિવસે કુખ્યાત થઇ રહ્યો છે. ઓઢવ વિસ્તારમાં ધોળે દિવસે આંગડિયા પેઢીની ઓફિસમાં લૂંટની ઘટના બની છે. જેમાં ઓફિસમાં ઘૂસી બંદૂક સહિતના હથિયારો બતાવી ૫૦ લાખથી વધુ રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી છે. જો કે સીસીટીવી ફુટેજમાં આરોપીઓ દેખાતા સ્થાનિક પોલીસ અને એજન્સીઓ આરોપીઓને પકડવા કામે લાગી છે.
મળતી માહિતી પ્રમાણે ઓઢવ વિસ્તારમાં આવેલી છોટાલાલની ચાલીમાં પી.એમ આંગણીયા એન્ટરપ્રાઇઝ નામની પેઢી આવેલી છે. જ્યાં શુક્રવારે બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં ત્રણ બાઈક ઉપર પાંચ અજાણ્યા ઇસમો આવ્યા હતા. જેમણે આંગડિયા પેઢીની ઓફિસમાં બંદૂક તેમજ છરી જેવા હથિયારો સાથે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ફાયરિંગ કરી કર્મચારીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી પેઢીમાં રહેલા 50 લાખ રોકડ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટ બાદ આરોપીઓએ આંગડિયા પેઢીનો દરવાજો બહારથી બંધ કરી દેતા કર્મચારીઓ અંદર પુરાઈ ગયા હતા. બાદમાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
50 લાખ જેવી માતબર રોકડ રકમની લૂંટની જાણ પોલીસને થતા ઓઢવ પોલીસ સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મહત્વનું છે કે આરોપીઓએ લૂંટ કર્યા બાદ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આરોપીઓની એક બાઈક શરૂ ન થતાં તે બાઈક આંગણીયા પેઢીની ઓફિસની બહાર જ મૂકીને ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે બાઈક કબજે કરી તેના નંબરના આધારે તપાસ હાથ ધરી છે. આંગણીયા પેઢીમાં લાગેલા સીસીટીવી ફુટેજમાં તમામ લૂંટારાઓ અને સમગ્ર ઘટના કેદ થઈ હતી. જેમાં લૂંટારાઓના ચહેરા સ્પષ્ટ દેખાતા પોલીસે આસપાસના તમામ વિસ્તારોમાં નાકાબંધી કરી હતી.
શહેરમાં ધોળે દિવસે બંદુકની અણીએ થયેલી લાખોની લૂંટની ઘટના ચર્ચાનો વિષય બબની હતી. આ ઘટનાને પગલે ડોગ સ્કવોર્ડ, અને એફ.એસ.એલ સહિતની એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. ત્યારે જોવાનું રહ્યું કે આરોપીઓ પોલીસની ગિરફતમાં ક્યારે આવે છે.
Advertisement
Tags :
Advertisement

.