Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગઢડાના ઢસા ગામે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, કુલ રૂ.28.89 લાખની થઈ લૂંટ

ગુજરાતનાં બોટાદ જિલ્લામાં આવેલા ગઢડાના ઢસાગામેથી એક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે. આંગડિયા પેઢીના કર્મચારી પાસે રૂપિયા 28.89 લાખ લૂંટી આરોપીઓ ફરાર થઇ ગયા છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસાગામે આર મહિન્દ્રા આંગડીયા પેઢીમા ફરજ બજાવતા હર્ષદ ઉમેદજી રાજપૂત નામનો કર્મચારી વહેલી સવારે 17,80,000 રોકડા તેમજ 11,09,000ની કિંમતના હીરાના પેકેટ મળી કુલ રૂપàª
ગઢડાના ઢસા ગામે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો  કુલ રૂ 28 89 લાખની થઈ લૂંટ
ગુજરાતનાં બોટાદ જિલ્લામાં આવેલા ગઢડાના ઢસાગામેથી એક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે. આંગડિયા પેઢીના કર્મચારી પાસે રૂપિયા 28.89 લાખ લૂંટી આરોપીઓ ફરાર થઇ ગયા છે. 
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસાગામે આર મહિન્દ્રા આંગડીયા પેઢીમા ફરજ બજાવતા હર્ષદ ઉમેદજી રાજપૂત નામનો કર્મચારી વહેલી સવારે 17,80,000 રોકડા તેમજ 11,09,000ની કિંમતના હીરાના પેકેટ મળી કુલ રૂપિયા 28.89 લાખનો માલ થેલામા લઈને પોતાના બાઈક ઉપર ઢસાથી અમરેલી જવા નિકળેલો હતો. તે દરમિયાન રસ્તામાં એસન્ટ કાર આવી આંગડીયા કર્મચારીના બાઇકને ટક્કર મારી તેની પાસે રહેલો થેલો લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. જયારે આંગડિયા કર્મચારીને ઈજા થતાં ગઢડા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. 
સમગ્ર ઘટનાની જાણ થતા બોટાદ LCB,SOG, ઢસા પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જયારે લૂંટની ઘટનાને પગલે અમરેલી પોલીસ અને ભાવનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જયારે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા નાકાબંધી કરાઈ છે અને હાલ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.