Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં સબ સલામતના દાવા વચ્ચે છેલ્લા 2 વર્ષમાં 3796 બળાત્કારની ઘટના

ગુજરાતમાં ન માત્ર આર્થિક પણ મહિલાઓ પર થતા બળાત્કાર અને જાતીય સતામણીના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો વર્ષ 2021માં કુલ 614 જેટલી બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. તો સૌથી ચિંતાજનક વાત એ છે કે ગુજરાતમાં નોંધાયેલા બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં કન્વિકશન રેટ એટલે કે સજાનો દર માત્ર 21% જ છે. એટલે દર 100 ગુનેગારમાંથી 79 ગુનેગારો પુરાવા અથવા અન્ય કોઇ કારણસર નિર્દોષ છૂટી જાય છે. આ આàª
ગુજરાતમાં સબ સલામતના દાવા વચ્ચે છેલ્લા 2 વર્ષમાં 3796 બળાત્કારની ઘટના
ગુજરાતમાં ન માત્ર આર્થિક પણ મહિલાઓ પર થતા બળાત્કાર અને જાતીય સતામણીના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો વર્ષ 2021માં કુલ 614 જેટલી બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. તો સૌથી ચિંતાજનક વાત એ છે કે ગુજરાતમાં નોંધાયેલા બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં કન્વિકશન રેટ એટલે કે સજાનો દર માત્ર 21% જ છે. એટલે દર 100 ગુનેગારમાંથી 79 ગુનેગારો પુરાવા અથવા અન્ય કોઇ કારણસર નિર્દોષ છૂટી જાય છે. આ આંકડા વિધાનસભામાં અને NCRB તરફથી રજૂ કરાયા છે જેને લઇને ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકારના સબ સલામતના દાવા પર સવાલ ઉઠાવ્યા છે.
આર્થિક ગુન્હાઓ વધ્યા
આર્થિક ગુનાઓ પણ ગુજરાતમાં વધી રહ્યા હોવાનો ખુલાસો લોકસભામાં થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 100 કરોડથી વધુના સાઇબર ક્રાઇમ થયા છે. વર્ષ 2021 ગુજરાતમાં સાઇબર ક્રાઇમના કુલ 1536 કેસો નોંધાયા છે. જેમાં 1349 જેટલાં આરોપીઓ પકડાયા છે. ગુજરાત પોલીસ હજુ સુધી એકપણ ગુનો સાબિત કરી શકી નથી, આ પરિસ્થિતિમાં સતત આર્થિક ગુનાઓના પ્રમાણ વધી રહ્યા છે. તો ગુજરાત માટે ચિંતાજનક વાત એ પણ છે કે ગુજરાતના 33 જિલ્લામાં માત્ર 14 જ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવેલા છે. જેને કારણે આવા ગુનાઓમાં સજાનો શૂન્ય રહ્યો છે.
નક્કર પગલાં જરૂરી
એકંદરે વાત કરીએ તો અત્યાર સુધી ગુજરાત જે વાતનું ગૌરવ લઇ રહ્યું હતું તે વાત લોકસભામાં રજુ થયેલા આંકડા અને NCRBના આંકડા પરથી ખોટી સાબિત થઈ રહી છે. આ પરિસ્થિતિમાં રાજ્યના ગૃહમંત્રી અને ગૃહવિભાગ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નક્કર પગલાં લે તે જરૂરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.