Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૦ મું અંગદાન ગુપ્તદાનરૂપે થયું

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સઘન સારવારના અંતે બ્રેઇન ડેડ થતા પરિવારજનોએ ગુપ્ત દાનરૂપે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. બંને કિડની અને એક લીવરનું દાન મળ્યું , જેને...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૦ મું અંગદાન ગુપ્તદાનરૂપે થયું

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સઘન સારવારના અંતે બ્રેઇન ડેડ થતા પરિવારજનોએ ગુપ્ત દાનરૂપે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. બંને કિડની અને એક લીવરનું દાન મળ્યું , જેને સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરુરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરાયા.

Advertisement

વર્ષ ૨૦૨૪નું આ પ્રથમ અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૦  મું અંગદાન થયું છે. વર્ષ ૨૦૨૪નું આ પ્રથમ અંગદાન છે. ૧૪૦ માં અંગદાનમાં મહત્વની બાબત એ બની રહી કે, પરિવારજનોએ ગુપ્ત દાનરૂપે અંગદાન કર્યું. સમગ્ર વિગતો એવી છે કે , અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષના યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક નિદાનમાં તેઓને બ્રેઇન હેમરેજ થયું હોવાનું માલુમ પડ્યું . જેથી દર્દીની સઘન સારવાર શરૂ કરવામાં આવી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલ અંગદાન

Advertisement

નવમી જાન્યુઆરીના રોજ તબીબો દ્વારા આ યુવકને બ્રેઇન ડેડ જાહેર કરાયો. બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનોને જ્યારે સિવિલ હોસ્પિટલની ટીમ અને કાઉન્સેલર્સ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવી ત્યારે પરિવારજનોએ પરોપકાર ભાવને સર્વોપરી ગણતા સ્વજનના અંગોનું ગુપ્તદાન કરવાનો નિર્ણય કર્યો. અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ આ બ્રેઇન ડેડ યુવકના  અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી. જેના અંતે બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.

અંગદાનમાં મળેલા આ ત્રણેય અંગોને અમદાવાદ સિવિલ મેડીસીટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ ક્ષણે જણાવ્યું હતું કે , અંગદાનની પ્રવૃત્તિને વેગવંતી બનાવી જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવા માટે સમાજના દરેક વર્ગ અને રાજ્યના તમામ લોકોએ એક જૂટ થવું પડશે.

Advertisement

અંગદાન અને તેનાથી મળતા જીવનદાનની મહત્વતા સમાજમાં પ્રસરાવી પડશે. તેની જનજાગૃતિ લોકોમાં કેળવાય તેવા સહિયારા પ્રયાસો હાથ ધરવા ડૉ .જોશી એ રાજ્યના તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે.

અહેવાલ - સંજય જોશી,અમદાવાદ  

આ પણ વાંચો -- લ્યો બોલો ! હવે મોરવા હડફ તાલુકામાં નકલી વિજિલન્સની ટીમ ઝડપાઇ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.