ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદીઓને જંત્રીના નવા દરમાં રાહત, જાણો AMCનું બજેટ

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનનું બજેટઅમદાવાદીઓને જંત્રીના નવા દરમાં રાહતનવા જંત્રીના દરનો 3 વર્ષ સુધી અમલ નહીપ્રોપર્ટી ટેકસમાં અંશતઃ વધારોડોર ટુ ડોર કલેશન જૂનો દર યથાવત્ રાખવામાં આવ્યોઅમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા 2023-24ના અંદાજપત્રમાં 1082 કરોડનાં વધારા સાથે 9482 કરોડનું બજેટ (Budget) રજૂ કરવામા આવ્યું છે.જેમાં ડોર ટુ ડોર કલેશન જૂનો દર યથાવત્ રાખવામાં આવ્યો છે.રા
07:02 AM Feb 10, 2023 IST | Vipul Pandya
  • અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનનું બજેટ
  • અમદાવાદીઓને જંત્રીના નવા દરમાં રાહત
  • નવા જંત્રીના દરનો 3 વર્ષ સુધી અમલ નહી
  • પ્રોપર્ટી ટેકસમાં અંશતઃ વધારો
  • ડોર ટુ ડોર કલેશન જૂનો દર યથાવત્ રાખવામાં આવ્યો
અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા 2023-24ના અંદાજપત્રમાં 1082 કરોડનાં વધારા સાથે 9482 કરોડનું બજેટ (Budget) રજૂ કરવામા આવ્યું છે.જેમાં ડોર ટુ ડોર કલેશન જૂનો દર યથાવત્ રાખવામાં આવ્યો છે.રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન વિભાગ દ્વારા નવા જંત્રીના ભાવ આગામી 3 વર્ષની અમલ કરવામાં નહી આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24 નું અંદાજપત્ર રજૂ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24 નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યો છે જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે સરકાર દ્વાર જંત્રીના નવા દર આગામી ત્રણ વર્ષ સુધી અમલમાં નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય ટેક્સમાં પણ કમિશનર દ્વારા વધારો કરવામાં આવેલ તેમાં પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રાહત આપવામાં આવી છે.
નવો જંત્રીના દર 3 વર્ષ સુધી અમલ નહી.
રાજ્ય સરકારના સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરેલ રિવાઇસ નવી જંત્રીનો અમલ આગામી 3 વર્ષ માટે મ્યુનિસિપલ પ્રોપર્ટી  ટેક્ષ હેતુસર ન કરવા ઠરાવવામાં આવ્યું છે.આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રોપર્ટી ટેક્સના રેટિંગ  રેટના દરમાં દર વર્ષે સૂચવેલ 5 ટકાના વધારાનાં બદલે દર વર્ષે 2 ટકાના વધારાનો અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેકસમાં અંશતઃ વઘારો.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફટ અંદાજ પત્રમાં મિલકત વેરામાં મિલકતો માટે પ્રતિ દર ચોરસ મીટર પ્રતિ વર્ષે 23 રૂપિયા અને મિલકતો માટે ચોરસ મીટર પ્રતિ 37 રૂપિયા લેવાનું નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ પેટ્રોલ,ડીઝલ, રાંધણ ગેસ જેવી તમામ જીવન ચીજ વસ્તુઓનો સમાન વધારો થયેલો હોવાથી નાગરિકોને ટેક્સના ભારણમાં વધારો ન થાય તે માટે કમિશનર દ્વારા સૂચવેલ રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કમિશનર દ્વારા સૂચવવામાં આવેલ રહેણાંક મિલકતોમાં 23 રૂપિયામાંથી ઘટાડીને 20 રૂપિયા તેમજ બિન રહેણાક મિલકતોમાં 37 રૂપિયાથી ઘટાડીને 34 રૂપિયા કરવામાં આવ્યો છે.
એડવાન્સ પ્રોપટી ટેકસમાં રીબેટ સ્કીમ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આવકનો મુખ્ય સ્ત્રોત ટેક્સ છે ટેક્સમાં 10 ટકા રીબેટ આપવામાં આવતો હતો. તેને બદલે હવે 12 ટકા આપવામાં આવશે. ઓનલાઇન એડવાન્સ પેમેન્ટ કરનારને 1 ટકા રીબેટ આપવામાં આવતું હતું.પણ હવે એડવાન્સ ઓનલાઈન ચૂકવનારને આપવામાં 13 ટકા રીબેટ આપવામાં આવશે. જે કરદાતા 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હોય તે લોકોને કુલ 15 ટકા રીબેટ આપવામા આવશે. આ ઉપરાંત બોપલ, ઘુમા, ચિલોડા, કઠવાડા, અસલાલી, સનાથલ, વિશાલપુર, બીલાસિયા જેવા નવા વિસ્તારોને પ્રોપટી ટેકસ રાહત આપવામાં આવશે.
વાહન દર અને ડોર ટુ ડોરનો દર યથાવત્
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વાર્ષિક ડોર કલેક્શન પેટે અલગથી વધારો સૂચવવાનું નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના કલેક્શનમાં જુનો દર જ યથાવત રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વાહન વેરાના દરોમાં સૂચવે બેઝિક પ્રાઇસ આધારિત દરો યથાવત રાખવામાં આવ્યો છે. ઉપરાંત ઈલેક્ટ્રીક વાહનોને 100 ટકા રાહત આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં પ્રતિદિન વધતા વાહનોની સંખ્યાને ધ્યાનમાં લઈને શહેરમાં પોલ્યુશન ફ્રી વાહનો ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યામાં વધારો થાય તે માટે ઈલેક્ટ્રીક વાહનોના દરમાં 100 ટકા રાહત મળશે.

હોસ્પિટલના મિલકત વેરામાં 70 ટકા રીબેટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડીંગમાં આવેલ ટ્રસ્ટ હોસ્પિટલોમાં મિલકત વેરમાં 70 ટકા આયોજન કરવામાં આવ્યું છે. જેવું ગરીબ અને તેમજ સામાન્ય વર્ગના શહેરના નાગરિકોને નજીવી દરે રાહત અને સેવાઓ આપતા હોય તેવા કોર્પોરેશનની માંગણી મુજબ કરાર કરવામાં આવ્યો હતો.જે મુજબ રાહત આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ચેરેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવતા ફિઝિયોથેરાપી સેન્ટરના મિલકત વેરામાં 70 રીબેટ યોજના આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

AMC બજેટમાં અમદાવાદીઓને શું મળશે?
  • 25 કરોડના ખર્ચે સરદાર પટેલ સ્ટેડિયમનું નવીનીકરણ થશે 
  • અસારવા ઓમ નગર અંડરપાસ 5 કરોડના ખર્ચે બનાવાશે 
  • 10 કરોડના ખર્ચે 4 સુપર સકર મશીન ડ્રેનેજ સાફ કરવા ખરીદાશે 
  • આગામી 1 વર્ષમાં નવા 11 લાખ વૃક્ષો વાવવાનું આયોજન 
  • હયાત કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 5 કરોડના ખર્ચે ડાયાલિસિસ સેન્ટર ઊભા કરાશે 
  • 7 કરોડના ખર્ચે રથયાત્રા રૂટ પર હેરિટેજ બ્યુટી ફ્યુકેશન કરાશે 
  • નવા સમાવેશ થયેલા વિસ્તારોના વિકાસ માટે 10 કરોડની ફાળવણી 
  • હેબતપુર,ભાડજ,ઓગણજ,છારોડી,બોપલ,ઘુમાં,ચિલોડા,કઠવાડા સહિતના વિસ્તારોનો થશે વિકાસ 
  • રાણીપ વોર્ડના બલોલનગર ખાતે અંડર ગ્રાઉન્ડ અને ઓવર હેડ પાણીની ટાકી 2 કરોડના ખર્ચ બનાવાશે
  • 2 કરોડના ખર્ચે લાંભા અને કઠવાડા વિસ્તારમાં નવા સ્મશાન બનાવાશે 
  • ચાંદખેડા વોર્ડમાં 50 લાખના ખર્ચે સિટીઝન પાર્ક બનાવાશે
  • સરસપુર,રખિયાલ,સાબરમતિ,દાણીલીમડામાં 5 કરોડના ખર્ચે નવી લાઇબ્રેરી બનશે 
  • ત્રણ કરોડના ખર્ચે નવા નરોડામાં પ્રાથમિક શાળા બનાવાશે
  • 1 કરોડના ખર્ચ દરિયાપુરમાં પાર્વતીબાઇ હેલ્થ સેન્ટરનું રીનોવેશન થશે 
  • 2 કરોડના ખર્ચે ચાંદલોડિયા વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનશે 
  • વલ્લભપાર્ક ખાતે આવેલા પંડિત દીનદયાળ હોલનું 1 કરોડના ખર્ચે નવિનીકરણ કરાશે 
  • ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 કરોડના ખર્ચે નવું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવાશે
  • બોપલ અને ઘૂમામાં 2.68 કરોડના ખર્ચે તળાવનું રિનોવેશન થશે 
  • મધ્યમવર્ગના લોકો માટે 1500 LIG આવાસો બનશે
આ પણ વાંચો--અશોક ગેહલોતે જુનુ બજેટ વાંચ્યું, વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadMunicipalCorporationAMCAMCBudgetBudgetGujaratFirstJantriPropertyTaxes
Next Article