Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગોત્રીમાં શંકાસ્પદ યુવકની લોકોએ ધુલાઇ કરી પોલીસને સોંપ્યો

VADODARA : વડોદરા (VADODARA) માં તસ્કરોની અફવા વચ્ચે ચોરીની ઘટનાઓ રોજબરોજ આવી રહી છે. પોલીસ (VADODARA POLICE) દ્વારા અનેક પ્રયત્નો છતાંય આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. તેવામાં આજે બપોરે ધોળે દહાડે શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા એક ફ્લેટ્સ પાસે...
vadodara   ગોત્રીમાં શંકાસ્પદ યુવકની લોકોએ ધુલાઇ કરી પોલીસને સોંપ્યો

VADODARA : વડોદરા (VADODARA) માં તસ્કરોની અફવા વચ્ચે ચોરીની ઘટનાઓ રોજબરોજ આવી રહી છે. પોલીસ (VADODARA POLICE) દ્વારા અનેક પ્રયત્નો છતાંય આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. તેવામાં આજે બપોરે ધોળે દહાડે શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા એક ફ્લેટ્સ પાસે શંકાસ્પદ હિલચાલ ધરાવતો યુવક જોવા મળતા સ્થાનિકોએ તેની ધુલાઇ કરી હતી. અને બાદમાં તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. હાલ આ મામલે તાલુકા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વયારલ થયો છે. જેમાં યુવકને લોહી નિકળ્યું હોવાનું પણ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે.

Advertisement

પોલીસ અને પ્રજા બંને ચોરીના મામલે સતર્ક છે

વડોદરા શહેર અને જિલ્લામાં વિતેલા કેટલાય સમયથી ચોર આવ્યા ચોર ની અફવાહો સામે આવી રહી છે. આ વચ્ચે અનેક વિસ્તારોમાં ચોરી અને લૂંટની ઘટનાઓ પણ પોલીસ ચોપડે નોંધાઇ છે. તાજેતરમાં જ વારસિયા વિસ્તારમાં તસ્કરો અને સ્થાનિકો આમને સામને આવી જતા મોબ લિંચિંગની ઘટના ઘટી હતી. જેમાં એકનું મોત નિપજ્યું હતું. આ વચ્ચે પોલીસ અને પ્રજા બંને ચોરીના મામલે સતર્ક છે.

પ્રથમ તો તેની ધુલાઇ કરી નાંખી

આજે બપોરે ધોળે દહાડે શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા શ્રીકર એવન્યુ ફ્લેટ્સ પાસે શંકાસ્પદ હિલચાલ ધરાવતો એક યુવક સ્થાનિકોની નજરે ચઢ્યો હતો. યુવકને આવવા અંગે પુછતા તે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન્હતો. જેથી ટોળાએ ભેગા મળીને પ્રથમ તો તેની ધુલાઇ કરી હતી. બાદમાં પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા વડોદરા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને યુવકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

કોઇ પણ સમયે હાથફેરો કરવા તત્પર

દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ તસ્કરો તરખાટ મચાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અંધારી રાત હોય કે પછી ધોળે દહાડે કોઇ પણ સમયે તેઓ હાથફેરો કરવા તત્પર બન્યા હોય તેવું લાગી રહ્યું છે. આ વચ્ચે લોકોમાં સુરક્ષાની ભાવના પુન સ્થાપિત કરવા માટે પોલીસે વધુ કમર કસવી પડશે, તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : તસ્કરોના આંટાફેરાને પગલે માંજલપુરમાં લોકોની નિંદર હરામ

Advertisement

Tags :
Advertisement

.