Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ICC ODI World Cup 2023 : વર્લ્ડ કપની ટિકિટ જોઇએ છે પણ નથી મળતી? તો કરો માત્ર આટલું

ICC મેન્સ વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી ભારતની ધરતી પર શરૂ થઈ રહ્યો છે. ત્યારે ભારતમાં રમાનારી વર્લ્ડ કપની ટિકિટ ખરીદવામાં નિષ્ફળ રહેલા ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે ક્રિકેટ ચાહકો ઑફલાઇન પણ ટિકિટ ખરીદી શકશે. જોકે,...
07:55 PM Sep 27, 2023 IST | Hardik Shah

ICC મેન્સ વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી ભારતની ધરતી પર શરૂ થઈ રહ્યો છે. ત્યારે ભારતમાં રમાનારી વર્લ્ડ કપની ટિકિટ ખરીદવામાં નિષ્ફળ રહેલા ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે ક્રિકેટ ચાહકો ઑફલાઇન પણ ટિકિટ ખરીદી શકશે. જોકે, આ સુવિધા હિમાચલના ધર્મશાલા સ્થિત HPCA સ્ટેડિયમમાં જ આપવામાં આવશે. આ માટે ચાહકોએ મેચના 10 દિવસ પહેલા મેદાન પર ખોલવામાં આવતા કાઉન્ટર પર જવું પડશે.

ઓફલાઈન ટિકિટનું વેચાણ શરૂ થશે

આ વખતે ICC મેન્સ વર્લ્ડ કપ 2023 માં 10 ટીમો ભાગ લઈ રહી છે. ક્રિકેટના મહાકુંભ માટે તમામ ટીમો ખૂબ જ ઉત્સાહિત છે. ભારતમાં ODI વર્લ્ડ કપ 2023 ની શરૂઆત પહેલા, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) ના સચિવ અવનીશ પરમારે કહ્યું છે કે રાજ્ય ક્રિકેટ બોર્ડ સ્થાનિક ચાહકો માટે મેચોની ઑફલાઇન ટિકિટો વેચશે. પત્રકાર પરિષદમાં બોલતા પરમારે જણાવ્યું હતું કે, આગામી વર્લ્ડ કપની શરૂઆત પહેલા ચાહકોને વર્લ્ડ ક્લાસનો અનુભવ આપવા માટે ધર્મશાલા સ્ટેડિયમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. HPCA સચિવે કહ્યું કે, સ્ટેડિયમમાં નવી ડ્રેનેજ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે જે 15-20 મીમી વરસાદ પછી પણ મેચ શરૂ કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે, નવી LED લાઈટો પણ લગાવવામાં આવી છે. સ્ટેડિયમની ક્ષમતા વિશે પૂછવામાં આવતા પરમારે કહ્યું કે તે હજુ પણ છે પરંતુ સ્ટેન્ડનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.

મેચના 10 દિવસ પહેલા કાઉન્ટર ખુલશે

અવનીશ પરમારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ધર્મશાલામાં ODI વર્લ્ડકપની મેચ શરૂ થવાના 10 દિવસ પહેલા અમે સ્થાનિક ચાહકો માટે ઑફલાઇન ટિકિટ વેચવા માટે કાઉન્ટર ગોઠવીશું. ધર્મશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ 2023 ODI વર્લ્ડ કપની પાંચ મેચોની યજમાની કરશે જેમા ન્યુઝીલેન્ડ સામેની ભારતની મેચ પણ સામેલ છે.

ધર્મશાલામાં 5 મેચ રમાશે

7 ઓક્ટોબર: બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન

10 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ

17 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ નેધરલેન્ડ

22 ઓક્ટોબર: ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ન્યુઝીલેન્ડ

28 ઑક્ટોબર: ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યુઝીલેન્ડ

ટીમ ઈન્ડિયા ટાઈટલ માટે પ્રબળ દાવેદાર

આ ટૂર્નામેન્ટની સૌથી મોટી અને સૌથી વધુ રાહ જોવાતી મેચ ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બંને ટીમો વચ્ચેના આ રોમાંચક જંગનું સાક્ષી બનશે. આ વર્ષે ODI વર્લ્ડ કપ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે. યજમાન ટીમ હોવાના કારણે ટીમ ઈન્ડિયા ટાઈટલ માટે પ્રબળ દાવેદાર તરીકે પોતાનો પડકાર રજૂ કરશે. વળી, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ટીમો પણ એશિયન પરિસ્થિતિઓનો લાભ લેવા માંગશે.

આ પણ વાંચો - World Cup પહેલા પાકિસ્તાની કેપ્ટન Babar Azam પર પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો - INDIA vs PAK World Cup Match : આસાનીથી ટિકિટ મેળવવાની લાલચમાં ગઠીયાએ Gandhinagar PDPU ના વિદ્યાર્થીને છેતર્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Cricket World Cup 2023Dharamshala Cricket StadiumHPCA Stadiumicc cricket world cup 2023ICC World Cupicc world cup 2023ICC WORLD CUP 2023 TicketsIndia vs New Zealand ticketsODI World Cup 2023ODI World Cup 2023 ticketsWorld Cupworld cup 2023
Next Article