Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs BAN :ભારતે- બાંગ્લાદેશને હરાવી રચ્યો ઇતિહાસ,આ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી

IND vs BAN: T20 વર્લ્ડ કપ 2024 ની 47મી મેચ ભારત અને બાંગ્લાદેશની (IND vs BAN)ટીમો વચ્ચે રમાઈ હતી. એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી રીતે 50 રનથી જીત મેળવી હતી. સુપર-8 રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાનો...
ind vs ban  ભારતે  બાંગ્લાદેશને હરાવી રચ્યો ઇતિહાસ આ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી

IND vs BAN: T20 વર્લ્ડ કપ 2024 ની 47મી મેચ ભારત અને બાંગ્લાદેશની (IND vs BAN)ટીમો વચ્ચે રમાઈ હતી. એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી રીતે 50 રનથી જીત મેળવી હતી. સુપર-8 રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાનો આ સતત બીજો વિજય છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને (india vs afghanistan)હરાવ્યું હતું. બાંગ્લાદેશ સામેની જીત ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખાસ છે. આ જીત સાથે ભારતીય ટીમે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

Advertisement

ટીમ ઈન્ડિયાએ તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ

ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ આ મેચમાં શાનદાર બેટિંગ કરી અને 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા. ભારતીય ટીમની આ ઇનિંગમાં કુલ 13 સિક્સર જોવા મળી હતી. T20 વર્લ્ડકપના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ટીમ ઈન્ડિયાએ એક મેચમાં આટલી બધી સિક્સર ફટકારી હોય. આ પહેલા ભારતીય ટીમે 2007 T20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં 11 સિક્સર ફટકારી હતી. પરંતુ હવે આ રેકોર્ડ તૂટી ગયો છે.

Advertisement

બાંગ્લાદેશની બેટિંગ ફ્લોપ રહી હતી 

197 રનના ટાર્ગેટના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 146 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન નઝમુલ હુસૈન શાંતોએ સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. જ્યારે રિશાદ હુસૈને 24 રનનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ ટીમ ઈન્ડિયા માટે કુલદીપ યાદવે સૌથી વધુ 3 વિકેટ પોતાના નામે કરી હતી. અર્શદીપ સિંહ-જસપ્રીત બુમરાહ પણ 2-2 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. હાર્દિક પંડ્યાને પણ સફળતા મળી હતી. 

Advertisement

ભારતીય બેટ્સમેનોનું જોરદાર પ્રદર્શન 

આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. હાર્દિક પંડ્યાની વિસ્ફોટક અડધી સદી અને તેના નેતૃત્વમાં બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 196 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 27 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 37 રન, રિષભ પંતે 36 રન અને શિવમ દુબેએ 34 રન બનાવ્યા હતા. જ્યારે બાંગ્લાદેશ તરફથી તન્ઝીમ હસન સાકિબે 32 રનમાં 2-2 અને રિશાદ હુસૈને 43 રનમાં 2 વિકેટ ઝડપી હતી

T20 વર્લ્ડકપમાં સૌથી વધુ વખત 180+ સ્કોર કરનાર ટીમો

  • 11 વખત - ભારત
  • 10 વખત - ઈંગ્લેન્ડ
  • 9 વખત - સાઉથ આફ્રિકા
  • 8 વખત - પાકિસ્તાન

વર્લ્ડ કપની એક ઇનિંગમાં ટીમ ઇન્ડિયા દ્વારા સૌથી વધુ સિક્સર

  • 13 સિક્સર - વિ બાંગ્લાદેશ, એન્ટિગુઆ, 2024
  • 11 સિક્સર - વિ ઇંગ્લેન્ડ, ડરબન, 2007
  • 10 સિક્સર - વિ ઓસ્ટ્રેલિયા, ડરબન, 2007
  • 10 સિક્સર - વિ અફઘાનિસ્તાન, અબુ ધાબી, 2021
  • T20 વર્લ્ડકપનો આ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપમાં 11મી વખત 180+ રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપમાં સૌથી વધુ 180+ રન બનાવનારી ટીમ પણ બની ગઈ છે. ભારતીય ટીમે આ યાદીમાં ઈંગ્લેન્ડને પાછળ છોડી દીધું છે. ઈંગ્લેન્ડે T20 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 10 વખત 180+ રન બનાવ્યા છે.

આ પણ  વાંચો - Archery WorldCup: ભારતની દીકરીઓએ ગૌરવ વધાર્યું, વર્લ્ડ કપમાં જીત્યો ગોલ્ડ મેડલ, બની નંબર-1

આ પણ  વાંચો - IND vs BAN: બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

આ પણ  વાંચો - IND vs BAN: ભારત-બાંગ્લાદેશ મેચ પહેલા PM મોદીએ બંને ટીમોને પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું

Tags :
Advertisement

.