ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ICC WORLD CUP FINAL : જો ફાઇનલમાં વરસાદનું વિઘ્ન નળશે તો કોણ થશે વિજેતા, ભારત કે ઓસ્ટ્રેલિયા ?

ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ વર્લ્ડ કપની બે સૌથી સફળ ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાવા જઈ રહી છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરના ચાહકોમાં આ મેચનો જબરદસ્ત...
01:58 PM Nov 17, 2023 IST | Harsh Bhatt

ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ વર્લ્ડ કપની બે સૌથી સફળ ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાવા જઈ રહી છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરના ચાહકોમાં આ મેચનો જબરદસ્ત ક્રેઝ છે. જો ભારત આ વર્લ્ડ કપનો ખિતાબ જીતશે તો ભારત વર્લ્ડ કપ ટ્રોફીની હેટ્રિક કરશે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા 5 વખત ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી ચૂક્યું છે. આ વર્લ્ડ કપમાં પણ વરસાદની અસર જોવા મળી છે. આવી સ્થિતિમાં જો વર્લ્ડકપની ફાઈનલ મેચમાં વરસાદ પડે તો વર્લ્ડ કપ વિજેતા કોણ હશે?

શું મેચ માટે કોઈ રિસર્વ દિવસ છે?

જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં વરસાદ પડે છે, તો તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો વરસાદ પડે તો આ મેચ બીજા દિવસે એટલે કે 20મી નવેમ્બરે રમાશે. તે જ સમયે, જો બીજા દિવસે પણ વરસાદ પડે છે, તો ભારતને વર્લ્ડ કપનો વિજેતા જાહેર કરવામાં આવશે. આ વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલમાં ભારત ટોપ પર છે, તેથી જો આ મેચ વરસાદને કારણે રદ્દ થશે તો ભારત વર્લ્ડ કપની વિજેતા ટીમ બની જશે. આનાથી સ્પષ્ટ થાય છે કે કુદરત ભારતને નુકસાન પહોંચાડી શકે નહીં, ભારતને વરસાદથી જ ફાયદો થશે.

સુપર ઓવર ડ્રોના નિયમો શું કહે છે?

જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ ડ્રો થશે તો બંને વચ્ચે સુપર ઓવર રમાશે. ધારો કે બંને વચ્ચે સુપર ઓવર પણ ડ્રો થઈ જાય, જેમ કે 2019 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે થયું હતું. આ સ્થિતિમાં, જ્યાં સુધી મેચનું પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી બંને ટીમો વચ્ચે સુપર ઓવર ચાલુ રહેશે. મતલબ કે 2019ના ICC નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આનાથી સ્પષ્ટ છે કે આ મેચનું પરિણામ ચોક્કસપણે જાણી શકાશે. વધુ બાઉન્ડ્રી ફટકારવાના આધારે વિજેતા જાહેર કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો --પાકિસ્તાનના કોચના અવસાનથી લઈ ભારતના બ્લૅક ડે સુધી, આ છે વર્લ્ડ કપના ચર્ચિત કોન્ટ્રોવર્સીયલ મોમેન્ટસ

Tags :
AUS VS INDfinalICC World CupRainreserve day
Next Article