World’s Most Expensive Dog : બેંગ્લોરના વ્યક્તિએ રૂ. 50 કરોડમાં ખરીદ્યો દુનિયાનો સૌથી મોંઘો Wolfdog
- સતીશે આ શ્વાનને ખરીદવા પાછળ 50 કરોડ રૂપિયા ખર્ચ્યા
- આ વુલ્ફડોગ છે જે વરુ અને કોકેશિયન શેફર્ડ વચ્ચેના ક્રોસમાંથી જન્મે છે
- આ દુર્લભ પ્રજાતિનો જન્મ અમેરિકામાં થયો હતો
World’s Most Expensive Dog : બેંગલુરુના પ્રખ્યાત ડોગ બ્રીડર અને ઇન્ડિયન ડોગ બ્રીડર્સ એસોસિએશનના પ્રમુખ એસ સતીશે તાજેતરમાં 50 કરોડ રૂપિયામાં એક દુર્લભ વુલ્ફ ડોગ ખરીદ્યો છે. જેને વિશ્વનો સૌથી મોંઘો શ્વાન માનવામાં આવે છે.
કેડાબોમ્સ ઓકામી એ એક વુલ્ફડોગ છે જે વરુ અને કોકેશિયન શેફર્ડ વચ્ચેના ક્રોસમાંથી જન્મે છે. આ દુર્લભ પ્રજાતિનો જન્મ અમેરિકામાં થયો હતો અને માત્ર આઠ મહિનાની ઉંમરે તેનું વજન 75 કિલોગ્રામથી વધુ છે. આ શ્વાન દરરોજ લગભગ 3 કિલો કાચુ માંસ ખાય છે.
સતીશે આ શ્વાનને ખરીદવા પાછળ 50 કરોડ રૂપિયા ખર્ચ્યા
સતીશે આ શ્વાનને ખરીદવા પાછળ 50 કરોડ રૂપિયા ખર્ચ્યા કારણ કે તે શ્વાન પાળવાનો શોખીન છે અને ભારતમાં અનોખા શ્વાનનનો પરિચય કરાવવા માંગે છે. તેમણે કહ્યું, "મેં આ ડોગ ખરીદવા માટે 50 કરોડ રૂપિયા ખર્ચ્યા કારણ કે મને કૂતરાઓનો શોખ છે અને મને ભારતમાં અનોખા શ્વાન લાવવાનું ગમે છે. સતીશ પાસે સાત એકરનું ફાર્મ છે, જ્યાં દરેક શ્વાન પાસે 20 ફૂટ બાય 20 ફૂટનો રૂમ છે. આ બધા કૂતરાઓની સંભાળ રાખવા માટે છ લોકોની નિમણૂક કરવામાં આવી છે. સતીશના મતે, "તેમના ચાલવા અને દોડવા માટે પૂરતી જગ્યા છે." તેની સંભાળ રાખવા માટે છ લોકો છે, જે દિવસ-રાત તેમની સાથે રહે છે.
એસ સતીશ કોણ છે?
એસ સતીશ બેંગલુરુના રહેવાસી છે અને એક પ્રખ્યાત ડોગ બ્રીડર છે. તેમની પાસે પહેલાથી જ વિવિધ જાતિના 150 થી વધુ શ્વાન છે. તેઓ ઇન્ડિયન ડોગ બ્રીડર્સ એસોસિએશનના પ્રમુખ પણ છે. સતીશને દુર્લભ અને અનોખા શ્વાન પાળવાનો શોખ છે, જેને તે વિવિધ ડોગ શોમાં લઈ જાય છે અને લોકો સામે રજૂ કરે છે.
યુઝર્સ આશ્ચર્યચકિત થયા
50 કરોડ રૂપિયાની કિંમતના શ્વાનના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું...ભાઈ, હું બસ આટલો ધનવાન બનવા માંગુ છું. બીજા એક યુઝરે લખ્યું...તેણે પોતાના 50 કરોડ રૂપિયામાંથી કંઈક કૂતરાને પણ આપવું જોઈતું હતું. જ્યારે બીજા યુઝરે લખ્યું... આ કૂતરો કોઈ દિવસ મારા ભાઈને ખાઈ શકે છે. યુઝર્સ તરફથી કૂતરા વિશે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે, જેના પર યુઝર્સ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો તેણે અમને 50 કરોડ આપ્યા હોત, તો અમે કૂતરા પ્રત્યે વધુ વફાદાર હોત.
આ પણ વાંચો: Rajasthan University : હવે કુલપતિને કુલગુરુ કહેવામાં આવશે, ભાજપના નેતાઓએ 'પતિ' શબ્દ સામે ઉઠાવ્યો હતો વાંધો