ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Facebook પર સરાજાહેર માનવ અસ્થિઓનું વેચાણ કરતી હતી મહિલા, ધરપકડ બાદ શું કહ્યું ?

ન્યૂયોર્ક પોસ્ટમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, 52 વર્ષીય કિમ્બરલી એન શોપર(Kimberly Ann Shoper) નામની મહિલા Facebook પર માનવ અસ્થિઓનું વેચાણ કરતી હતી. ધરપકડ કર્યા બાદ આમ કરવાનું કારણ પુછતા મહિલાએ જણાવ્યું કે, મને ખબર નહતી કે આ ગેરકાયદેસર છે.
06:30 PM Apr 14, 2025 IST | Hardik Prajapati
ન્યૂયોર્ક પોસ્ટમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, 52 વર્ષીય કિમ્બરલી એન શોપર(Kimberly Ann Shoper) નામની મહિલા Facebook પર માનવ અસ્થિઓનું વેચાણ કરતી હતી. ધરપકડ કર્યા બાદ આમ કરવાનું કારણ પુછતા મહિલાએ જણાવ્યું કે, મને ખબર નહતી કે આ ગેરકાયદેસર છે.
featuredImage featuredImage
Human bones sold on Facebook, Gujarat First,

New York: ડેલ્ટોનાની રહેવાસી Kimberly Ann Shoper નામની આ મહિલા માનવ અસ્થિનો સરાજાહેર વેપાર કરતી હતી. પોલીસને ખબર પડતા જ આ મહિલાની ધરપકડ કરી લીધી હતી. જો કે ઈન્ટ્રોગેશન દરમિયાન આ મહિલાએ માનવ અસ્થિનો વેપાર ગેરકાયદેસર છે તેવી ખબર ન હોવાનું જણાવ્યું હતું. આ મહિલાને લગભગ 6.46 લાખ રૂપિયાના બોન્ડના જામીન પર મુક્ત કરવામાં આવી હતી.

Facebook પર સરાજાહેર વેચાણ

તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે વિક્ડ વન્ડરલેન્ડ નામના Facebook પેજ પર માનવ હાડકાંના ઘણા ફોટોઝ પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ ફોટોઝ પર અલગ અલગ કિંમતો પણ લખવામાં આવી હતી. પેજ પર આપેલી માહિતી અનુસાર 2 માનવ ખોપરીની કિંમત $90 (રૂ. 7,500 થી વધુ), માનવ ખભાના હાડકાની કિંમત $90 (રૂ. 7,500 થી વધુ), માનવ પાંસળીની કિંમત $35 (રૂ. 3,000 થી વધુ), માનવ કરોડરજ્જુની કિંમત $35 (રૂ. 3,000 થી વધુ) અને એક આંશિક માનવ ખોપરીની કિંમત $600 (લગભગ રૂ. 52,000) હતી. પોલીસે જપ્ત કરેલા હાડકાંને તબીબી પરીક્ષક પાસે તપાસ માટે મોકલ્યા. ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું કે મહિલા પાસેથી મળેલા માનવ હાડકાં અને ખોપરીઓ ખૂબ જ જૂના હતા. કેટલાક 100 વર્ષથી વધુ જૂના છે, જ્યારે કેટલાક 500 વર્ષથી વધુ જૂના હોઈ શકે છે. હાલમાં, આ મામલાની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ  જગન્નાથ મંદિરની ધજા લઈને સમડી ઊડી ગઈ, અપશુકનિયાળ ઘટનાનો સંકેત કે પછી........

ખાનગી વિક્રેતાઓ પણ સામેલ

ડેલ્ટોનાની રહેવાસી Kimberly Ann Shoper નામની આ મહિલા માનવ અસ્થિનો Facebook પર સરાજાહેર વેપાર કરતી હતી. પોલીસને ખબર પડતા જ આ મહિલાની ધરપકડ કરી લીધી હતી. પ્રાથમિક પુછપરછ દરમિયાન મહિલાએ પોલીસને જણાવ્યું કે, તે વર્ષોથી આ કરી રહી છે કારણ કે તેને ખબર નહોતી કે આમ કરવું ગેરકાયદેસર છે. મહિલાએ સ્વીકાર્યુ કે તેને માનવ હાડકાના ઘણા ટુકડા ખાનગી વિક્રેતાઓ પાસેથી ખરીદ્યા હતા. મહિલાએ આ ખરીદીના દસ્તાવેજો હોવાનો દાવો કર્યો હતો પરંતુ તેણી આ દસ્તાવેજોને રજૂ કરવામાં નિષ્ફળ ગઈ હતી. ત્યારે તેની ધરપકડ કરવામાં આવી અને બાદમાં પોલીસે તેને જામીન પર મુક્ત કરી.

આ પણ વાંચોઃ  પવન કલ્યાણની રશિયન પત્નીએ કરાવ્યું મુંડન , તિરુમાલામાં વાળ કર્યા અર્પણ

Tags :
Deltona woman arrestedFacebook black marketFlorida woman selling bonesForensic bone examinationGujarat FirstGUJARAT FIRST NEWSHuman bone investigationHuman bones sold on FacebookHuman remains marketplaceIllegal trade in human remainsKimberly Ann ShoperOld human remains saleOnline bone traffickingPolice arrest for bone sellingPrivate sellers of human bonesRs 6.46 lakh bondSelling human skulls and bonesUnlawful bone tradeWicked Wonderland Facebook page