ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Big breaking : Mpox ની શોધમાં આવી વેક્સીન, WHO એ આપી મંજૂરી

વેક્સીનથી Mpox બીમારી સામે લડવાની શક્તિ મળશે 9 સપ્ટેમ્બરે ભારતમાં સૌ પ્રથમ Mpox નો દર્દી સામે આવ્યો આરોગ્ય વિભાગને કડક પગલા હાંસલ કરવાનું સૂચન કર્યું છે WHO approves first Mpox vaccine : World Health Organization એ Mpox ની પહેલી...
11:00 PM Sep 13, 2024 IST | Aviraj Bagda
WHO approves first Mpox vaccine

WHO approves first Mpox vaccine : World Health Organization એ Mpox ની પહેલી વેક્સીનને મંજૂરી આપી છે. તો તાજેતરમાં World Health Organization એ જાહેર કર્યું છે કે, આફ્રિકામાં અને અન્ય દેશમાં જે રીતે ઝડપથી Mpox ની બીમારી ફેલાઈ રહી છે. તેના કારણે World Health Organization એ આ વેક્સીનને તુરંત મંજૂરી આપી છે. તો સૌ પ્રથમ આ વેક્સીનનો આફ્રિકા અને તેની આસપાસ આવેલા સ્થળોમાં ઉપયોગ કરવામાં આવશે.

વેક્સીનથી Mpox બીમારી સામે લડવાની શક્તિ મળશે

World Health Organization એ આ અંગે જણાવ્યું છે કે, આ વેક્સની 18 વર્ષ કે પછી તેનાથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવશે. ત્યારે વેક્સીનના કારણે દર્દીઓને Mpox બીમારી સામે લડવાની શક્તિ મળશે. જોકે આ વેક્સીન બવેરિયન નાર્ડિક કંપની દ્વારા બનાવવામાં આવી છે. જોકે હાલમાં આ વેક્સીનની સપ્લાઈ ઓછી છે. કારણ કે... આ વેક્સીનનું ગણતરીના આંકડાામં ઉત્પાદન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: શિક્ષિકા-વિદ્યાર્થી વર્ગખંડમાં સેક્સ કરતા, વિદ્યાર્થીના પિતાએ પણ શિક્ષિકા...

9 સપ્ટેમ્બરે ભારતમાં સૌ પ્રથમ Mpox નો દર્દી સામે આવ્યો

પરંતુ આ વેક્સીનને યૂનિસેફ અને World Health Organization એ મંજૂરી આપી દીધી છે. જેના કારણે દુનિભરમાં Mpox જેવી જીવલેણ બીમારી સાથે રક્ષણ મળશે. તે ઉપરાંત World Health Organization ના પ્રમુખ ટેડ્રોસ અધાનમ ધેબ્રેયેસસે જણાવ્યું છે કે, Mpox ની વેક્સીનની પ્રથમ પ્રી કોલિફિકેશન આ બીમારી સામે મહત્વપૂર્ણ નિદાન તરીકે સાબિત થશે. તે ઉપરાંત 9 સપ્ટેમ્બરના રોજ ભારતમાં સૌ પ્રથમ Mpox નો દર્દી સામે આવ્યો હતો.

આરોગ્ય વિભાગને કડક પગલા હાંસલ કરવાનું સૂચન કર્યું છે

ત્યારે ભારતમાં આ Mpox ને લઈ ખાસ સાવચેતી જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત તમામ રાજ્યના આરોગ્ય વિભાગને કડક પગલા હાંસલ કરવાનું સૂચન કર્યું છે. તો Mpox બીમારી દર્દીઓને માથામાં દુખાવો, તાવ, પીઠમાં દર્દ થવું સહિત શરીર પર લાલ ચાઠ્ઠા પડેલા જોવા મળે છે. તો પાંચ દિવસ સતત તાવ આવે તો તાત્કાલિક સંજોગોમાં નજીકની હોસ્પિટલમાં ખાસ સારવાર લેવી જોઈએ.

આ પણ વાંચો: જો શહેરી યુવતીઓ કરશે ગામાડાના યુવકો સાથે લગ્ન, તો મળશે લાખો રૂપિયા

Tags :
AfricaBavarian Nordic's vaccineGujarat FirstJynneosMPOXMpox outbreakmpox vaccinempox vaccine explainervaccine procurementWHOWHO approves first Mpox vaccineWorld Health Organization
Next Article