Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Taxi Driver ને નજીવી ટક્કર બાબતે ગંભીર માર માર્યો, જુઓ વીડિયો

Ola Cab Driver ની ટક્કર Audi Q3 સાથે થઈ કાર ચાલકે Taxi Driver ને ગંભીર રીતે માર માર્યો કાર ચાલક અને તેની પત્નીની ધરપકડ કરાઈ Taxi Driver Viral Video : સોશિયલ મીડિયા પર દરરોજ વિવિધ પ્રકાર વીડિયો વાયરલ થતા...
11:54 PM Aug 30, 2024 IST | Aviraj Bagda
Mumbai man slams cab driver to ground for bumping into his Audi

Taxi Driver Viral Video : સોશિયલ મીડિયા પર દરરોજ વિવિધ પ્રકાર વીડિયો વાયરલ થતા હોય છે. તેમાંથી અનેક એવા વીડિયો હોય છે. જે વિવાદોનું કારણ બને છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર તાજેતરમાં વાયરલ થયો છે. આ વીડિયોને લઈ દરેક વ્યક્તિઓ
એક કાર Driver પર ટીકાનો વરસાદ કરી રહ્યા છે. ત્યારે ચાલો જાણીએ આ વીડિયો શું કહેવા માગે છે?

Ola Cab Driver ની ટક્કર Audi Q3 સાથે થઈ

મુંબઈના ઘાટકોપર પાસે આવેલા એક વિસ્તારમાં આ ઘટના બની હતી. જે બાદ ઘટનાસ્થળ પર હાજર સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી. ત્યારે કયામુદ્દીન મોઈનદ્દીન કુરેશી ઘાટકોપરના અસલ્ફા વિસ્તારમાં પોતાની Taxi લઈને જઈ રહ્યા હતાં. ત્યારે સંજોગોવશાત કુરેશીની Taxi ત્યાં હાજર એક Audi Q3 સાથે અથડાઈ હતી. ત્યારે આ જોતા જ Audi Q3 માંથી ઋષભ બિભાસ ચક્રવર્તી નામનો વ્યક્તિ ઉતરીને કુરેશી પર થપ્પડોનો વરસાદ કરે છે.

આ પણ વાંચો: Kidnapper નીકળ્યો બાળકનો પિતા, જુઓ પિતા-બાળકનો ભાવૂક વીડિયો

કાર ચાલકે Taxi Driverને ગંભીર રીતે માર માર્યો

તે ઉપરાંત ઋષભ ચક્રવર્તીએ કુરેશીને જમીન ઉપર પણ પછાડે છે. તેના કારણે Taxi Driver કુરેશી ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે. જે બાદ આ ઘટનાને જોતા આસપાસ આવેલા લોકો ઘટનાસ્થળ પર ઉમટી પડે છે. ભીટમાંથી હાજર વ્યક્તિ તાત્કાલિક ધોરણે ઘાયલ Taxi Driver કુરેશીને હોસ્પિટલ સુધી પહોંચાડે છે. જોકે આ વીડિયો 24 ઓગસ્ટનો છે. અને ગંભીર રીતે ઘાયલ થયેલા Taxi Driverને 28 ઓગસ્ટે ભાનમાં આવ્યો હતો.

કાર ચાલક અને તેની પત્નીની ધરપકડ કરાઈ

હોસ્પિટલમાં દાખલ કુરેશીએ ભાનમાં આવ્યા બાદ પોલીસને પોતાનું બયાન નોંધાવ્યું હતું. ત્યારે કુરેશીના બયાન આધારિત ઋષભ અને તેની પત્ની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. જે બાદ પોલીસે આરોપી ઋષભ ચક્રવર્તી અને તેની પત્ની અંતરા ઘોષની ધરપકડ કરી છે. હાલમાં, આરોપીઓની ધરપકડ કર્યા બાદ મુંબઈ પોલીસ આગળ તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: 71 વર્ષના વૃદ્ધે દીકરી સાથે લગ્ન કરવા માટે પત્નીના મોતનું કાવતરું રચ્યું

Tags :
Assault NewsAudiaudi owner hits cab drivercab audi accident MumbaiGhatkoparGhatkopar audi cab accidentghatkopar cab driverGujarat Firstmaharashtra newsMumbai audi cab accidentMumbai cab driverMumbai NewsOlaTaxi Driver Viral Video
Next Article