ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

VIDEO: ટોલ બૂથમાં મહિલાની દબંગાઈ,જુઓ Video

ઉત્તર પ્રદેશના હાપુડના ટોલ પ્લાઝાનો વિડીયો આવ્યો સામે એક મહિલાએ ટોલ બૂથમાં ઘૂસીને કર્મચારીને ધોઈ નાખ્યો કર્મચારીને એક પછી એક 4 સેકન્ડમાં 7 લાફા મારી દીધા Viral Video:ઉત્તર પ્રદેશના હાપુડના ટોલ પ્લાઝાનો (Hapur Toll Plaza )એક વીડિયો સોશિયલ મીડિયા...
07:21 PM Apr 14, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
Hapur Toll

Viral Video:ઉત્તર પ્રદેશના હાપુડના ટોલ પ્લાઝાનો (Hapur Toll Plaza )એક વીડિયો સોશિયલ મીડિયા (Viral Video)પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગાઝિયાબાદ તરફથી કારમાં બેસીને આવેલી એક મહિલાએ ટોલ બૂથમાં ઘૂસીને કર્મચારીને ધોઈ નાખ્યો હતો. આ આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ. આ વીડિયો ક્લિપ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર યુઝર્સ આકરી પ્રતિક્રિયા આપવા લાગ્યા છે.આ ઘટના હાપુડના છિજારસી ટોલ પ્લાઝાની હોવાનું કહેવાય છે.અહીં એક મહિલાએ ટોલ બૂથમાં ઘૂસીને એક કર્મચારીને એક પછી એક 4 સેકન્ડમાં 7 લાફા મારી દીધા હતા. સીસીટીવી ફૂટેજ પર આપેલી જાણકારી અનુસાર, જોકે આ વાયરલ વીડિયોની પુષ્ટિ Gujarat First કરતું નથી.

ગુસ્સામાં મહિલા ટોલ બૂથમાં ઘૂસી ગઈ

આ વીડિયોમાં ટોલ પ્લાઝાની અંદરનો નજારો જોવા મળ્યો છે. જ્યાં ટોલ કર્મી પોતાના કમ્પ્યુટર પર કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની બારી પર 1-2 લોકો દેખાય છે. ત્યારે ગેટ પરથી એક મહિલા ગુસ્સામાં અંદર ઘૂસી આવે છે અને ટોલકર્મીનું ગળું પકડીને તેને હલાવે છે. બાદમાં તે પણ મહિલાને ધક્કો મારે છે. આ ઘટના બાદ મહિલાએ એક પછી એક લાફા મારવાનું શરૂ કરી દે છે.

આ  પણ  વાંચો -Facebook પર સરાજાહેર માનવ અસ્થિઓનું વેચાણ કરતી હતી મહિલા, ધરપકડ બાદ શું કહ્યું ?

મહિલા હાથ જોડીને માફી માગે છે

મારપીટ દરમિયાન ટોલ કર્મી પણ મહિલાથી બચવાની કોશિશ કરતો દેખાય છે. આ દરમિયાન મહિલા તેના પર સતત હુમલો કરતી રહી. ક્લિપના અંતે રૂમમાં બીજો એક ટોલ કર્મી એન્ટર થાય છે અને આ બંને તે મહિલાને હાથ જોડીને માફી માગતા દેખાય છે. તેની સાથે લગભગ 45 સેકન્ડની આ ક્લિપ ખતમ થઈ જાય છે. પણ મહિલાની આ હરકતે સોશિયલ મીડિયા યુઝર્સ પર ગુસ્સો ઠાલવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા મંચ એક્સ પર શેર કર્યો છે. @NCMIndiaa નામના યુઝર્સે સીસીટીવી ફૂટેજ શેર કરતા લખ્યું કે, હાપુડના છિજારસી ટોલ પ્લાઝા પર મહિલાએ ટોલ બૂથમાં ઘૂસીને ટોલકર્મીને ચાર સેકન્ડમાં 7 થપ્પડ મારી.

Tags :
Cctv FootageChhijarsi Toll PlazaFastag issueHapurHapur Chhijarsi toll plaza woman beats employeeHapur Toll Plaza Par Ladai Ka VideoToll Plaza Par Kalesh Ka Viral VideoToll Plaza Par Mahila Ne Karmchari Ko Peeta VideoToll Plaza Par Mahila Ne Ki MarpeetToll worker beatenviral videoWoman attack