VIDEO: ટોલ બૂથમાં મહિલાની દબંગાઈ,જુઓ Video
- ઉત્તર પ્રદેશના હાપુડના ટોલ પ્લાઝાનો વિડીયો આવ્યો સામે
- એક મહિલાએ ટોલ બૂથમાં ઘૂસીને કર્મચારીને ધોઈ નાખ્યો
- કર્મચારીને એક પછી એક 4 સેકન્ડમાં 7 લાફા મારી દીધા
Viral Video:ઉત્તર પ્રદેશના હાપુડના ટોલ પ્લાઝાનો (Hapur Toll Plaza )એક વીડિયો સોશિયલ મીડિયા (Viral Video)પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગાઝિયાબાદ તરફથી કારમાં બેસીને આવેલી એક મહિલાએ ટોલ બૂથમાં ઘૂસીને કર્મચારીને ધોઈ નાખ્યો હતો. આ આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ. આ વીડિયો ક્લિપ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર યુઝર્સ આકરી પ્રતિક્રિયા આપવા લાગ્યા છે.આ ઘટના હાપુડના છિજારસી ટોલ પ્લાઝાની હોવાનું કહેવાય છે.અહીં એક મહિલાએ ટોલ બૂથમાં ઘૂસીને એક કર્મચારીને એક પછી એક 4 સેકન્ડમાં 7 લાફા મારી દીધા હતા. સીસીટીવી ફૂટેજ પર આપેલી જાણકારી અનુસાર, જોકે આ વાયરલ વીડિયોની પુષ્ટિ Gujarat First કરતું નથી.
ગુસ્સામાં મહિલા ટોલ બૂથમાં ઘૂસી ગઈ
આ વીડિયોમાં ટોલ પ્લાઝાની અંદરનો નજારો જોવા મળ્યો છે. જ્યાં ટોલ કર્મી પોતાના કમ્પ્યુટર પર કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની બારી પર 1-2 લોકો દેખાય છે. ત્યારે ગેટ પરથી એક મહિલા ગુસ્સામાં અંદર ઘૂસી આવે છે અને ટોલકર્મીનું ગળું પકડીને તેને હલાવે છે. બાદમાં તે પણ મહિલાને ધક્કો મારે છે. આ ઘટના બાદ મહિલાએ એક પછી એક લાફા મારવાનું શરૂ કરી દે છે.
हापुड़ के छिजारसी टोल प्लाजा पर महिला ने टोल बूथ में घुसकर टोल कर्मी को चार सेकंड में सात थप्पड़ जड़ दिए। उत्तर प्रदेश की पुलिस हो या यहाँ की महिला थप्पड़ मारने में इनका कोई मुकाबला नहीं है pic.twitter.com/Wj6SOy5K7C
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) April 13, 2025
આ પણ વાંચો -Facebook પર સરાજાહેર માનવ અસ્થિઓનું વેચાણ કરતી હતી મહિલા, ધરપકડ બાદ શું કહ્યું ?
મહિલા હાથ જોડીને માફી માગે છે
મારપીટ દરમિયાન ટોલ કર્મી પણ મહિલાથી બચવાની કોશિશ કરતો દેખાય છે. આ દરમિયાન મહિલા તેના પર સતત હુમલો કરતી રહી. ક્લિપના અંતે રૂમમાં બીજો એક ટોલ કર્મી એન્ટર થાય છે અને આ બંને તે મહિલાને હાથ જોડીને માફી માગતા દેખાય છે. તેની સાથે લગભગ 45 સેકન્ડની આ ક્લિપ ખતમ થઈ જાય છે. પણ મહિલાની આ હરકતે સોશિયલ મીડિયા યુઝર્સ પર ગુસ્સો ઠાલવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા મંચ એક્સ પર શેર કર્યો છે. @NCMIndiaa નામના યુઝર્સે સીસીટીવી ફૂટેજ શેર કરતા લખ્યું કે, હાપુડના છિજારસી ટોલ પ્લાઝા પર મહિલાએ ટોલ બૂથમાં ઘૂસીને ટોલકર્મીને ચાર સેકન્ડમાં 7 થપ્પડ મારી.