Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તૂફાનને કારણે સાગરમાં જોવા મળતી Jellyfish અંબરમાં નજરે આવી

આકશમાં ઉડતી Jellyfish જેવી લાલ તરંગો જોવા મળી લાલ રોશનીની તસવીરો Christophe Suarez એ લીધી લગભગ 190 Miles દૂરથી આ ઘટનાની તસવીરો લીધી Jellyfish appear in sky: તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આકાશમાં ઉલ્કા વર્ષાની જાહેરાત કરી હતી. જોકે આ ઉલ્કા વર્ષા...
04:29 PM Aug 17, 2024 IST | Aviraj Bagda
Ultra-rare 'red sprites' phenomenon that look like giant glowing jellyfish appear in sky

Jellyfish appear in sky: તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આકાશમાં ઉલ્કા વર્ષાની જાહેરાત કરી હતી. જોકે આ ઉલ્કા વર્ષા 12 થી 13 ઓગસ્ટની વચ્ચે કરાઈ હતી. જેના અંતર્ગત એક પૃથ્વીના આકારનો ધૂમકેતુ તેના પેટાળમાંથી વિવિધ તારાઓ છૂટા પડશે. તેથી પૃથ્વી પરથી આ નજારો જોતા એવું લાગશે કે, તારાઓ તૂટી રહ્યા છે. ત્યારે આ તમામ તારાઓની રફતાર પણ અલગ હશે. તેથી આકાશમાં વિવિધ સપ્તરંગી ચુંબકીય તરંગો જોવા મળશે. ત્યારે આ ઘટનાને વૈજ્ઞાનિકોએ Perseid meteor shower તરીકે સૂચન કર્યું હતું.

આકશમાં ઉડતી Jellyfish જેવી લાલ તરંગો જોવા મળી

તો તાજેતરમાં France ની અંદર એક વાવાઝોડું જોવા મળ્યું હતું. તેના કારણે France ના આકશમાં ઉડતી Jellyfish જેવી લાલ તરંગો નજરે આવી હતી. આવી ઘટનાઓ અનેક વર્ષોમાં એકવાર આપણી સામે આવે છે. Connexion France ના જણાવ્યા અનુસાર, ફ્રેંચમાં Farfedets નામથી પ્રચલિત આ પ્રકારની રોશની આકાશમાં વિવિધ આકારોનું નિર્માણ કરી હતી. ત્યારે હવામાન વિભાગના નિયુક્ત કરેલા ફોટોગ્રાફર Christophe Suarez એ આ ઘટનાની તસવીરો કેદ કરી હતી. અને આ તસવીરોને Christophe Suarez એ તેના સત્તાવાર X એકાઉન્ટ પર શેર કરી હતી.

આ પણ વાંચો: Astronaut એ પૃથ્વીની પાછળથી ચંદ્રનો અહ્લાદાયક નજારો કર્યો શેર

લાલ રોશનીની તસવીરો Christophe Suarez એ લીધી

આ ઘટનાને France ના Rhône-Alpes માં ઘટી હતી. ત્યારે Christophe Suarez એ જણાવ્યું છે કે, આ લાલ રોશની એક સાગરના પેટાળમાં ચમકતી Jellyfish જેવી લાગી રહી છે. આ દ્રશ્યનું સાક્ષી બનવું મારા માટે ખુશનસીબ જેવું હતું. અમે આ રોશનીથી ઢંકાયેલા વાદળોની નીચે ઉભા હતાં. Christophe Suarez એ છેલ્લા ઘણા વર્ષોથી હવામાન વિભાગ માટે ફોટોગ્રાફર તરીકે કામ કરે છે. તે ઉપરાંત તેઓ આકાશમાં જોવા મળતી આવી અનોખી વસ્તુઓની તસવીરો ખેંચવામાં નિષ્ણાત છે. કારણ કે... અગાઉ પણ આ પ્રકારની લાલ રોશનીની તસવીરો Christophe Suarez એ લીધી હતી.

લગભગ 190 Miles દૂરથી આ ઘટનાની તસવીરો લીધી

આ પ્રકારના દ્રશ્યોને કેદ કરવા માટે Christophe Suarez એ લગભગ 190 Miles દૂરથી આ ઘટનાની તસવીરો લીધી છે. Christophe Suarez એ જમીનથી આશરે 1100 મીટરની ઊંચાઈએ ઉભા હતાં. Christophe Suarez એ કહ્યું છે કે, વૈજ્ઞાનિકો આ લાલ રોશનીને વાસ્તવિક તથ્યોના આધારે સમજાવી શકે, તે શક્ય નથી. તેમના મત અનુસાર તુફાનના કારણે અનેક જીણવટ લાલ કરના તરંગો નીકળ્યા હતાં. જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે વાતાવરણનો અવલોકન કરવામાં આવે, ત્યારે તેમાંથી આ ઘટનાને સંલગ્ન અનેક વૈજ્ઞાનિક કારણો સામે આવી શકે છે.

આ પણ વાંચો: કરોડો વર્ષો પહેલા મંગળ પર હતાં નદીઓ અને તળાવોના ભંડાર, મળ્યા પૂરાવા

Tags :
Christophe SuarezFranceGujarat FirstJellyfish appear in skyPerseid meteor showerred spritesRhône-AlpesTechnology
Next Article