Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Tirupati Balaji Temple માં પ્રસાદ સાથે ભક્તોના દાનમાં પણ કૂટનીતિ!

મંદિરમાં દાનમાં આપેલા વાળની ​​Auction કરોડોમાં થાય છે Auction પહેલા વાળની પાંચ પ્રકારની કેટેગરી તૈયાર થાય છે સફેદ વાળ પણ 5462 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા Tirupati balaji temple hair donation : હાલના દિવસોમાં Tirupati Balaji Temple ના પ્રસાદમાં...
06:57 PM Sep 22, 2024 IST | Aviraj Bagda
tirupati balaji temple hair donation

Tirupati balaji temple hair donation : હાલના દિવસોમાં Tirupati Balaji Temple ના પ્રસાદમાં ભેળસેળને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં એનડીએ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન Tirupati Balaji Temple ના પ્રસાદમાં ભેળસેળનો આક્ષેપ કર્યો હતો. તેમણે આ મામલે અગાઉની સરકાર સામે પગલાં લેવાની વાત પણ કરી હતી. તે ઉપરાંત રિપોર્ટમાં પણ ભેળસેળની પુષ્ટિ થઈ હતી.

મંદિરમાં દાનમાં આપેલા વાળની ​​Auction કરોડોમાં થાય છે

તો Tirupati Balaji Temple માં આવતા ભક્તો તેમના વાળ દાન કરે છે. કહેવાય છે કે મનુષ્યના વાળ મંદિરના ભગવાનને ખૂબ જ પ્રિય છે. ત્યારે જો કોઈ વ્યક્તિ પોતાના વાળ તિરુપતિ બાલાજીમાં દાન કરે છે, તો શ્રી વેંકટેશ્વર તેને ધનિક બનાવે છે. બીજી તરફ એ પણ માન્યતા છે કે, Tirupati Balaji Temple માં પોતાના વાળ દાન કરવાથી જીવનમાંથી દરેક પ્રકારની મુશ્કેલીઓ અને નકારાત્મકતા દૂર થઈ જાય છે. તેની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ મળે છે. જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો Tirupati Balaji Temple માં દાનમાં આપેલા વાળની ​​Auction કરોડોમાં થાય છે.

આ પણ વાંચો: Karnataka High Court એ દંપતીને છૂટાછેડા માટે કોર્ટ નહીં, સ્વામીજી પાસે....

Auction પહેલા વાળની પાંચ પ્રકારની કેટેગરી તૈયાર થાય છે

Tirupati Balaji Temple માં વાળ દાન કર્યા બાદ વાળને અલગ-અલગ કેટેગરીમાં રાખવામાં આવે છે. તેની કિંમત પણ તે મુજબ નક્કી કરવામાં આવે છે. તો દર વર્ષે તિરુપતિ બાલાજીની અંદક અનેક ટન વાળનું દાન જોવા મળે છે, જેની Auction થી મંદિર ટ્રસ્ટને કરોડો રૂપિયાની કમાણી થાય છે. ત્યારે વર્ષ 2018 માં વિવિધ કેટેગરીના લગભગ 1,87,000 કિલો વાળનું વેચાણ થયું હતું. જેના પરિણામે કુલ રૂ. 1.35 કરોડની કમાણી થઈ હતી. Auction પહેલા વાળને પાંચ પ્રકારની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. વાળને તેની લંબાઈ પ્રમાણે અલગ અલગ કેટેગરીમાં રાખવામાં આવે છે.

સફેદ વાળ પણ 5462 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા

વર્ષ 2018 માં સૌથી વધુ ગુણવત્તાવાળા વાળ 22,494 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાયા હતાં. ઓછી ગુણવત્તાના વાળ એટલે કે નંબર 2 કેટેગરીના વાળ 17,223 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાયા હતાં. ત્રીજા ધોરણના વાળ 2833 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતાં. ચાર નંબરની કેટેગરીના વાળ 1195 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતાં, જ્યારે ગ્રેડ પાંચના વાળ 24 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાયા હતાં. આ ઉપરાંત સફેદ વાળ પણ 5462 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતાં. દર વર્ષે વિશ્વભરમાંથી Tirupati Balaji Temple માં લગભગ 500 થી 600 ટન વાળનું દાન થાય છે.

આ પણ વાંચો: Railway Department એ ધોરણ 10 પર 5000 પદ માટે કરે ભરતીની જાહેરાત

Tags :
Gujarat Firsthair donation in Tirupati Balaji templeTirumala Tirupati DevasthanamTirupatiTIRUPATI BALAJI TEMPLETirupati balaji temple hair donationWhat happens with donated hairs in Tirupati temple
Next Article