Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં 99.99% મેળવેલા વિદ્યાર્થી કરતા ત્રિપુરાનો 70% મેળવેલો વિદ્યાર્થી વધુ હોશિયાર છે!

Board Exam ના પેપરનું વિલેક્ષણ કરવામાં આવ્યું અહેવાલમાં CISCE ની Board Exam માં પણ સામેલ છે Gujarat ના પેપરમાં 86.27 ટકા પ્રશ્નો સરળ પૂછવામાં આવે Toughest Board Exam: શિક્ષણ અને પુસ્તકોનું ભારત દેશમાં આદિ-અનાદિથી અનેરું મહત્વ રહેલું છે. ભારતના...
ગુજરાતમાં 99 99  મેળવેલા વિદ્યાર્થી કરતા ત્રિપુરાનો 70  મેળવેલો વિદ્યાર્થી વધુ હોશિયાર છે
  • Board Exam ના પેપરનું વિલેક્ષણ કરવામાં આવ્યું

  • અહેવાલમાં CISCE ની Board Exam માં પણ સામેલ છે

  • Gujarat ના પેપરમાં 86.27 ટકા પ્રશ્નો સરળ પૂછવામાં આવે

Toughest Board Exam: શિક્ષણ અને પુસ્તકોનું ભારત દેશમાં આદિ-અનાદિથી અનેરું મહત્વ રહેલું છે. ભારતના સુવર્ણયુગમાં ભારતની ધરતી પર દેશના જુદા-જુદા ખુણામાંથી લોકો જ્ઞાન મેળવવા માટે આવતા હતાં. પરંતુ આજે પરિસ્થિત વિપરિત છે. કારણ કે... મુઘલો અને બ્રિટિશરોની ગુલામીના સમય બાદ ભારતમાં શિક્ષણનું મહત્વ ઘટવા લાગ્યું હતું. તો આજે આધુનિક સમયમાં વિશ્વના અનેક દેશની તુલનામાં ભારત શિક્ષણ ક્ષેત્રે પાછળ જોવા મળે છે. તો બીજી તરફ એક અહેવાલ સામે આવ્યો છે, જેના અંતર્ગત ભારતના રાજ્યો એકબીજાની તુલનામાં શિક્ષણ ક્ષેત્રે બહોળો તફાવત ધરાવે છે.

Advertisement

Board Exam ના પેપરનું વિલેક્ષણ કરવામાં આવ્યું

તાજેતરમાં PARAKH નામની ખાનગી સંસ્થા દ્વારા એક વિલેક્ષણ કરવામાં આવ્યું હતું. તેના અંતર્ગત ધોરણ 10 અને 12 ના Students ની Board Exam માં અસમાનતા જોવા મળી હતી. જોકે કેન્દ્ર સરકાર તરફથી PARAKH એ અવલોકન કર્યું હતું. તેના અંતર્ગત દેશના કુલ 17 રાજ્યોમાં લેવામાં આવતી Board Exam માં Students માટે મોટાભાગના પ્રશ્નો સરળ હોય છે, અને મહ્દઅંશે મુશ્કેલ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. જોકે આ અવલોકન બે મુખ્ય વિષય અંગ્રેજી અને ગણિતના પરીક્ષાના પેપરનું વિલેક્ષણ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ભારતમાં Dawoodi Bohras ની મહિલાઓ અને ખતનાને લઈ ચોંકાવનારા આંકડા આવ્યા સામે!

Advertisement

અહેવાલમાં CISCE ની Board Exam માં પણ સામેલ છે

આ 17 રાજ્યોમાં ક્રમશ: પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઉત્તરાખંડ, Gujarat , મણિપુર, ઓડિશા, નાગાલેન્ડ, હિમાચલ, કેરળ અને CISCE ની Board Exam માં પણ સામેલ છે. આ અહેવાલના આધારે સૌથી Students માટે સૌથી મુશ્કેલ પ્રશ્નો Board Exam દરમિયાન ત્રિપુરામાં પૂછવામાં આવે છે. Board Exam ના પેપરમાં આશરે 66.6 ટકા પ્રશ્નો મુશ્કેલી ભરેલા હોય છે. ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પેપરમાં 53.37 ટકા, ગોવા બોર્ડ 44.66, છત્તીસગઢ માધ્યમિક શિક્ષણ બોર્ડ 44.44 ટકા અને પશ્ચિમ બંગાળ માધ્યમિક શિક્ષણ બોર્ડ 33.33 ટકા પ્રશ્નો મુશ્કેલ ભરેલા Students માટે તૈયાર કરે છે.

Gujarat ના પેપરમાં 86.27 ટકા પ્રશ્નો સરળ પૂછવામાં આવે

ત્યારે Gujarat ના શિક્ષણ વિભાગ દ્વારા Board Examમાં Students માટે પેપરમાં 86.27 ટકા પ્રશ્નો સરળ પૂછવામાં આવે છે. ત્યારબાદ કેરલામાં 73.08, ઉત્તરાખંડમાં 97.44 ટકા, પંજાબમાં 67.09 ટકા અને નાગાલેન્ડમાં 59.2 ટકા પ્રશ્નો Students માટે સરળ પૂછવામાં આવે છે. તો તેની સરખાણીમાં છત્તીસગઢમાં Students માટે Board Exam માં 47.62 ટકા અને ગોવામાં 44.66 ટકા પ્રશ્નો પૂછવામાં આવે છે. જોકે મહારાષ્ટ્રમાં Board Examના પેપરમાં સરળ અને મુશ્કેલ પ્રશ્નોની ટકાવારી મહ્દઅંશે સરખી રાખવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો: આ કંપની હવે એક સાથે 15 હજાર કર્મચારીઓની કરશે છટણી, જાણો કારણ

Tags :
Advertisement

.