Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Simran Budharup નો ગણપતિ પંડાલમાંથી કથિત વીડિયો થયો વાયરલ

Simran Budharup એ એક કથિત વીડિયો કર્યો શેર લાલબાગચા રાજાના દર્શન કરવાની તક ઘણી ખરાબ રહી વીડિયોના માધ્યમથી માત્ર લોકોને સજાગ રહેવાની વાત કરું છું Simran Budharup Vira Video : હાલ, ભારત દેશ ગણેશ ભક્તિમાં લીન જોવા મળી રહ્યો...
simran budharup નો ગણપતિ પંડાલમાંથી કથિત વીડિયો થયો વાયરલ
  • Simran Budharup એ એક કથિત વીડિયો કર્યો શેર

  • લાલબાગચા રાજાના દર્શન કરવાની તક ઘણી ખરાબ રહી

  • વીડિયોના માધ્યમથી માત્ર લોકોને સજાગ રહેવાની વાત કરું છું

Simran Budharup Vira Video : હાલ, ભારત દેશ ગણેશ ભક્તિમાં લીન જોવા મળી રહ્યો છે. દેશના તમામ લોકો ગણેશની આરાધનામાં ડૂબી ગયા છે. તે ઉપરાંત દરરોજ ગણેશ ભગવાન માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સામાન્ય માણસથી લઈ દેશા દિગ્ગજ કલાકારો, ખેલાડીઓ, અધિકારીઓ ઉપરાંત તમામ નામચીન વ્યક્તિએ પોતાના નિવાસસ્થાને ગણેશ ભગવાનનું સ્વાગત કર્યું છે. ત્યારે એકબાજુ દેશ ગણેશ ભક્તિમાં મંત્રમુગ્ધ છે, તો બીજી તરફ એક ગણેશ પંડાલમાંથી ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

Advertisement

Simran Budharup એ એક કથિત વીડિયો કર્યો શેર

આ વીડિયો મુંબઈથી એક અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. જોકે આ અભિનેત્રી ટીવી સિરીયલમાં પ્રખ્યાત અદાકાર છે. આ અભિનેત્રીનું નામ Simran Budharup છે. તાજેતરમાં Simran Budharup એ મુંબઈમાં આવેલા વિશ્વ પ્રખ્યાત લાલબાગચા રાજાના દર્શન કરવા માટે પહોંચી હતી. ત્યારે Simran Budharup અને પંડાલમાં હાજર સુરક્ષાકર્મી વચ્ચે ધક્કા-મુક્કી સાથે ઉગ્રબોલાચાલી જોવા મળી હતી. તે ઉપરાંત સુરક્ષાકર્મી દ્વારા Simran Budharup સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું હતું. તો આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો Simran Budharup એ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Advertisement

આ પણ વાંચો: Natasa Stankovic એ દિશા પટાનીના મિત્ર પર નજર બગાડી, જુઓ વીડિયો

લાલબાગચા રાજાના દર્શન કરવાની તક ઘણી ખરાબ રહી

જોકે Simran Budharup એ પોતાની માતા સાથે લાલબાગચા રાજાના દર્શન કરવા માટે પહોંચી હતી. ત્યારે ભારે ભીડ હોવાને કારણે Simran Budharup અને સુરક્ષાકર્મી વચ્ચે ઘમાસાણ જોવા મળ્યું હતું. Simran Budharup એ આ ઘટનાનો વીડિયો શેર કરતા જણાવ્યું હતું કે, લાલબાગચા રાજાના દર્શન કરવાની તક ઘણી ખરાબ સાબિત થઈ હતી. લાલબાગચા રાજાના સુરક્ષાકર્મીઓ દ્વારા મને અને મારી માતા સાથે ગેરવર્તન કરીને ધક્કા મુક્કી કરવામાં આવી હતી. તે ઉપરાંત સુરક્ષાકર્મીઓ દ્વારાઅમારા મોબાઈલ ફોન પડાવી લેવામાં આવ્યા હતાં. તે ઉપરાંત મારી માતાને સુરક્ષાકર્મીએ ખરાબ રીતે ધક્કો માર્યો હતો.

Advertisement

વીડિયોના માધ્યમથી માત્ર લોકોને સજાગ રહેવાની વાત કરું છું

Simran Budharup એ વધુમાં જણાવ્યું કે, હું એ વાતથી સજાગ છું કે, સુરક્ષાકર્મીઓ મદદ માટે હોય છે. પરંતુ તેમણે કોઈપણની સાથે ગેરવર્તન કર્યા વિના મદદ કરવી જોઈએ. હું આ વીડિયોના માધ્યમથી માત્ર લોકોને સજાગ રહેવાની વાત કરું છું. મને આશા છે કે, આ વીડિયો બાદ સુરક્ષાકર્મીઓ પોતાના વર્તનમાં સુધારો લાવશે. તેઓ દરેક વ્યક્તિ સાથે યોગ્ય વર્તન કરશે. અને તેમને દર્શન કરવામાં પણ મદદરૂપ સાબિત થશે.

આ પણ વાંચો: Emmy Awards 2024 ની કમાન કોમેડીનો શૂરવીર વીર દાસ સંભાળશે

Tags :
Advertisement

.