Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોણે બનાવ્યું હતું વિશ્વનું સૌથી પ્રાચીન Pyramid, ચોંકાવનારો દાવો!

Pyramid નો મુખ્ય ભાગ એન્ડસાઇટ લાવાથી બનેલો બાંધકામમાં આધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો 27,000 વર્ષ જૂના માટીના નમૂનાઓ ચકાસણી કરાઈ Secrets Of Pyramid: ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં દુનિયાના સૌથી પ્રાચીન વારસા તરીકે Egypt ના જોસેર સ્ટેપ પિરામિડ (Djoser...
08:43 PM Aug 08, 2024 IST | Aviraj Bagda
Humans DID NOT build world’s oldest pyramid 25,000 years ago

Secrets Of Pyramid: ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં દુનિયાના સૌથી પ્રાચીન વારસા તરીકે Egypt ના જોસેર સ્ટેપ પિરામિડ (Djoser Step Pyramid) છે. પરંતુ ગત વર્ષે ઓક્ટોબરમાં આવેલા એક અહેવાલ અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે, Indonesia માં આવેલા Gunung Padang Pyramid ની એક પરતનું નિર્માણ આશરે 25 હજાર વર્ષે પહેલા થયું હતં. ત્યારથી સંશોધન શરું કરવામાં આવ્યું હતું કે, આ Pyramid નું નિર્માણ માનવ દ્વારા કરવામાં આવ્યું છે કે નહીં.

Pyramid નો મુખ્ય ભાગ એન્ડસાઇટ લાવાથી બનેલો

ઈન્ડોનેશિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સના ડેની હિલમેનના નેતૃત્વમાં આ સંશોધન આર્કિયોલોજિકલ પ્રોસ્પેક્શન જર્નલમાં પ્રકાશિત થયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે Pyramid નો મુખ્ય ભાગ એન્ડસાઇટ લાવાથી બનેલો હતો જે કાળજીપૂર્વક કોતરવામાં આવ્યો હતો. એવું પણ સૂચવવામાં આવ્યું હતું કે Pyramid નો સૌથી જૂનો ભાગ જે સામગ્રીમાંથી બનાવવામાં આવ્યો છે. તે લાવાના ટેકરીના ભાગમાં કુદરતી રીતે ઉદ્ભવ્યો હોઈ શકે છે. પાછળથી તે બનાવટી અને પછી સ્થાપત્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો હશે.

આ પણ વાંચો: Hollywood ફિલ્મોની વાર્તા સત્ય થશે, zombies Virus થી સંક્રમિત દર્દીઓ...

બાંધકામમાં આધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો

સંશોધનના અહેવાલ પ્રમાણે અંતિમ હિમયુગમાં માનવ દ્વારા આ Pyramid નું નિર્માણ કરવામાં આવ્યું હશે. સંશોધન અને પુરાતત્વવિદોના જણાવ્યા અનુસાર આ કલા શૈલીને એન્ડસાઇટ કહેવામાં આવે છે. આ એન્ડસાઇટ કલા 11,000 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવી હતી. Gunung Padang Pyramid અને તુર્કીના ગોબેકલી ટીપ વિસ્તારમાં સંશોધન કર્યા પછી સામે આવ્યું છે કે, બાંધકામમાં તે સમયે આધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે ખેતીની પણ શરૂઆત થઈ ન હતી.

27,000 વર્ષ જૂના માટીના નમૂનાઓ ચકાસણી કરાઈ

સંશોધકોએ એવો પણ દાવો કર્યો છે કે Indonesia ના Gunung Padang Pyramid બનાવનારા લોકોમાં અદભૂત ક્ષમતાઓ હતી. સાઉથર્ન કનેક્ટિકટ સ્ટેટ યુનિવર્સિટીના પુરાતત્વવિદ બિલ ફાર્લેના જણાવ્યા અનુસાર, ગુનુંગ પંડાંગમાં મળેલા 27,000 વર્ષ જૂના માટીના નમૂનાઓની ડેટિંગ સાચી સાબિત થઈ છે. પરંતુ, તેમનામાં કોઈપણ પ્રકારની માનવીય પ્રવૃત્તિના કોઈ પુરાવા મળ્યા નથી. આનો અર્થ એ પણ થઈ શકે છે કે આ Pyramid મનુષ્યો દ્વારા બિલકુલ બનાવવામાં આવ્યું ન હતું. આ રહસ્યનો પર્દાફાશ કરવા માટે સંશોધન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: દેશ વેચે પણ નહીં પૂરું થાય પાકિસ્તાનનું દેવું, આંકડો જાણી ચોંકી જશો

Tags :
000 years agobuiltDjoser Step pyramidGujarat FirstGunung Padang pyramidhumansHumans DID NOT build world’s oldest pyramid 25Mystery Of PyramidsoldestPyramidResearch Newsscience newsSecrets Of PyramidSecrets Of PyramidsTrending NewsWorld’s oldest pyramid
Next Article