Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

YouTube એ બદલી કિસ્મત, ટ્રક ડ્રાઈવરની કમાણી મહિને 10 લાખ

છેલ્લા 25 વર્ષથી રાજેશ રવાની Truck Driver તરીકે કાર્યરત એક દુર્ઘટનામાં તેમનો હાથ ગંભીર રીતે ઘાયલ થયો હતો એક મહિનાની અંદર 10 લાખ રૂપિયાની કમાણી કરી Truck Driver Rajesh Rawani: કહેવામાં આવે છે કે, કોઈવાર કોઈપણ વ્યક્તિની કિસ્મત રાતો...
youtube એ બદલી કિસ્મત  ટ્રક ડ્રાઈવરની કમાણી મહિને 10 લાખ
  • છેલ્લા 25 વર્ષથી રાજેશ રવાની Truck Driver તરીકે કાર્યરત

  • એક દુર્ઘટનામાં તેમનો હાથ ગંભીર રીતે ઘાયલ થયો હતો

  • એક મહિનાની અંદર 10 લાખ રૂપિયાની કમાણી કરી

Truck Driver Rajesh Rawani: કહેવામાં આવે છે કે, કોઈવાર કોઈપણ વ્યક્તિની કિસ્મત રાતો રાત બદલ જતી હોય છે. તેવા અનેક ઉદાહરણો વિશ્વમાં અવાર-નવાર આપણી સામે આવતા હોય છે. જોકે ઘટનામાં મોટાભાગે એવા લોકોના દાખલાઓ આપણી સામે આવતા હોય છે, જેમાં લોકો ગરીબી અને આર્થિક તંગીનો શિકાર બની ગયા હોય, ત્યારે એક એવો સૂરજ તેમના જીવનમાં ઉગે છે. જે તેમને માલામાલ કરી મૂકે છે. ત્યારે આવી જ એક ઘટના ઝારખંડમાંથી સામે આવી છે.

Advertisement

છેલ્લા 25 વર્ષથી રાજેશ રવાની Truck Driver તરીકે કાર્યરત

આ વાર્તા ભારતમાં આવેલા ઝારખંડના જામતાડામાં રહેલા એક ટ્રક ડ્રાઈવની છે. એક Truck Driver નું નામ રાજેશ રવાની છે. જોકે રાજેશ રવાની એક youtuber છે. Rajesh Rawani એ YouTube ચેનલ બનાવી છે. પરંતુ રાજેશ રવાનીએ જ્યારે YouTube ચેનલ બનાવી, તે સમયથી તેમનું જીવન ખુશખુશાલ થઈ ઉઢ્યું હતું. રાજેશ રવાનીની એક મહિનાની કમાણી કોઈપણ ઉદ્યોગપતિ કરતા પણ વધારે છે. જોકે Rajesh Rawani ના YouTube ના 1.86 મિલિયન સબ્સક્રાઈબર છે. તે ઉપરાંત છેલ્લા 25 વર્ષથી Rajesh Rawani Truck Driver તરીકે કાર્યરત છે.

આ પણ વાંચો: 3000 વર્ષ જૂના ઈજિપ્તના મગરમચ્છને લઈ વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો

Advertisement

એક દુર્ઘટનામાં તેમનો હાથ ગંભીર રીતે ઘાયલ થયો હતો

Rajesh Rawani એ એક પ્રખ્યાત પોડકાસ્ટ ચેનલમાં સિદ્ધાર્થ કન્નન સાથે વાતચીત કરી હતી. તેમાં તેમણે તેમની જીવન ગાથા, વ્યવસાય અને આર્થિક વ્યવસ્થાની વાત કરી હતી. ત્યારે તેમની વાત સાંભળીને સૌ લોકો સ્તબ્ધ થઈ રહ્યા છે. તે ઉપરાંત તેમણે એવી અનેક ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં તેમનો સામનો મોતથી થયો હતો. એક દુર્ઘટનામાં તેમનો હાથ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમ છતાં તેમણે ડ્રક ચલાવવાનું ચાલુ રાખ્યું હતું. શરૂઆતમાં Rajesh Rawani એ YouTube પર એક વોયસઓવર કરીને વીડિયો શેર કર્યો હતો.

એક મહિનાની અંદર 10 લાખ રૂપિયાની કમાણી કરી

પરંતુ તેમના દીકરાના કહેવા પર તેમણે એવો વીડિયો બનાવ્યો હતો. જેમાં તેઓ પણ જોવા મળી રહ્યા હતાં. ત્યારે આ વીડિયોને એક દિવસની અંદર જ 4.5 લાખ લોકોએ નિહાળ્યો હતો. ત્યારે આ વીડિયો ગણતરીના કલાકોમાં YouTube પર વાયરલ થઈ ગયો હતો. હાલમાં, તેઓ Truck Driver તરીકે મહિનાની અંતે 25 થી 30 હજાર કમાઈ છે. તે ઉપરાંત YouTube ની કમાણી અલગ હોય છે. જે 4 થી 5 લાખ વચ્ચેની હોય છે. અત્યાર સુધીમાં તેમણે છેલ્લે એક મહિનાની અંદર 10 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

Advertisement

આ પણ વાંચો: NASA ના અવકાશયાત્રીએ ભારતની આશ્ચર્યજનક તસવીર કરી શેર,

Tags :
Advertisement

.