Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમિતાભ બચ્ચન કોરોનાને કારણે કેબીસીનું શૂટિંગ સ્થગિત, બિગ બીએ લખ્યું- આ લાચારી

અમિતાભ બચ્ચનન એકવાર ફરીથી કોરોના સંક્રમણના શિકાર થયા છે. બિગ-બીએ પ્રશંસકોને કહ્યું હતું કે તેઓ આ બીમારી સામે લડી રહ્યાં છે  જોકે તેમના સ્વાસ્થ્ય વિશે દરરોજ અપડેટ્સ આપવાનો તેમનો કોઈ ઈરાદો નથી. બિગ બીના કોરોનાને કારણે KBC 14નું શૂટિંગ પણ પ્રભાવિત થયું છે. બિગ બી પણ આ વાતથી ચિંતિત છે. તાજેતરમાં સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન વિશે ચિંતાજનક સમાચાર સાંભળવા મળ્યા. બિગ બીને બીજી વખત કોરોના વà
અમિતાભ બચ્ચન કોરોનાને કારણે કેબીસીનું શૂટિંગ સ્થગિત  બિગ બીએ લખ્યું  આ લાચારી
અમિતાભ બચ્ચનન એકવાર ફરીથી કોરોના સંક્રમણના શિકાર થયા છે. બિગ-બીએ પ્રશંસકોને કહ્યું હતું કે તેઓ આ બીમારી સામે લડી રહ્યાં છે  જોકે તેમના સ્વાસ્થ્ય વિશે દરરોજ અપડેટ્સ આપવાનો તેમનો કોઈ ઈરાદો નથી. બિગ બીના કોરોનાને કારણે KBC 14નું શૂટિંગ પણ પ્રભાવિત થયું છે. બિગ બી પણ આ વાતથી ચિંતિત છે. તાજેતરમાં સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન વિશે ચિંતાજનક સમાચાર સાંભળવા મળ્યા. બિગ બીને બીજી વખત કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.  હવે અમિતાભે બ્લોગમાં પોતાની તબિયત અને કોરોના બાદ નિરાશા વિશે વાત કરી છે. 
અમિતાભ બીમારીથી નિરાશ છે
બિગ બીએ પ્રશંસકોને કહ્યું હતું કે તેઓ આ બીમારી સામે લડી રહ્યા હોવાથી તેમના સ્વાસ્થ્ય વિશે દરરોજ અપડેટ્સ આપવાનો તેમનો કોઈ ઈરાદો નથી. તેમ છતાં તે ચાહકોને તેના સ્વાસ્થ્ય વિશે જણાવતા રહેશે. અમિતાભે બ્લોગમાં લખ્યું- કોરોનાથી બચવા માટે તમામ સાવચેતીઓ અને ડોઝ લેવા છતાં, પ્રથમ ઈન્જેક્શન, બીજું ઈન્જેક્શન અને પછી બૂસ્ટર લીધો તેથી કોવિડ-19 જીતી અને વિજયી થયો. જો હું આમ કહું તો હું નિરાશ છું, તો તે અન્ડર સ્ટેટમેન્ટ હશે, આ ચિંતાનો વિષય છે, જે મારી નજીકના લોકો માટે છે. 
કેબીસીનું શૂટિંગ રોકાવાનું દુઃખ છે
અમિતાભને કોરોના હોવાના કારણે રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ 14નું શૂટિંગ પણ પ્રભાવિત થયું છે. બિગ બી પણ આ વાતથી ચિંતિત છે. તેઓ લખે છે – વર્કફ્રન્ટ પર અચાનક સમસ્યા, તેઓ જેટલું થઈ શકે તેટલું એડજસ્ટ કરવા માંગે છે, પરંતું વ્યર્થ થયેલા સમયને કેવી રીતે ભરવો, ખાસ કરીને ટીવી શોના કિસ્સામાં, જેમ કે દરેક જાણે છે, તેમાં ઘણો સમય લાગે છે. તે સેટઅપ અને સંકલન કરવા માટે ખાસ્સી એનર્જી લે છે. આ લાચારી સિસ્ટમ પર હુમલો કરે છે... આ દરમિયાન, બધું બરાબર થઈ જશે એવી ખાતરી આપનારાઓના કારણે તેમની હિંમત વધી છે. અમિતાભ બચ્ચનના મતે, તેમની હેલ્થ અપડેટ શેર કરવી અર્થહીન છે. આ પહેલાં બિગ બીને 2020માં કોરોના થયો હતો. પછી અભિનેતાને થોડા અઠવાડિયા હોસ્પિટલમાં પસાર કરવા પડ્યા. બચ્ચન પરિવારમાં સૌથી પહેલા અભિષેકને કોરોના થયો હતો, પછી ઐશ્વર્યા રાયને પણ કોરોના થયો હતો.

KBCની 14મી સિઝનને હજુ સુધી કોઇ કરોડપતિ મળ્યો નથી
કૌન બનેગા કરોડપતિની 14મી સીઝનને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વખતે પણ શોને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. KBCની 14મી સિઝનને હજુ સુધી કોઇ કરોડપતિ મળ્યો નથી. કેબીસીના બેકઅપ એપિસોડ છે તેથી અત્યાર સુધી શો ઓન એર થઈ રહ્યો છે. બાકીના બિગ બી ક્યારે શૂટ પર પાછા ફરશે, તેઓ ક્યારે સ્વસ્થ થશે, બેકઅપ એપિસોડ કેટલા સમય સુધી દર્શાવાશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
Advertisement
Tags :
Advertisement

.