Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનનું ગીત 'ધાગોં સે બંધા' સાંભળીને 'તેરે નામ'ની યાદ આવી જશે

અક્ષય કુમારની આગામી ફિલ્મ રક્ષાબંધનનું નવું ગીત એક તરફ લોકોને ભાવુક કરી રહ્યું છે તો બીજી તરફ લોકો તેરે નામ ફિલ્મનું મ્યુઝિકને મિસ કરી રહ્યાં છે. અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનનું નવું ગીત ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતનું શીર્ષક 'ધાગો સે બંધા' છે. ગીત ઈમોશનલ છે. અક્ષય કુમારની બહેનના લગ્ન છે. દરમિયાન, તેઓ કેવી રીતે એકબીજાની સંભાળ રાખીને મોટા થયા તેમના સમગ્ર જીવનના ફ્લેશબà
અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનનું ગીત  ધાગોં સે બંધા  સાંભળીને  તેરે નામ ની યાદ આવી જશે
અક્ષય કુમારની આગામી ફિલ્મ રક્ષાબંધનનું નવું ગીત એક તરફ લોકોને ભાવુક કરી રહ્યું છે તો બીજી તરફ લોકો તેરે નામ ફિલ્મનું મ્યુઝિકને મિસ કરી રહ્યાં છે. અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનનું નવું ગીત ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતનું શીર્ષક 'ધાગો સે બંધા' છે. ગીત ઈમોશનલ છે. અક્ષય કુમારની બહેનના લગ્ન છે. દરમિયાન, તેઓ કેવી રીતે એકબીજાની સંભાળ રાખીને મોટા થયા તેમના સમગ્ર જીવનના ફ્લેશબેક આ ગીતમાં જોવા મળે છે.  આ ગીતનું સંગીત સલમાન ખાનની ફિલ્મ તેરે નામની ઘણી યાદ અપાવે છે. અક્ષય કુમારે આ ગીત તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું છે.
હિમેશે પ્રેરણા લીધી?
અક્ષય કુમારની આગામી ફિલ્મ રક્ષાબંધનનું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. એક તરફ આ ગીત દર્શકોને ભાવુક બનાવી રહ્યું છે. તે જ સમયે આ ગીતની ધૂન તમને સલમાનની સુપરહિટ ફિલ્મ તેને તેરેનામ યાદ કરાવે છે.  આ ગીત પર અનેક લોકોની કમેન્ટ જોવા મળી રહી છે. લોકોએ લખ્યું છે કે હિમેશે તેના જૂના સંગીતમાંથી પ્રેરણા લીધી છે. જો કે, લોકો અરિજીત સિંહ અને શ્રેયા ઘોષાલના કોમ્બિનેશનના વખાણ પણ કરી રહ્યા છે.
અક્ષય 4 બહેનોનો ભાઈ બન્યો 
આ ફિલ્મમાં અક્ષય કુમાર ચાર બહેનોનો ભાઈ બન્યો છે. સહમીન કૌર, દીપિકા ખન્ના, સાદિયા ખતીબ અને સ્મૃતિ શ્રીકાંતે  આ ફિલ્મમાં અક્ષય કુમારની બહેનોની ભૂમિકા ભજવી હતી. ફિલ્મના નિર્દેશક આનંદ એલ રાય છે. ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ રક્ષાબંધનના દિવસે એટલે કે 11મી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. 
લાલ સિંહ ચઢ્ઢા સાથે  બોક્સ ઓફિસ પર ક્લેશ 
આ ફિલ્મની ટક્કર આમિર ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા સાથે થશે. બંને ફિલ્મોની ટક્કર પર અક્ષય કુમારે કહ્યું કે આ કોઈ ક્લેશ નથી, પરંતુ બે ફિલ્મો એકસાથે આવી રહી છે.
Advertisement



Tags :
Advertisement

.