Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વના 10 ફિલ્મ નિર્માતાઓ જેમણે માટે જેલમાં જવું પડ્યું, ફિલ્મોની સરાહના પણ સત્તા સામે વિરોધ

કલાની અભિવ્યક્તિ અને સરકારી અંકુશો વચ્ચે સદીઓથી મતભેદ ચાલ્યા આવે છે. જેમાં રાજ રવિ વર્માની ચિત્રકલાની અભિવ્યક્તિથી લઇ ફિલ્મોની કોન્ટર્વર્સી હોય, ઘણીવાર ફિલ્મ નિર્માતાઓએ સત્તા સામે  પોતાની કલા કે વિચારોની અભિવ્યકિત દર્શાવી હોય તો તેમને ભોગવવાનો વારો આવે છે. ઘણીવાર કાનૂની રીતે સજા પણ મળે છે. આજે આપણે એવા ફિલ્મ નિર્માતાઓ વિશે વાત કરીશું જેઓ સત્તા વિરુદ્ધ પોતાની કલા કે વિચારો રજ
વિશ્વના 10 ફિલ્મ નિર્માતાઓ જેમણે માટે જેલમાં  જવું પડ્યું  ફિલ્મોની સરાહના પણ સત્તા સામે વિરોધ
કલાની અભિવ્યક્તિ અને સરકારી અંકુશો વચ્ચે સદીઓથી મતભેદ ચાલ્યા આવે છે. જેમાં રાજ રવિ વર્માની ચિત્રકલાની અભિવ્યક્તિથી લઇ ફિલ્મોની કોન્ટર્વર્સી હોય, ઘણીવાર ફિલ્મ નિર્માતાઓએ સત્તા સામે  પોતાની કલા કે વિચારોની અભિવ્યકિત દર્શાવી હોય તો તેમને ભોગવવાનો વારો આવે છે. ઘણીવાર કાનૂની રીતે સજા પણ મળે છે. આજે આપણે એવા ફિલ્મ નિર્માતાઓ વિશે વાત કરીશું જેઓ સત્તા વિરુદ્ધ પોતાની કલા કે વિચારો રજૂ કરીને લાઇમ લાઇટમાં આવ્યાં અને તેમાંથી ઘણાં ખરા હાલ જેલમાં છે અથવા તો અગાઉ જેલવાસ ભોગવી ચૂક્યા છે.
 
કલાકારનું અસ્તિત્વ કલાકાર માટે ખતરો બની જાય છે જ્યારે તે સત્તા સામે સવાલ ઉઠાવે છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે સોશિયલ મીડિયા પોસ્ટ કરવા મુદ્દે ત્રણ ઈરાની નિર્દેશકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.  કારણકે  સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે ઈરાની સુરક્ષા દળોને હથિયાર મૂકવાની અપીલ કરી હતી. તેમની અપીલ એ સૈનિકોને હતી જેઓ અબાદાનમાં એક બિલ્ડિંગની સામે વિરોધ પ્રદર્શનમાં તૈનાત હતા. હકીકતમાં, 23 મેના રોજ, ઈરાનના અબાદાનમાં એક નિર્માણાધીન દસ માળની ઈમારત ધરાશાયી થતાં 41 લોકોના મોત થયા હતા. અને 37 લોકો ઘાયલ થયા છે. રસુલોફ અને અલ-અહમદની ધરપકડ બાદ 11 જુલાઈના રોજ ઝફર પનાહીની પણ ધરપકડ કરવામાં આવી હતી. તે રસુલોફને મળવા માટે ફરિયાદીની ઓફિસે પહોંચ્યો હતો, જ્યારે તેની તેહરાનથી ધરપકડ કરવામાં આવી હતી. હવે એવા સમાચાર છે કે તેને 12 વર્ષ જૂના કેસમાં તેમને 6 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ભારતમાં પણ તાજેતરનો મામલો ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની ધરપકડનો છે. તેના પર સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવાનો આરોપ છે. આ તસવીર પોસ્ટ કરવાનો હેતુ ગૃહમંત્રી અમિત શાહની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો હતો, સાથે તેમણે રાષ્ટ્રધ્વજ અંગે પમ એક વિવાદિત પોસ્ટ શેર કરી હતી. 
1. ઝફર પનાહી
ઝફર પનાહી ઈરાની ન્યુ વેવ સિનેમાનું મોટું નામ છે. તેઓ રૂઢિચુસ્ત ઈરાની ધાર્મિક માન્યતાઓ પર સવાલ ઉઠાવતા સામાજિક મુદ્દાઓ પર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમણે 'ધ સર્કલ' અને 'ઓફસાઈડ' જેવી ક્રાંતિકારી ફિલ્મો બનાવી. સાથે જ  'ધ સર્કલ' માટે વેનિસ ગોલ્ડન લાયન એવોર્ડ જીત્યો હતો. તેની ફિલ્મ 'ટેક્સી'એ 2015નો બર્લિન ગોલ્ડન બેર એવોર્ડ પણ જીત્યો હતો. આ ફિલ્મ ઈરાનમાં ગરીબી, લૈંગિકતા અને સેન્સરશિપના મુદ્દાઓને હિંમતભેર ઉઠાવે છે. 2018માં તેની ફિલ્મ 'થ્રી ફેસિસ'ને કાન્સમાં બેસ્ટ સ્ક્રીનપ્લેનો એવોર્ડ પણ મળ્યો હતો. અગાઉ, પનાહીની 2010માં સરકાર વિરોધીઓને સમર્થન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સત્તા વિરુદ્ધ પ્રચાર કરવા બદલ તેમને 6 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ઉપરાંત, તેમના પર 20 વર્ષ સુધી ફિલ્મો બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, બે મહિના જેલમાં રહ્યા બાદ તેમને શરતી જામીન આપવામાં આવ્યા હતા. 

2. મોહમ્મદ રસુલોફ
મોહમ્મદ રસુલોફ ફિલ્મ ક્રિટિક્સનો ફેવરિટ ફિલ્મ નિર્માતા છે. તેઓ તેમની એવોર્ડ વિજેતા ફિલ્મો અને સામાજિક સક્રિયતા માટે જાણીતા છે. તેમની ફિલ્મ 'ધેર ઈઝ નો એવિલ'ને બર્લિન ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મ માટે ગોલ્ડન બેર પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. પરંતુ ઈરાનમાં ટ્રાવેલ પ્રતિબંધના કારણે તે એવોર્ડ લેવા જઈ શક્યા ન હતો. તેમની જગ્યાએ તેમની પુત્રીએ એવોર્ડ સ્વીકાર્યો. રસુલોફના સન્માનમાં, આયોજકોએ  અક ખાલી ખુરશી  પર તેમના નામનું એક કાર્ડ મૂક્યું હતું.  જો કે સુરક્ષા દળોને હથિયાર મૂકવાની અપીલ કરવા બદલ મોહમ્મદ રસુલોફની પણ ધરપકડ કરવામાં આવી હતી.   સાથે જ આ પહેલાંના બે જુના કેસમાં પણ તેમની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ રસુલોફને તેની ફિલ્મ 'મેન ઓફ ઈન્ટિગ્રિટી' માટે એક વર્ષની સજા થઈ હતી. ડોક્યુમેન્ટ્રી 'ઈન્ટરનેશનલ ક્રાઈમ' બનાવવા બદલ તેની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં તેઓ ઈરાની લેખક-કવિના મૃત્યુની તપાસ કરી રહ્યા હતા. રસૂલોફને હાલમાં અન્ય રાજકીય કેદીઓ સાથે તેહરાનની એવિન જેલમાં બંધ કરવામાં આવ્યો છે.

3. મુસ્તફા અલ-અહમદમુસ્તફા 
અલ-અહમદ ઈરાની ફિલ્મ નિર્માતા મોહમ્મદ રસુલોફ સાથે સંકળાયેલો છે. તેણે 2009માં 'પુસ્તેહ' નામની ફિલ્મ બનાવી હતી. આ એક એવા માણસની વાત છે જે જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાનું નવું જીવન શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ જ કેસમાં તેની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં પનાહી અને રસુલોફની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ કલા જગતના 334 લોકોમાં પણ હતા જેમણે અબાદાન વિરોધમાં તૈનાત પોલીસકર્મીઓને પીછેહઠ કરવાની અપીલ કરી હતી. રસૂલોફ સાથે અલ-અહમદની ધરપકડ કરવામાં આવી હતી. તે તેહરાનની એવિન જેલમાં બંધ છે.

4. અવિનાશ દાસ
અવિનાશ દાસ પત્રકાર હતા. પછી ફિલ્મમેકર બન્યા. 2017માં તેમણે સ્વરા ભાસ્કર, સંજય મિશ્રા અને પંકજ ત્રિપાઠી સાથે 'અનારકલી ઓફ આરા' નામની ફિલ્મ બનાવી. આ પછી તેણે ZEE5 માટે 'રાત બાકી હૈ' નામની ફિલ્મ અને MX પ્લેયર માટે 'રનવે લુગાઈ' જેવી સિરીઝનું નિર્દેશન કર્યું. લોકપ્રિય Netflix શ્રેણી SHE ની પ્રથમ સિઝન આરિફ અલી સાથે અવિનાશ દાસ દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. અવિનાશે તાજેતરમાં જ અમિત શાહ અને IAS પૂજા સિંઘલનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ તસવીરમાં પૂજા અમિત શાહના કાનમાં કંઈક કહેતી જોવા મળી રહી છે. પૂજા સિંધલએ અધિકારી છે જેની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આનાથી ગૃહમંત્રીની છબીને નુકસાન થયું છે તેવું માનવામાં આવતું હતું. 19 જુલાઈની સવારે જ્યારે અવિનાશ તેમની ઓફિસે જવા નીકળ્યો ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી હતી એક દિવસના પોલીસ રીમાન્ડ પમ આપ્યાં ત્યારબાદ ગઇકાલે કોર્ટે તેમને શરતી જામીન આપ્યાં છે. 
5. હુસેન રાજાબિયન
હુસેન રાજાબિયન ઈરાની ફિલ્મ નિર્માતા, લેખક અને ફોટોગ્રાફર છે. 2013માં તે મહિલાઓના છૂટાછેડાના અધિકારો પર 'ધ અપસાઇડ-ડાઉન' બનાવી રહ્યો હતો. તે દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ તેના  શૂટીંગના  ઇક્વિપમનેન્ટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. જો કે, આ ધરપકડ 2007માં તેના અને તેના સહયોગીઓ દ્વારા બનાવવામાં આવેલી અંડરગ્રાઉન્ડ મ્યુઝિક શેરિંગ વેબસાઇટ બનાવવાના સંદર્ભે કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેમને તેહરાનની એવિન જેલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને એક અંધારા રૂમમાં રાખવામાં આવ્યો હતો. જેલમાં પણ તેણે જેલની બત્તર પરિસ્થિતિ અને ખરાબ સુવિધાઓને લઈને રાજાબિયન 14 દિવસની ભૂખ હડતાળ પર પણ ઉતર્યા હતા. જે બાદ તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. 2016માં ટ્રાયલ ચાલી જ્યાં ત્રણ મિનિટની સુનાવણી બાદ તેને છ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જેલમાં ત્રણ વર્ષની સજા ભોગવ્યા બાદ, તે હવે જામીન પર બહાર છે પરંતુ તેની પાસે નાગરિક અધિકાર નથી. જેલ માંથી બહાર આવ્યા બાદ રાજાબીને નવી ફિલ્મ 'ક્રિએશન બીટવીન ટુ સરફેસ' બનાવી, જેને પણ ફિલ્મ ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી.

6. કિરીલ સેરેબ્રેની 
કોવકિરીલ સેરેબ્રેનિ કેફ એક રશિયન ફિલ્મ નિર્માતા છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની ફિલ્મો સતત  દર્શાવવમાં આવે છે. 2016 માં, તેમની ફિલ્મ UCHENIK કાન્સમાં દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ 2018, 2021 અને 2022માં તેમની ફિચર ફિલ્મ સ્પર્ધાની શ્રેણીમાં તેની ફિલ્મો બતાવવામાં આવી હતી. 2022 માં, તેની તાજેતરની ફિલ્મ ઝેના ચેકોવસ્ક્વા (ઝેના ચાઇકોવસ્કોગો) કાન્સ ખાતે દર્શાવવામાં આવી હતી. જો કે 2017માં છેતરપિંડીના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ધરપકડ માટે આ મુખ્ય કારણ માનવામાં આવતું ન હતું. આ ધરપકડ રાજકીય રીતે પ્રેરિત માનવામાં આવી હતી. તેઓ પ્રચલિત રૂઢિચુસ્ત પરંપરાઓને તોડવા અને રાષ્ટ્રપતિ પુતિનની ટીકા કરવા માટે જાણીતા છે. એપ્રિલ 2019 માં, તેની ધરપકડના 20 મહિના પછી, સેરેબ્રેનિકેફને જામીન પર મુક્ત કરાઇ હતી.

7. સેવોલોદ કોરોલી
વકોરાયોફ એક રશિયન ફિલ્મ નિર્માતા છે જે સામાજિક, રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મો માટે જાણીતા છે. તેમની છેલ્લી બે ડોક્યુમેન્ટ્રી બે મહિલાઓ વિશે હતી. જેમાંથી એક પત્રકાર અને બીજો કલાકાર છે. બંને મહિલાઓ હાલ જેલમાં છે. તેણે યુક્રેન-રશિયા યુદ્ધનો વિરોધ કર્યો. માર્ચમાં, પુતિન સરકારે એક કાયદો પસાર કર્યો હતો જેમાં રશિયન સૈન્ય વિશે નકલી સમાચાર ફેલાવનારા લોકોને જેલમાં ધકેલી દેવા માટે કહેવામાં આવ્યું હતું. સેવોલ્ડ કોરાયોફની આ નિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. કોરાયોફે સોશિયલ મીડિયા પર રશિયાના યુક્રેન પરના આક્રમણનો વિરોધ કરતી પોસ્ટ સતત મૂકતી હતો. જે બાદ રશિયન સેના વિશે ખોટી માહિતી ફેલાવવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. 11 સપ્ટેમ્બરે ધરપકડ કરાયેલા કોરયોફને હવે 13 જુલાઈએ કોર્ટે જામીન આપી દીધા છે.
8. અજય ટી.જી
અજય ટીજી એક ભારતીય ફિલ્મ નિર્માતા, પત્રકાર અને સોશિયલ એક્ટિવિસ્ટ છે. તેમની 'લિવિંગ મેમરી', 'સફર' અને 'લાસ્ટ શેલ્ટર' પણ સામાજિક મુદ્દાઓ પર આધારિત છે. 2004ની લોકસભાની ચૂંટણીમાં, તે નક્સલવાદી ગામમાં ગયેલા ફેક્ટ-ફાઇન્ડિંગ જૂથનો ભાગ હતી. ત્યાં તેઓ વચ્ચે ઝપાઝપી થઈ અને તેમનો કેમેરો છીનવાઈ ગયો. જે બાદ અજયે એક નક્સલીને પોતાનો કેમેરો પરત કરવા માટે પત્ર લખ્યો હતો. તેવું પોલીસ માને છે. પરંતુ તેણે કહ્યું કે તેણે કોઈ પત્ર લખ્યો નથી. આ પત્રને કારણે, પોલીસે મે 2008માં નક્સલવાદી કનેક્શનનો હવાલો આપીને તેની ધરપકડ કરી, પછી ઓગસ્ટ 2008માં તેને છોડી દીધો. અને 2016માં કોર્ટે તેને આ કેસમાંથી મુક્ત પણ કર્યો હતો.

9. દેબા રંજન સારંગી
દેબા રંજન સારંગી એક ભારતીય ફિલ્મ નિર્માતા અને સામાજિક કાર્યકર છે. તેમનું સિનેમેટિક કાર્ય સામાજિક-રાજકીય વિષયો પર પણ છે જેમ કે: એટ ધ ક્રોસરોડ્સ,  તેમની ફિલ્મો છે. 2005ના એક કેસમાં 18 માર્ચ 2016ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તે આદિવાસી ચળવળનો ભાગ બન્યો હતો. જ્યાં આદિવાસીઓ કાશીપુર (ઓડિશા)માં બોક્સાઈટ ખાણકામ માટે તેમની જમીન આપવાનો વિરોધ કરી રહ્યા હતા. એપ્રિલ 2016 માં, 500 કલાકારો, લેખકો અને સામાજિક કાર્યકરોએ પણ તેમની મુક્તિની માંગ કરતો એક લેટર પણ લખ્યો હતો.

10. હજુજ કુકા -
જુલાઇ 1989માં, ઓમર અલ-બશીરે સુદાનમાં સત્તા પર કબજો જમાવ્યો. 2019માં તેમના પદ પરથી હટાવવામાં આવ્યા ત્યાં સુધી, તેમણે કટ્ટરપંથી એજન્ડા ચલાવવાનું ચાલુ રાખ્યું, જેના માટે સિનેમાને નુકસાન સહન કરવું પડ્યું. 1989 થી, સુદાનની સિનેમા બર્લિનની દિવાલની જેમ તૂટી ગઈ છે. ઘણા ફિલ્મ નિર્માતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. જેઓ બચી ગયા તેઓ વિદેશ ગયા. પછી કેટલાક નવા ફિલ્મ નિર્માતાઓ આવ્યા, જેમણે તેમના પૂર્વજોથી પ્રેરિત થઈને સિનેમાને પુનર્જીવિત કર્યું. તેમાંથી એક અગ્રણી નામ ફિલ્મ નિર્માતા હજુજ કુકાનું છે. તે તેની 2014ની ડોક્યુમેન્ટ્રી 'બીસ્ટ ઓફ ધ એન્ટોનિયો' માટે જાણીતો છે. ઓગસ્ટ 2020માં એક શૂટ દરમિયાન થયેલા ઝઘડાને કારણે તેની તથા તેમના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ ધરપકડને રાજકીય રીતે પ્રેરિત પણ માનવામાં આવે છે કારણ કે તે સરકાર વિરુદ્ધ સતત ટીકા કરતો રહે છે. તેની ધરપકડના ત્રણ મહિના બાદ ઓક્ટોબરમાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો.
 
Advertisement
Tags :
Advertisement

.