ફિલ્મ નિર્માતાએ તેની પત્ની પર ચઢાવી દીધી કાર, વિડીયો વાયરલ
ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રા (Kamal Kishore Mishra) પર તેમની પત્નીને કારથી કચડી નાખવાનો આરોપ છે. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. મહત્વનું છે કે, પત્નીએ કમલને બીજી મહિલા સાથે પકડી લીધો હતો, જેના પછી આ અકસ્માત થયો હતો. પોલીસે બુધવારે જણાવ્યું કે, ઘટનાના CCTV ફૂટેજના આધારે કમલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના 19 ઓક્ટોબરે પશ્ચિમ અંધેરીમાં રહેણાંક મકાનના પાર્કિંગ વિસ્તારમાં બની હતી.પોલીસે
ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રા (Kamal Kishore Mishra) પર તેમની પત્નીને કારથી કચડી નાખવાનો આરોપ છે. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. મહત્વનું છે કે, પત્નીએ કમલને બીજી મહિલા સાથે પકડી લીધો હતો, જેના પછી આ અકસ્માત થયો હતો. પોલીસે બુધવારે જણાવ્યું કે, ઘટનાના CCTV ફૂટેજના આધારે કમલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના 19 ઓક્ટોબરે પશ્ચિમ અંધેરીમાં રહેણાંક મકાનના પાર્કિંગ વિસ્તારમાં બની હતી.
પોલીસે ફિલ્મ પ્રોડ્યુસર વિરુદ્ધ નોંધ્યો કેસ
ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રા વિરુદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અંબોલી પોલીસે મિશ્રા વિરુદ્ધ આઈપીસીની કલમ 279 અને 338 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મિશ્રાએ કથિત રીતે 19 ઓક્ટોબરે તેની પત્નીને કાર વડે ટક્કર મારી હતી. યાસ્મીન નામની મહિલાનો દાવો છે કે તે તેની પત્ની છે. મિશ્રાની પત્ની યાસ્મીન ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પત્નીની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, તેઓ નિર્માતાને શોધી રહ્યા છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.
મહિલાના પગમાં ફ્રેક્ચર થયું
મળતી માહિતી મુજબ ફિલ્મ પ્રોડ્યુસર કમલ કિશોર પોતાની ગર્લફ્રેન્ડ સાથે કારમાં બેઠો હતો. ત્યારે તેની પત્નીએ તેને રંગે હાથે પકડી લીધો હતો. પત્નીએ કારની બારી નીચી કરવાનું કહ્યું તો બારી નીચી કરવાને બદલે પતિએ કાર પત્ની ઉપર ચઢાવી દીધી. જેના કારણે પત્નીના પગમાં ફ્રેક્ચર થયું હતું. આ મામલે ફિલ્મ પ્રોડ્યુસર કમલ કિશોર મિશ્રા વિરુદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
Advertisement
કારમાં ગર્લફ્રેન્ડ સાથે પતિ બેઠો હતો
કિશોર મિશ્રાની પત્નીએ પોલીસને જણાવ્યું કે, જ્યારે તે તેના પતિ કમલ કિશોર મિશ્રાના ઘરે ગઈ ત્યારે તેણે તેને તેની ગર્લફ્રેન્ડ સાથે કારમાં બેસીને કેટલાક વાંધાજનક 'કૃત્યો' કરતો જોયો. પત્નીના કહેવા પ્રમાણે, તેણે પોતાની કારના કાચ નીચો કરવા કહ્યું, પરંતુ કાચ નીચો કરવાને બદલે પતિએ પત્ની પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો. આ મામલે હજુ સુધી કમલ કિશોર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. આ કેસનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં કાર ટક્કર મારતી જોવા મળી રહી છે. આ વિડીયો ન્યૂઝ એજન્સી ANIના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.
કમલ કિશોર મિશ્રા વન એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ પ્રોડક્શન નામનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે. હાલમાં જ તેણે ફિલ્મ દેહાતી ડિસ્કો પ્રોડ્યુસ કરી હતી, જેમાં ગણેશ આચાર્ય પણ જોવા મળ્યા હતા. આ સિવાય તેણે શર્મા જી કી લગ ગયી, ફ્લેટ નંબર 420 જેવી ફિલ્મો બનાવી છે.