ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Fast Tomato Cutter: અત્યંત ચપળતાથી ટામેટા કાપતા માણસનો વીડિયો જોઈ નેટિઝન્સ ચોંકી ગયા

એક ચપળ માણસે ચપળતા દાખવીને માત્ર 35 સેકન્ડમાં 20 કિલો ટામેટા કાપી નાંખ્યા. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ઈન્ટરનેટ યુઝર્સ પણ ચોંકી ગયા છે અને Fast Tomato Cutter માટે જાત-ભાતની કોમેન્ટ કરી રહ્યા છે.
08:46 PM Mar 19, 2025 IST | Hardik Prajapati
featuredImage featuredImage
Fast Tomato Cutter

અમદાવાદઃ વિવિધ શાકભાજી સમારવી, લસણ ફોલવું, વટાણા ફોલવા, દાડમ અને મકાઈના દાણા નીકાળવા વગેરે જેવા કામો પુરૂષો કરતા સ્ત્રીઓ સરળતાથી કરતી હોય છે. જો કે એક પુરુષે માત્ર 35 સેકન્ડમાં 20 કિલો ટામેટા કાપીને સ્ત્રીઓને આ બાબતે પાછળ રાખી દીધી છે.

35 સેકન્ડમાં 20 કિલો ટામેટા કાપ્યા

આ વાયરલ વીડિયોમાં એક માણસ એક મોટા તપેલામાં અંદાજિત 20 કિલો ટામેટા મુકે છે. ત્યાર બાદ એક જ હાથમાં 2 ધારદાર છરી વડે અત્યંત ઝડપથી ટામેટા કાપી નાંખે છે. આ માણસ આ કામ ચપળતાપૂર્વક કરતો હોવાથી તેને માત્ર 35 સેકન્ડ જ લાગે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

19 લાખ વ્યૂઝ અને 8.5 હજાર લાઈક્સ મળ્યા

આ વીડિયોમાં એક માણસ એક જ હાથમાં 2 ધારદાર છરી વડે અત્યંત ઝડપથી ટામેટા કાપી નાંખે છે. આ માણસ માત્ર 35 સેકન્ડમાં જ  ચપળતાપૂર્વક 20 કિલો ટામેટા કાપી નાખે છે.  આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 19 લાખ વ્યૂઝ અને સાડા આઠ હજારથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે.

રંગ બે રંગી કોમેન્ટ્સ

માત્ર 35 સેકન્ડમાં 20 કિલો ટામેટા કાપતો વીડિયો પર યુઝર્સ રંગ બે રંગી કોમેન્ટ્સ આપી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું કે, આ તપેલામાં ટામેટા કાપતા માણસનો પરસેવો પણ પડી રહ્યો હશે. બીજા યુઝરે લખ્યું કે કંદોઈ સારો છે. ત્રીજા યુઝરે લખ્યું કે ખરાબ ટામેટા પણ કાપી નાંખ્યા હશે, તેમાં જીવડા પણ પડ્યા હશે.

આ પણ વાંચોઃ Pakistan: એક વિદેશી મહેમાનને પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડરનો સામનો થતાં કોમિક મોમેન્ટ ક્રિયેટ થઈ, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચોઃ પેરેન્ટ્સની ફાઈટ, ઊંઘ ન આવવી, સ્કુલમાં લગાવ્યુ લેટર બોક્સ તો બાળકોએ શેર કરી ચોંકાવનારી પ્રોબ્લેમ્સ

Tags :
20 kg Tomatoes35 SecondsExtreme AgilityFast Tomato CutterGujaratFirstgujaratfirstnewsMixed Commentssocial media viralTomato Cuttingviral video