Fast Tomato Cutter: અત્યંત ચપળતાથી ટામેટા કાપતા માણસનો વીડિયો જોઈ નેટિઝન્સ ચોંકી ગયા
- 35 સેકન્ડમાં 20 કિલો ટામેટા કાપ્યા
- સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
- 19 લાખ વ્યૂઝ અને 8.5 હજાર લાઈક્સ મળ્યા
અમદાવાદઃ વિવિધ શાકભાજી સમારવી, લસણ ફોલવું, વટાણા ફોલવા, દાડમ અને મકાઈના દાણા નીકાળવા વગેરે જેવા કામો પુરૂષો કરતા સ્ત્રીઓ સરળતાથી કરતી હોય છે. જો કે એક પુરુષે માત્ર 35 સેકન્ડમાં 20 કિલો ટામેટા કાપીને સ્ત્રીઓને આ બાબતે પાછળ રાખી દીધી છે.
35 સેકન્ડમાં 20 કિલો ટામેટા કાપ્યા
આ વાયરલ વીડિયોમાં એક માણસ એક મોટા તપેલામાં અંદાજિત 20 કિલો ટામેટા મુકે છે. ત્યાર બાદ એક જ હાથમાં 2 ધારદાર છરી વડે અત્યંત ઝડપથી ટામેટા કાપી નાંખે છે. આ માણસ આ કામ ચપળતાપૂર્વક કરતો હોવાથી તેને માત્ર 35 સેકન્ડ જ લાગે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
19 લાખ વ્યૂઝ અને 8.5 હજાર લાઈક્સ મળ્યા
આ વીડિયોમાં એક માણસ એક જ હાથમાં 2 ધારદાર છરી વડે અત્યંત ઝડપથી ટામેટા કાપી નાંખે છે. આ માણસ માત્ર 35 સેકન્ડમાં જ ચપળતાપૂર્વક 20 કિલો ટામેટા કાપી નાખે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 19 લાખ વ્યૂઝ અને સાડા આઠ હજારથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે.
રંગ બે રંગી કોમેન્ટ્સ
માત્ર 35 સેકન્ડમાં 20 કિલો ટામેટા કાપતો વીડિયો પર યુઝર્સ રંગ બે રંગી કોમેન્ટ્સ આપી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું કે, આ તપેલામાં ટામેટા કાપતા માણસનો પરસેવો પણ પડી રહ્યો હશે. બીજા યુઝરે લખ્યું કે કંદોઈ સારો છે. ત્રીજા યુઝરે લખ્યું કે ખરાબ ટામેટા પણ કાપી નાંખ્યા હશે, તેમાં જીવડા પણ પડ્યા હશે.
આ પણ વાંચોઃ પેરેન્ટ્સની ફાઈટ, ઊંઘ ન આવવી, સ્કુલમાં લગાવ્યુ લેટર બોક્સ તો બાળકોએ શેર કરી ચોંકાવનારી પ્રોબ્લેમ્સ