Monalisa Viral Video:વાયરલ ગર્લ મોનાલિસાનો નવો લુક? સત્ય જાણીને તમે દંગ રહી જશો
- મહાકુંભની વાયરલ ગર્લનો બદલાયો લુક
- નવો વિડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થયા
- મોનાલિસાનો વધુ એક વિડિયો વાયરલ થયો
Monalisa Viral Video: પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયેલી ગર્લ મોનાલિસાનો વધુ એક વિડિયો સોશિયલ (Monalisa Viral Video)મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહાકુંભ મેળા દરમિયાન ફૂલ વેચનારી આ 16 વર્ષની છોકરી થોડી જ વારમાં ઈન્ટરનેટ સેલિબ્રિટી બની ગઈ. સોશ્યિલ મીડિયા પર મોનાલિસા કે મોનાલિસાના ફેન્સના નામે ઘણા એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. હવે મોનાલિસાનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અલગ અવતારમાં જોવા મળી રહી છે.
નવો વિડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થયા
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા મોનાલિસાનો આ નવો વિડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાસ્તવમાં, આ વિડિયોમાં મોનાલિસાએ શોર્ટ ડ્રેસ પહેર્યો છે અને તે તેના ખુલ્લા વાળ સાથે અલગ અંદાજમાં લટકા-મટકા કરતી જોવા મળી રહી છે. આ વિડિયો જોયા પછી લોકો વિચારી રહ્યા છે કે મોનાલિસાએ પોતાને ટ્રાંસફોર્મ કરી નાખી છે. આ વિડિયોને લઈને લોકોના મનમાં ભલે ગમે તેટલા સવાલો ઉઠતા હોય, પરંતુ અમે તમને આ વિડિયોની સત્યતા વિશે જણાવીશું, આ વિડિયો ક્યારેનો છે અને કેવી રીતે શૂટ કરવામાં આવ્યો છે
View this post on Instagram
આ પણ વાંચો-Maharashtra માં રખડતા શ્વાન બાદ હવે બિલાડીઓની પણ નસબંધી કરાશે
વિડિયોમાં મોનાલિસાનો બદલાયેલો લુક કે બીજું કંઈક?
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વિડિયોમાં એક યુવતી પીળા ટ્યુબ બોડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. વિડિયોમાં દેખાતી આ છોકરી ખૂબ જ આત્મવિશ્વાસથી પોઝ આપી રહી છે. આ વિડિયોને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે તેને મોનાલિસાનો નવો અવતાર કહેવાનું શરૂ કર્યું, જો કે જ્યારે આ વિડિયોનું સત્ય સામે આવ્યું તો બધા ચોંકી ગયા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડિયો વાસ્તવમાં બોલિવૂડ એક્ટ્રેસ વામિકા ગબ્બીનો છે. આ વિડિયોને ડીપ ફેક ટેક્નોલોજી અને AI ટૂલ્સ વડે એડિટ કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં માત્ર ચહેરાનો ભાગ મોનાલિસાનો છે, બાકીનો ભાગ વામિકા ગબ્બીનો છે. આ વિડિયો સંપૂર્ણપણે નકલી છે.
આ પણ વાંચો-Lily Phillips: 1057 મર્દો સાથે સુનારી મહિલા બની પ્રેગનન્ટ, પિતા કોણ? લોકોએ છેડી દીધી મોટી ચર્ચા
મોનાલિસા બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
મહાકુંભમાં માળા વેચનારી 16 વર્ષની મોનાલિસા ઈન્ટરનેટ પર ઘણી ઝડપથી ફેમસ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મોનાલિસાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. હવે તેને બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની પણ તક મળી છે. મહાકુંભથી ખ્યાતિ મેળવ્યા બાદ મોનાલિસા હવે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ફિલ્મ નિર્દેશક સનોજ મિશ્રાએ તેમની આગામી હિન્દી ફિલ્મ 'ધ ડાયરી ઓફ મણિપુર'માં મોનાલિસાને હીરોઈન તરીકે કાસ્ટ કરી છે. તેણે થોડા દિવસ પહેલા જ આની જાહેરાત કરી હતી. ડાયરેક્ટર સનોજ મિશ્રાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર આ જાણકારી આપી હતી.