Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kadambari Jethwani કોણ છે? જેને 3 IPS એ મળી 40 દિવસ માટે કેદ કરી!

ફરિયાદ પાછી લેવા માટે 3 IPS દબાણ કરી રહ્યા હતાં 40 દિવસ સુધી Kadambari Jethwani અને તેના પરિવારને કેદ કર્યા આંધ પ્રદેશ સરકારે અભિનેત્રીની ફરિયાદના આધારે કડક કાર્યવાહી કરી Actor-model Kadambari Jethwani : છેલ્લા કેટલાક સમયથી સાઉથ સિનેમા પોતાના...
kadambari jethwani કોણ છે  જેને 3 ips એ મળી 40 દિવસ માટે કેદ કરી
  • ફરિયાદ પાછી લેવા માટે 3 IPS દબાણ કરી રહ્યા હતાં
  • 40 દિવસ સુધી Kadambari Jethwani અને તેના પરિવારને કેદ કર્યા
  • આંધ પ્રદેશ સરકારે અભિનેત્રીની ફરિયાદના આધારે કડક કાર્યવાહી કરી

Actor-model Kadambari Jethwani : છેલ્લા કેટલાક સમયથી સાઉથ સિનેમા પોતાના કાળા કારનામોને લઈ ચર્ચાનો વિષય બન્યું છે. તો જસ્ટિસ હેમા કમેટીની રિપોર્ટ સામે આવ્યા બાદ સિનેમા જગતમાં ખળભળાટ મચી ગયો છે. એક પછી એક અભિનેત્રીઓ પોતાની સાથે વર્ષો સુધી થયેલા યૌન ઉત્પીડનને લઈ ચોંકાવનારા ખુલાસાઓ કરી રહી છે. ત્યારે આ બધા વચ્ચે અભિનેત્રી Kadambari Jethwani એ પણ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. Kadambari Jethwani એ પોલીસ અધિકારીઓ પર કથિત આરોપ લગાવ્યો હતો. ત્યારે આંધ પ્રદેશ સરકારે 3 IPS ને બરતરફ કર્યા છે. જોકે 2 અધિકારીઓ મુખ્યમંત્રી મોહન રેડ્ડીના નજીકના હતાં.

Advertisement

આંધ પ્રદેશ સરકારે અભિનેત્રીની ફરિયાદના આધારે કડક કાર્યવાહી કરી

Kadambari Jethwani એ એક સાઉથ સિનેમાની એક પ્રખ્યાત અભિનેત્રી છે. Kadambari Jethwani અભિનેત્રી સાથે એક તબીબ પણ છે. Kadambari Jethwani એ પોતાના અભિનય ક્ષેત્રની શરૂઆત ફિલ્મ સાડ્ડા અડ્ડાથી કરી હતી. Kadambari Jethwani એ હિન્દી, તેલુગુ, કન્નડ, મલાયલમ અને પંજાબી ભાષાઓ ફિલ્મો કરી છે. ત્યારે તાજેતરમાં Kadambari Jethwani એ 3 IPS પર કથિત આરોપ લાગાવ્યા હતાં. જે આંધ પ્રદેશ સરકારે 3 IPS ને સસ્પેન્ડ કરી દીધા છે. તો પોલીસ ફરિયાદમાં Kadambari Jethwani એ નેતા અને ફિલ્મ નિર્માતા કેવીઆર વિદ્યાસાગરની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેણે શારીરિક શોષણ કર્યું હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો: 7 રાજ્ય અને 15 પત્ની, નરાઘમ પ્રેમ જાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધીને....

Advertisement

40 દિવસ સુધી Kadambari Jethwani અને તેના પરિવારને કેદ કર્યા

Kadambari Jethwani એ આ 3 IPS ને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની ખોટી રીતે ઘરપકડ કરવામાં આવી હતી. તે ઉપરાંત 3 IPS એ Kadambari Jethwani અને તેના માતા-પિતાને ખોટી રીતે 40 દિવસો સુધી ધરપકડ કરીને રાખ્યા હતાં. તે ઉપરાંત તેમને માનસિક અને શારીરિક રીતે શોષણ કરવામાં આવ્યું હતું. તો જ્યારે પોલીસ ફરિયાદ કરવામાં આવી ત્યારે પણ Kadambari Jethwani અને તેના પરિવારને આ 3 IPS હેરાન કરતા હતાં. તે ઉપરાંત 3 IPS એ તેમને ફરિયાદ પરત લેવા માટે ઘણીવાર ગેરવર્તન કર્યું હતું. પરંતુ 3 IPS વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને આંધ પ્રદેશ સરકારે 3 IPS ને બરતરફ તાજેતરમાં કર્યા છે.

Advertisement

ફરિયાદ પાછી લેવા માટે 3 IPS દબાણ કરી રહ્યા હતાં

Kadambari Jethwani ની ફરિયાદના આધારે સીતારમાં અંજનેયુલુ, રાણા ટાટા અને વિશાલ ગુન્નીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કારણ કે... Kadambari Jethwani ની ફરિયાદના આધારે તેમના વિરુદ્ધ અનેક પુરાવાઓ મળી આવ્યા હતાં. તે ઉપરાંત 40 દિવસ સુધી Kadambari Jethwani અને તેના પરિવારને પણ કેદ કરીને રાખ્યા હોવાની માહિતી સામે આવી હતી. જોકે Kadambari Jethwani ને જે ફરિયાદ પાછી લેવા માટે 3 IPS તબાણ કરી રહ્યા હતાં. તે આરોપી હજુ પણ બહાર છે.

આ પણ વાંચો: લગ્નના 40 દિવસ બાદ પત્નીએ માગ્યા છૂટાછેડા, પતિની આ ખરાબ આદતોથી

Tags :
Advertisement

.