Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

102 માં જન્મદિવસ પર હજારો ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવી, જુઓ વીડિયો

Manette Bailli એ દરિયાઈ સુરક્ષામાં કાર્યરત હતી તમામ સુરક્ષા સાથે આટલી ઊંચાઈએથી છલાંગ લગાવી આંખ બંધ કરીને મારું શરીર હવાને સોંપી દીધું હતું Manette Baillie skydiver : એક ઉંમર પછી માનવનું શરીર નબળું પડતું જાય છે. વૃદ્ધ થવાની સાથે...
102 માં જન્મદિવસ પર હજારો ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવી  જુઓ વીડિયો
  • Manette Bailli એ દરિયાઈ સુરક્ષામાં કાર્યરત હતી

  • તમામ સુરક્ષા સાથે આટલી ઊંચાઈએથી છલાંગ લગાવી

  • આંખ બંધ કરીને મારું શરીર હવાને સોંપી દીધું હતું

Manette Baillie skydiver : એક ઉંમર પછી માનવનું શરીર નબળું પડતું જાય છે. વૃદ્ધ થવાની સાથે શરીર પર આપણો સાથ ધીમે-ધીમે સાથ છોડે છે. ત્યારે આપણે મોટાભાગે ઘર બહારની જે પ્રવૃત્તિઓ કરવામાં આવે, તેમાં ના ઉમેરતા હોઈએ છીએ. પરંતુ એક એવી વૃદ્ધ મહિલા છે, જે આજે પણ રોમાંચિક પ્રવૃત્તિઓમાં આગવું સ્થાન ધરાવે છે. તાજેતરમાં આ વૃદ્ધ મહિલાએ Skydiving કરીને દુનિયામાં દરેક યુવા પેઢી અને વૃદ્ધ લોકોને ચોંકાવી નાખ્યા છે.

Advertisement

Manette Bailli એ દરિયાઈ સુરક્ષામાં કાર્યરત હતી

તો આ વૃદ્ધ મહિલાનું નામ Manette Bailli છે. તેની ઉંમર 102 વર્ષ છે. Manette Bailli એ પોતાના 102 માં જન્મદિવસની ઉજવણી પર Skydiving કરવાનું નક્કી કર્યું હતું. અને આ નિર્ણયને તેણે પૂર્ણ કરીને તેની પર પૂર્ણવિરામ પણ લગાવ્યું હતું. એક અહેવાલ અનુસાર Manette Bailli એ દરિયાઈ સુરક્ષામાં કાર્યરત હતી. અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાને Manette Bailli ને ઈજિપ્તમાં તૈનાત કરવામાં આવી હતી. જોકે હાલમાં Manette Bailli એ Motor Neurone Disease Association સાથે જોડાયેલી છે. અને તેણી પોતાના સંગઠન માટે પોતાના જન્મદિવસ પર ફંડ મેળવવા માટે Skydiving કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો: ISRO Chief S. Somanath : એલિયન્સ આપણી આસપાસ છે, જુઓ વીડિયો

Advertisement

તમામ સુરક્ષા સાથે આટલી ઊંચાઈએથી છલાંગ લગાવી

Manette Bailli એ આ સાહસ બદલ જરૂરિયાદમંદ વ્યક્તિઓ માટે કુલ 11 લાખ રૂપિયા જમા કર્યા છે. Manette Bailli એ જમીનથી 7 હજાર ફૂટ ઊંચાઈએથી છલાંગ લગાવી હતી. જોકે તેમણે તમામ સુરક્ષા સાથે આટલી ઊંચાઈએથી છલાંગ લગાવી હતી. જોકે આ પહેલીવાર નથી કે, તેમણે આ વૃદ્ધ અવસ્થામાં આ પ્રકારનું રોમાંચિક કાર્ય કર્યું હોય. Manette Bailli એ 100 માં જન્મદિવસ પર ફરારી કારમાં 100 કિમી પ્રતિ કલાકની રફતારમાં મુસાફરી કરી હતી.

Advertisement

આંખ બંધ કરીને મારું શરીર હવાને સોંપી દીધું હતું

Manette Bailli એ મીડિાયા સાથે પણ વાત કરી હતી. ત્યારે Manette Bailli એ કહ્યું હતું કે, આ એક ભયાનક અનુભવ હતો. વિમાનમાંથી છલાંગ લગાવ્યા બાદ, તેમની શ્વાસ ફૂલાવવા લાગ્યા હતાં. પરંતુ મેં આંખ બંધ કરીને મારું શરીર હવાને સોંપી દીધું હતું. સૈનિક તરીકે ફરજ નિભાવ્યા બાદ ખબર જ ન હતી, કે વૃદ્ધ અવસ્થામાં પણ રોમાંચિક કાર્ય કરવાની મારમાં હિંમત રહેશે. હું ભાગ્યશાળી છું કે, હું ફીટ અને સ્વસ્થ છું.

આ પણ વાંચો: વિશ્વમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત સ્થળ છે અરબીઓના શહેર

Tags :
Advertisement

.