શું તમે માનશો કે CIBIL સ્કોર કોઈના લગ્નમાં બાધા બની શકે? વાંચો આ ચોંકાવનારી ઘટના
- વરરાજાનો CIBIL સ્કોર ઓછો હોવાના કારણે તેના લગ્ન તૂટી ગયાં
- CIBIL સ્કોર ડાઉન હોય તો સુધારવા માટે મહેનત ચાલુ કરી દેજો
- મૂર્તિજાપુરમાં બનેલી આ ઘટનામાં અત્યારે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર
Cibil Score: ખાતામાં રૂપિયા હોય કે ના હોય તે પ્રશ્ન જૂદો છે પરંતુ તમારો CIBIL સ્કોર સારો રાખજો, નહીં તો લગ્નમાં બાધા આવી શકે છે. જી હા, આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. મહારાષ્ટ્રમાં આવી ઘટના સામે આવી છે. એમએચના મૂર્તિજાપુરમાં વરરાજાનો CIBIL સ્કોર ઓછો હોવાના કારણે તેના લગ્ન તૂટી ગયાં છે. તો હવે જેને પણ CIBIL સ્કોર ડાઉન હોય તો સુધારવા માટે મહેનત ચાલુ કરી દેજો, બાકી ક્યાંક લગ્ન વખતે બાધા આવી શકે છે.
આ પણ વાંચો: ફેરવેલથી પરત ફરી રહેલી 6 વિદ્યાર્થીનીઓને કારે કચડી નાંખી, બોનેટમાં ફસાઈ ગઈ એક છોકરી
મૂર્તિજાપુરની આ ઘટનામાં દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની
જો તમારી કોઈ લોન ચાલુ છે તો તેનું પેમેન્ટ સમયસર ભરી દેજો. મૂર્તિજાપુરમાં બનેલી આ ઘટનામાં અત્યારે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. વિગતે વાત કરવામાં આવે તો, છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરતા હતાં પરંતુ બંન્નેના પરિવાર આ માટે સહમત નહોતા. જેથી આખરે લગ્ન તોડવાની ફરજ પડી હતી. આમ તો, કોઈને કોઈ પણ છોકરીના મામાએ છોકરાનો CIBIL સ્કોર ચેક કરવા માટે જીદ કરી હતી. જેથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને લગ્ન તૂટી ગયાં હતા.
આ પણ વાંચો: અસલી-નકલી પનીર વચ્ચેનો તફાવત દર્શાવતો વીડિયો, તમારે પણ ખાતા પહેલા જોવો જોઈએ
CIBIL સ્કોરે છોકરાને લગ્ન વિના રાખ્યો?
CIBIL સ્કોર સારો ના હોવાના કારણે છોકરીના મામા અને તેના પરિવારે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. હવે આ કેસમાં મહત્વની વાત એ છે કે, પહેલા કુળ જોવામાં આવતું, લોકોનો સ્વભાવ, સંપત્તિ, નોકરી અને કૂંડળી જોવામાં આવતી હતી પરંતુ હવે CIBIL સ્કોર જોવામાં આવી રહ્યો છે. એટલે એવું કહી શકાય મહારાષ્ટ્રમાં ડિજિટલ રીતે લગ્ન તૂટ્યા છે.