MA ભણેલા ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન થઈ રહ્યું છે વાયરલ, યુઝર્સ કરી રહ્યા છે રંગ બે રંગી કોમેન્ટ્સ
- ડોક્ટરની ડીગ્રી MA(Political Science)દર્શાવેલ પ્રિસ્ક્રિપ્શન થઈ રહ્યું છે વાયરલ
- ડોક્ટરે દર્દીને વિવિધ દવાઓ પણ પ્રિસ્ક્રાઈબ કરી છે
- યુઝર્સ આ પોસ્ટ પર કરી રહ્યા છે રંગ બે રંગી કોમેન્ટ્સ
Ahmedabad: એક મેડિકલ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં MAની ડીગ્રીનો ઉલ્લેખ કંઈક અજુગતુ લાગે છે. જો કે આ હકીકત છે એક ડોક્ટરે પોતાના પ્રિસ્ક્રિપ્શન પર MA(Political Science)ની ડીગ્રી છપાવી છે. આ ડોક્ટર દર્દીઓને આ પ્રિસ્ક્રિપ્શન પેપર પર વિવિધ દવાઓ પણ લખીને આપે છે.
સાયન્સ સ્ટ્રીમ તો બેઝિક રીક્વાયરમેન્ટ છે
ડોક્ટર બનવા માટે બેઝિક રીક્વાયરમેન્ટ સાયન્સ સ્ટ્રીમની છે. આ પછી પણ વધુ અભ્યાસ માટે આગળ ડીગ્રી મેળવે છે. જેમકે, MBBS, BDS, BHMS વગેરે વગેરે. જો કે એક એવો પણ મેડિકલ ડોક્ટર છે જેમણે સાયન્સને બદલે આર્ટ્સ કર્યુ છે. આ ડોક્ટરે પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યુ છે. આ ડોક્ટરે પોતાના પ્રિસ્ક્રિપ્શન પર MA(Political Science)ની ડીગ્રી છપાવી છે.
આ પણ વાંચોઃ રીલ બનાવવાના ચક્કરમાં છોકરી ભૂલી ભાન, કેમેરો ચાલું રાખી પહોંચી ગઇ બાથરૂમમાં અને..!
શું છે સમગ્ર બનાવ ?
અત્યારે વાયરલ થઈ રહેલ આ પ્રિસ્ક્રિપ્શનમાં 2 ડોક્ટરોના નામ લખેલા છે. ‘શ્રીવાસ્તવ ક્લિનિક’ના આ પ્રિસ્ક્રિપ્શનમાં એક બાજુ ડો. દિનેશ શ્રીવાસ્તવ લખેલું છે. તેમના નામ નીચે BAMS લખેલું છે. તેઓ એક ફિઝિશિયન અને સર્જન છે. બીજી તરફ ડો. વરુણ શ્રીવાસ્તવનું નામ લખેલું છે. પણ તેમના નામ નીચે MA(Political Science)ની ડીગ્રી છપાવી છે. પ્રિસ્ક્રિપ્શનમાં લખેલી દવાનું નામ 'પેરાસીટામોલ, બી-કેપ્સ્યુલ' છે.
યુઝર્સની રંગ બે રંગી કોમેન્ટ્સ
હવે આ ફની પોસ્ટ પર કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ પણ ખૂબ મજાની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો અને લખ્યું: હવે હું ડોક્ટર નહીં બની શકું. આ સમાચાર લખાય છે ત્યાં સુધી, આ પોસ્ટને 18 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ પોસ્ટમાં પ્રિસ્ક્રિપ્શન નીચે યુઝરે આમિર ખાનની ફિલ્મ દંગલનો મીમ ટેમ્પ્લેટ મૂક્યો છે. અન્ય એક યુઝરે પોલિટિકલ સાયન્સમાં એમએની ડીગ્રી ધરાવતા ડૉક્ટરને નકલી કહ્યો છે. બીજા યુઝરે લખ્યું કે, આ એક નકલી ડોક્ટર છે, કયા ડોક્ટર આટલું સ્પષ્ટ લખે છે. અન્ય એક યુઝરે લખ્યું કે, કયા ડોક્ટર હિન્દીમાં પેરાસીટામોલ લખી આપે છે. એક ક્રેઝી યુઝરે લખ્યું કે, જો કોઈ MA કર્યા પછી ડોક્ટર બને છે, તો PhD કર્યા પછી શું થાય છે. અન્ય એક યુઝરે ડોક્ટરનો પક્ષ લેતા લખ્યું કે, માનવતા હજુ જીવંત છે! તેણે જૂઠું તો નથી બોલ્યું ને?