Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Earbuds ને 1 કલાકો સુધી કાનમાં રાખવાથી આ ગંભીર બીમારી થઈ શકે છે

Earbuds ને કારણે કાન પછી સૌથી વધુ મગજને નુકસાન સાંભળવામાં મદદ રૂપ થતા સેલ એકસાથે ધુજવા લાગે છે કાનમાં ટાઈનિટસ નામની બીમારી પણ થઈ શકે છે Loud Earbuds Can Damage Your Ears : આ આધુનિક યુગમાં ઘર, જાહેર સ્થળ,...
11:19 PM Sep 14, 2024 IST | Aviraj Bagda
How Loud Earbuds Can Damage Your Ears

Loud Earbuds Can Damage Your Ears : આ આધુનિક યુગમાં ઘર, જાહેર સ્થળ, ઓફિસ, બાથરૂમ, બસ કે પછી ઊંઘ ન આવે ત્યારે, માનવી પોતાના કામના Earbuds રાખતા જોવા મળે છે. કારણ કે... આ વાયરલેસ Earbuds એ સામાન્ય થઈ ગયા હતાં. દરેક લોકો સરળતાથી વસાવી શકે છે. તેના કારણે મોટાભાગના વ્યક્તિઓ 24 કલાક પોતાના કાનમાં Earbuds રાખતા જોવા મળે છે. પરંતુ દરેક સમયે કાનમાં Earbuds રાખવા એ શરીર માટે જોખમી બની શકે છે.

Earbuds ને કારણે કાન પછી સૌથી વધુ મગજને નુકસાન

Earbuds ને કારણે સૌથી વધુ કાન અને ત્યારબાદ મગજ માટે ગંભીર બાબત સાબિત થઈ શકે છે. તો જે લોકો Earbuds માં વધારે વોલ્યૂમ રાખતા હોય છે, તેવા લોકો આ જોખમના સંકજામાં સૌથી પ્રથમ આવી શકે છે. તે ઉપરાંત ઊંચા અવાજમાં Earbuds કાનમાં સાંભળવાથી કેવા પ્રકારનું કાન અને મગજને નુકસાન થઈ શકે છે, તે અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મહિલા જેલના કેદી પર થઈ મહેરબાન, કેદીઓ માટે મહિલા આંંતરવસ્ત્રોમાં....

સાંભળવામાં મદદ રૂપ થતા સેલ એકસાથે ધુજવા લાગે છે

X પર આ વીડિયો @Rainmaker1973 એ તાજેતરમાં શેર કર્યો છે. જોકે આ વીડિયો એક ગ્રાફિક્સ વીડિયો છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ લાંબા સમય માટે Earbuds ને રાખે છે. તો તે વ્યક્તિઓને એક ખાસ પ્રકારની બીમારીનો સામનો કરવો પડી શકે છે. તો ઊંચા અવાજે Earbuds કાનમાં સાંભળવાથી એક ખાસ પ્રકારની ધુજારી કાનમાં જોવા મળે છે. તેના કારણે માનવીય કાનમાં આવેલા નાના સાંભળવામાં મદદ રૂપ થતા સેલ એકસાથે ધુજવા લાગે છે. લાંબા સમય માટે આ વાળ ઝડપથી ધ્રુજે છે. તેના કારણે કાનની અંદર આવેલા સેલ ટૂટી જાય છે. તેના કાણે કાયમ માટે સંભળાતું બંધ થઈ જાય છે.

કાનમાં ટાઈનિટસ નામની બીમારી પણ થઈ શકે છે

Earbuds ને કારણે કાનમાં ટાઈનિટસ નામની બીમારી પણ થઈ શકે છે. ટાઈનિટસ બીમારીને કારણે માનવીને આપમેળે કાનમાં અલગ-અલગ બાજુથી વિવિધ અવાજો સંભવાવવા લાગે છે. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. હાલમાં, આ વીડિયોને 2 કરોડ લોકોએ નિહાળ્યો છે. તે ઉપરાંત અનેક લોકો આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા છે. અનેક લોકોએ ખુલાસો કર્યો છે કે, તેઓ Earbuds ને કારણે ટાઈનિટસની થેરાપી લઈ રહ્યા છે.

આ પણ વાંચો: Beer And wine અહીંયા મેચ દરમિયાન પાણી કરતા પણ સસ્તી કિંમતે મળશે

Tags :
Ajab Gajab Newsamazing newsBizarre Newsearbud effect ear viral videoearbuds damage eareffect of earbuds on earGujarat FirstHow Loud Earbuds Can Damage Your Earshow loud earbuds damage earLoud Earbuds Can Damage Your Earsomg newsShocking Newsstrange news
Next Article