Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્ટ એટેકથી કોંગ્રેસી નેતાએ જીવ ગુમાવ્યો

Ravichandran માઈક પર બોલતા અચાનક ખુરશી પરથી પડી ગયા તેઓ સૌ પ્રથમ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા હતાં કલમ 17A હેઠળ મુખ્યમંત્રી વિરુદ્ધ તપાસને મંજૂરી આપી Congress Leader Heart Attack: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં Cardiac Arrest થી પીડિત Congress Leader...
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્ટ એટેકથી કોંગ્રેસી નેતાએ જીવ ગુમાવ્યો
  • Ravichandran માઈક પર બોલતા અચાનક ખુરશી પરથી પડી ગયા

  • તેઓ સૌ પ્રથમ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા હતાં

  • કલમ 17A હેઠળ મુખ્યમંત્રી વિરુદ્ધ તપાસને મંજૂરી આપી

Congress Leader Heart Attack: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં Cardiac Arrest થી પીડિત Congress Leader નો એક વીડિયો સામે આવ્યો છે. જોકે આ ઘટના સૌ લોકોને હચમચાવી નાખશે. કારણ કે... આ વીડિયોમાં એક પાર્ટી કાર્યકારને લોકો સાથે વાતચીત કરતા Cardiac Arrest આવ્યો હતો. જેના કારણે તેમનું ઘટનાસ્થળ પર અવસાન થયું હતું. આ ઘટના બેંગલુરુમાં કોલાર કુરુબા સંઘના પ્રમુખ Ravichandran સાથે બની હતી.

Advertisement

Ravichandran માઈક પર બોલતા અચાનક ખુરશી પરથી પડી ગયા

આ પ્રેસ કોન્ફરન્સ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કાર્યવાહીને મંજૂરી આપવાના રાજ્યપાલના નિર્ણયના જવાબમાં કરવામાં આવી હતી. ત્યારે મીડિયાને સંબોધિત કરતી વખતે Congress ના નેતા Ravichandran માઈક પર બોલતા અચાનક ખુરશી પરથી પડી ગયા હતાં. તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતાં. તબીબોએ જણાવ્યું હતું કે Cardiac Arrest ને કારણે તેનું તત્કાળ મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: સરાજાહેર યુવતીની છેડતી કરતા આરોપીઓ અને ટ્રાફિકમેનનો વીડિયો વાયરલ

Advertisement

તેઓ સૌ પ્રથમ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા હતાં

આ ઘટનાના જે વીડિયો સામે આવ્યા છે. તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યારે Ravichandran ખુરશી પર બેસીને માઈક પર મીડિયાકર્મીઓને સંબોધિ રહ્યા હતાં. ત્યારે તેમને અચાનક Cardiac Arrest આવ્યો હતો. તેના કારણે તેઓ સૌ પ્રથમ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા હતાં. જે બાદ તેમના હાથમાંથી કાગળો પડી રહ્યા હતાં. અને અંતે તેઓ પણ ખુરશીમાંથી પડી ગયા હતાં. ત્યારબાદ તેનું મોત થયું.

Advertisement

કલમ 17A હેઠળ મુખ્યમંત્રી વિરુદ્ધ તપાસને મંજૂરી આપી

જોકે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) દ્વારા વૈકલ્પિક જગ્યાઓની ફાળવણીમાં ગેરરીતિના આરોપો પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ દાખલ કરવાની મંજૂરી આપી હતી. રાજ્યપાલના આ આદેશને પડકારતાં Congressના મુખ્યમંત્રીએ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે. રાજ્યપાલે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 ની કલમ 17A હેઠળ મુખ્યમંત્રી વિરુદ્ધ તપાસને મંજૂરી આપી છે. તેનાથી તપાસ એજન્સીને સિદ્ધારમૈયા સામે તપાસ કરવાની સ્વતંત્રતા મળે છે.

આ પણ વાંચો: ભારતીય અગ્નિવીર બન્યો તસ્કર, ભોપાલમાં મચાવી લૂંટ, જુઓ વીડિયો

Tags :
Advertisement

.