વિશ્વની સૌથી પ્રસિદ્ધ ઈમારત પર ગુંજ્યો ભારત માતા કી જયનો નારો
Burj Khalifa પર પ્રદર્શિત થયો ભારતીય ધ્વજ
PM Modi એ લાલ કિલ્લા પરથી ભારતીયોને સંબોધિત કર્યા
10 વર્ષ બાદ વિપક્ષ નેતા કાર્યક્રમમાં હાજર જોવા મળ્યા
Dubai Burj Khalifa: આજરોજ India દેશમાં 78 મો આઝદીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે દેશના દરેક ઘર પર શાનથી ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લહેરાઈ રહ્યો છે. તો બીજી તરફ દેશના દરેક સસ્તાઓ રાષ્ટ્રગાનથી ગુંજી રહ્યા છે. દેશના દરેક વ્યક્તિઓ હાથમાં તિરંગો લઈને રસ્તા ગર્વથી વંદે ભારત, વંદે માતરમ્ ના નારા લાગાવી રહ્યા છે.
Burj Khalifa પર પ્રદર્શિત થયો ભારતીય ધ્વજ
તે ઉપરાંત ભારતના આઝાદી દિવસના પડછાયા વિદેશ સુધી પડી રહ્યા છે. તે ઉપરાંત અમેરિકા, ફ્રાંસ, બ્રિટેન, રશિયા, દુબઈ જેવા વિવિધ વિકસિત દેશ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. મોટાભાગના વિદેશી વડાપ્રધાન અને રાષ્ટ્રપતિઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની તસવીર શેર કરીને, ભારતવાસીઓને સ્વતંત્રા દિવસની શુભેચ્છા પાઠવી છે. ત્યારે આજરોજ દુબઈની સૌથી ઉંચી ઈમારત Burj Khalifa પર ભારતના રાષ્ટ્રીય ધ્વજની ચિત્રને પ્રદર્શિક કરી અને ભારતના રાષ્ટ્રગાન સાથે સ્વતંત્રા દિવસની ભારતીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
PM Modi એ લાલ કિલ્લા પરથી ભારતીયોને સંબોધિત કર્યા
ભારતમાં સૌ દેશવાસીઓ સ્વતંત્રતા દિવસને ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા હતાં. ત્યારે સ્વતંત્રતા દિવસના પર્વ નિમિતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી ભારતનો તિરંગો લહેરાવ્યો હતો.વધુમાં તેમણે દેશવાસીઓનું સંબોધન પણ કર્યું હતું. ત્યારે વિપક્ષ નેતા 10 વર્ષ બાદ આ કાર્યક્રમમાં હાજર રહીને દેશવાસીઓનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
આ પણ વાંચો: PM Giorgia Meloni એ પીએમ મોદી સાથે તસવીર શેર કરી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી