Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ક્રાંતિવીર અને શહીદોની યાદમાં યુવકે પોતાનું શરીર કર્યું કુરબાન, જુઓ વીડિયો

ભિષેક ગૌતમે કુલ 631 શહીદોના નામ Tattoo કરાવ્યા વ્યક્તિને Living Wall Memorial તરીકે સંબોધિત કર્યો કારગીલના શહીદો સાથે હું સૌથી વધુ જોડાયેલો હતો Living Wall Memorial: આદિ-અનાદિ કાળથી માનવ પોતાના શરીર પર વિવિધ ચિત્રો કે પછી નામ લખતા જોવા...
07:39 PM Aug 10, 2024 IST | Aviraj Bagda
India Book of Records honours man for tattooing 631 martyrs’ names on his body

Living Wall Memorial: આદિ-અનાદિ કાળથી માનવ પોતાના શરીર પર વિવિધ ચિત્રો કે પછી નામ લખતા જોવા મળે છે. જેને Tattoo કહેવામાં આવે છે. ત્યારે આજના જમાનામાં મોટાભાગે લોકો પોતાની મનપસંદ વ્યક્તિ અથવા કોઈ ખાસ નામને શરીર પર લખાવતા હોય છે. તો અમુક ધાર્મિક લોકો તો પોતાના શરીર પર અનેક ભગવાનના પણ ચિત્રો બનાવતા હોય છે. પરંતુ એક એવો વ્યક્તિ સામે આવ્યો છે, જેણે આ પ્રકરાના શોખમાં પણ દેશ ભક્તિ શોધી પાડી છે.

ભિષેક ગૌતમે કુલ 631 શહીદોના નામ Tattoo કરાવ્યા

યૂપીના હાપુરમાં અભિષેક ગૌતમ નામનો એક વ્યક્તિ રહે છે. જેણે પોતાના શરીર પર અનેક શહિદોના ચહેરાઓ Tattoo દ્વારા બનાવ્યા છે. તે ઉપરાંત અભિષેક ગૌતમે અનેક શહીદ સૈનિકોની યાદમાં પણ પોતાના શરીર પર તેમના Tattoo બનાવ્યા છે. તો અભિષેક ગૌતમે કુલ 631 શહીદોના નામ Tattoo કરાવ્યા છે. તો અનેક ક્રાંતિકારી વ્યક્તિઓના નામ પણ Tattoo કરાવ્યા છે. ત્યારે અભિષેક ગૌતમને INDIA BOOK OF RECORDS તરફથી સન્માનિત કરી પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. અને અભિષેક ગૌતમને નવું આપ્યું છે.

આ પણ વાંચો: પત્નીએ પતિને અન્ય મહિલા સાથે અંગત પળો માણતા ઝડ્પ્યો, જુઓ વીડિયો

વ્યક્તિને Living Wall Memorial તરીકે સંબોધિત કર્યો

INDIA BOOK OF RECORDS એ આ વ્યક્તિને Living Wall Memorial તરીકે સંબોધિત કર્યો છે. બીજી તરફ અભિષેક ગૌતમની વાત કરીએ તો, તે ઉત્તર પ્રદેશમાં તેનો જન્મ થયો છે. તે ઉપરાંત તેના પરિવારજનો આઝાદી કાળથી ઉત્તર પ્રદેશની ઘરતી પર વસવાટ કરે છે. અભિષેક ગૌતમનું કહેવું છે કે, તે આપણા સમાજને એક સંદેશ આપવા માગે છે. જીવનમાં કે દેશમાં કોઈ પણ કાર્ય કરવું હોય, તો તેના માટે એક ખાસ આદર્શ વ્યક્તિત્વની જરૂર પડે છે. ત્યારે તેનું ઉત્તમ ઉદાહરણ આપણા ક્રાંતિવીરો અને આપણા શહીદ જવાનો છે.

કારગીલના શહીદો સાથે હું સૌથી વધુ જોડાયેલો હતો

તેણે વધુમાં કહ્યું કે, મારી માતૃભૂમિ પર શહીદ થયેલા બહાદુર જવાનોના નામ મારા શરીર પર Tattoo તરીકે છે. લેહ લદ્દાખની સવારી દરમિયાન કારગીલના શહીદો સાથે હું સૌથી વધુ જોડાયેલો હતો, જ્યારે મેં તેમની વીરતાની વાતો વાંચી હતી. ત્યારથી હું કંઈક એવું કરવા માંગતો હતો, જેથી કરીને હું તેમના પરિવારોની નજીક જઈ શકું, તેથી મેં સૌથી પહેલા મારા શરીર પર કારગીલના શહીદોના નામ લખ્યા હતાં. જેમાં મેં 559 શહીદોના નામ લખ્યા અને ત્યારબાદ હું તેમના પરિવારોને મળ્યો હતો.

આ પણ વાંચો: તસ્કરોએ સાધુનો વેશ કર્યો ધારણ, ગ્રામજનોએ મેથી પાક ચખાડ્યો, જુઓ વીડિયો

Tags :
Abhishek GautamGujarat FirstLiving Wall Memorialmartyrs name tattooTrending NewsUP ManUttar PradeshViralViral News
Next Article