IIFA 2024 ના મંચ પર કિંગ ખાન થયો ભાવૂક, કહ્યું દરેકનો સમય આવે છે....
- શાહરુખ ખાનને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો
- શાહરુખ ખાને તેની સફળતાનું કારણ પત્નીને ગણાવી
- વિધુ વિનોદ ચોપરાએ શ્રેષ્ઠ નિર્દેશક તરીકે પુરસ્કાર મેળવ્યો
IIFA 2024 Shahrukh Khan Award : IIFA 2024 ના મંચ પર Shahrukh Khan ને ફિલ્મ જવાન માટે Best Actor Award આપવામાં આવ્યો હતો. બોલિવૂડના સુપરસ્ટારે પોતાની સ્પીચથી IIFA 2024 માં હાજર તમામ લોકોનું દિલ જીતી લીધું હતું. તે ઉપરાંત Shahrukh Khan એ પોતાના જીવનના તે મુશ્કેલ દિવસોને યાદ કર્યો જ્યારે તેને કોઈની સાથે વાત કરવાનું મન થતું ન હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે મનો પરિવારે ખુબ સપોર્ટ કર્યો હતો.
શાહરુખ ખાને તેની સફળતાનું કારણ પત્નીને ગણાવી
Shahrukh Khan ને વધુમાં જણાવ્યું હતું કે, હું દરેકનો આભાર માનવા માંગુ છું, રણવીર સિંહ, રણબીર કપૂર, વિક્રાંત મેસી, વિકી કૌશલ, સની પાજી બધાએ ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે. મને લાગે છે કે આ બધા મહાન સ્ટાર્સ છે, પરંતુ મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો કારણ કે લોકો ખુશ હતા કે મેં આટલા લાંબા સમય પછી સફળ કામ કર્યું છે. કોઈએ મને યાદ અપાવ્યું કે ફિલ્મોમાં પૈસા લગાવવા જોઈએ. તેથી હું ગૌરીનો આભાર માનું છું. તે કદાચ એકમાત્ર એવી પત્ની છે જે તેના પતિ પર અન્ય કરતા વધુ ખર્ચ કરે છે. હું જ્યારે પણ ગૌરી વિશે વાત કરું છું ત્યારે હું ભાવુક થઈ જઉં છું.
And the best actor award male IIFA2024 goes to Mr Shahrukh Khan for the film Jawan
🔥🔥🔥#SRK #iifa#IIFA2024 #Jawan#IIFAawards2024 #KINGKHAN pic.twitter.com/OWRrlagZSK
— ReviewMania (@reviewmaniaa) September 28, 2024
આ પણ વાંચો: IIFA 2024 માં પુરસ્કાર મેળવતા બોબી થયો ભાવૂક, પત્નીને Kiss કરી....
વિધુ વિનોદ ચોપરાએ શ્રેષ્ઠ નિર્દેશક તરીકે પુરસ્કાર મેળવ્યો
Shahrukh Khan ને IIFA 2024 ના મંચ પર હોસ્ટ બનીને ધૂમ મચાવી હતી. Shahrukh Khan એ વિકી કૌશલ અને કરણ જોહર સાથે આ શોને હોસ્ટ કર્યો હતો. Shahrukh Khan એ વિકી કૌશલ સાથે એક ગીત પર ડાન્સ કર્યો હતો. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાએ 12 મું ફેલ માટે શ્રેષ્ઠ નિર્દેશક તરીકે પુરસ્કાર મેળવ્યો હતો. શાહિદ કપૂર, વિકી કૌશલ અને કૃતિ સેનને પણ પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતાં. શાહિદે ફરી એકવાર પ્રભુ દેવા અને કૃતિ સાથે સ્ટેજ પર ડાન્સ કરીને બધાને ચોંકાવી દીધા હતાં.
આ પણ વાંચો: Devara - Part 1: માત્ર બે જ દિવસમાં કરી બંપર કમાણી, ટિકિટ લેવા માટે ફેન્સ કરી રહ્યા છે પડાપડી