વર્ષ 2050 માં ભારતીયો પાણી માટે Zombie ની જેમ રખડતા જોવા મળશે
- World Desert Atlas માં આ વાત કહેવામાં આવી
- વ્યવસ્થાપનની નિષ્ફળતાને કારણે તણાવની સ્થિતિ વધી
- બિનઆયોજિત વિકાસને કારણે પાણીના તળમાં ઘટાડો
How much water India have : એક તરફ દરેક દેશ આધુનિકના મામલે અને અદ્યતન સુવિધાઓના વ્યાપકમાં વધારો કરવા માટે આગવા પગલા ભરી રહ્યા છે. ત્યારે પર્યાવરણ અને કુદરતી આફતોમાં વધારો થઈ રહ્યો છે. તેમાં સૌથી મોટી સમસ્યા પાણી તરીકે આપણી સામે આવી રહી છે. કારણ કે... જળવાયુ પરિવર્તનને કારણે વિશ્વભરમાં ઉપયોગમાં લેવામાં આવતી અછત વધી રહી છે.
World Desert Atlas માં આ વાત કહેવામાં આવી
જોકે આ પાણીની સમસ્યામાં મુખ્યત્વે વસ્તીમાં વધારો, ઝડપી ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, પાકની તીવ્રતા અને ભૂગર્ભ જળ સ્તરમાં ઘટાડો અને દુષ્કાળને કારણ ઉદભવી રહી છે. હાલમાં વિશ્વની લગભગ 40 ટકા જમીન નાશ થવા પામી છે, જેની સીધી અસર 3.2 અબજ લોકો પર પડી રહી છે. વર્ષ 2050 સુધીમાં વિશ્વની લગભગ 75 ટકા વસ્તી દુષ્કાળથી પ્રભાવિત થશે. વિશ્વમાં વધતા રણને રોકવા માટે United Nations Convention to Combat Desertification અને European Commission Joint Research Centre દ્વારા 2024 માટે બહાર પાડવામાં આવેલા World Desert Atlas માં આ વાત કહેવામાં આવી છે.
આ પણ વાંચો: આ દેશમાં પુરુષો સૌથી વધુ હિંસા અને અત્યાચારનો શિકાર બને છે
Over 25% of the world’s population—approximately 2.2 billion people—still lack access to safely managed water, posing a significant threat to global health, economic stability, and sustainable development. 🌍💧
To bridge the funding and financing gap in the water sector, we… pic.twitter.com/as7X2LNnfm
— Pankaj Wadhawan (@CircularIndia) December 10, 2024
વ્યવસ્થાપનની નિષ્ફળતાને કારણે તણાવની સ્થિતિ વધી
ઉર્જા, વેપાર અને કૃષિ પર દુષ્કાળની અસર World Desert Atlas માં વિગતવાર સમજાવવામાં આવી છે. આ World Desert Atlas એ ભારતમાં દુષ્કાળને કારણે સોયાબીનના ઉત્પાદનમાં ભારે નુકસાનનો અંદાજ લગાવ્યો છે. રિપોર્ટ અનુસાર આ દર્શાવે છે કે દુષ્કાળ હંમેશા કુદરતી ઘટના નથી. ભારતમાં 2020 અને 2023 વચ્ચે જળ વ્યવસ્થાપનની નિષ્ફળતાને કારણે તણાવની સ્થિતિ વધી છે.
બિનઆયોજિત વિકાસને કારણે પાણીના તળમાં ઘટાડો
United Nations Convention to Combat Desertification એ 2019 માં ચેન્નાઈમાં ડે ઝીરોને યાદ કરતા જણાવ્યું હતું કે દર વર્ષે સરેરાશ 1,400 મીમીથી વધુ વરસાદ હોવા છતાં જળ સંસાધનોના ગેરવહીવટ અને અતિશય શહેરીકરણને કારણે જળ સંકટ ઉભું થયું હતું. જો કે ચેન્નાઈ વરસાદી પાણીનો સંગ્રહ ફરજિયાત બનાવવા માટેનું પાયલોટ શહેર છે, કાયદાની અજ્ઞાનતા અને બિનઆયોજિત વિકાસને કારણે પાણીના તળમાં ઘટાડો થયો છે.
આ પણ વાંચો: Manual Scavenging ને નાબૂદ કરવામાં ભારત સદીઓથી અસફળ રહ્યું!