Dustbin એ રડતા-રડતા કચરો ખાવાની કરી માગ, જુઓ Video
- Dustbin કચરો ખાઈને વિવિધ પ્રકારના રમૂજી અવાજો કરે છે
- Robotic ઉપકરણોનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે
- Massimo દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો
Hong Kong's Dustbin Cries : આ આધુનિક યુગમાં દરેક સ્થળે વિવિધ ઉપકરણો જોવા મળે છે. તે ઉપરાંત દુનિયાના એવા અનેક દેશ અને સ્થળો આવેલા છે, જ્યાં Robot માનવશ્રમ તરીકે કામ કરે છે. તો બીજી તરફ તાજેતરમાં એક સોશિયલ મીડિયા પર Video વાયરલ થઈ રહ્યો છે. આ Video માં એક Dustbin એ રડતું જોવા મળ્યું હતું. તે ઉપરાંત આ રડતું Dustbin કચરો ખાવાની માગ કરી રહ્યું છે, એટલે કે.... એક Robotic Dustbin આ રીતે જાહેર સ્થળ પર ફરી રહ્યું છે. ત્યારે તેનો Video ત્યાં હાજર વ્યક્તિઓ દ્વારા કેદ કરવામાં આવ્યો હતો. અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
Robotic ઉપકરણોનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે
તો વાયરલ થઈ રહેલા Video માં જોઈ શકાય છે કે,કેવી રીતે એક Robotic Dustbin એ જાહેર સ્થળ પર રડતું-રડતું કચરો ખાવાની માગ કરી રહ્યું છે. જોકે આ Video એ હોંગકોંગમાંથી વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે, Hong Kong એ વિકસિત શહેર પૈકી એક છે. Hong Kong માં વ્યાવસાયિક ધોરણે Robotic ઉપકરણોનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આ Robot તેમાનો એક છે. ત્યારે Hong Kong ના વ્યક્તિઓને કચરો Dustbinમાં નાખવો જોઈએ, તે માટે આ એક જાગૃતતાનું પગલું માનવામાં આવી રહ્યું છે.
This Hong Kong trash truck has astonishing social skills.pic.twitter.com/gfyAP8DPke
— Massimo (@Rainmaker1973) December 10, 2024
આ પણ વાંચો: Influencers એ લાખો ડોલર ખાક કરીને ઠંડીમાં ગરમાહટ મેળવી, જુઓ
Massimo દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો
આ Robot એ Hong Kong ના વિવિધ જાહેર સ્થળો પર સ્થાપિત કરવામાં આવ્યો છે. આ Robot ની સિસ્ટમમાં એક એવો અવાજ સેટ કરવામાં આવ્યો છે, જે લોકોને જોઈને તેમની સામે રડતા રડતા કચરો ખાવાની માગ કરે છે. ત્યારે આ ઘટનાનો એક Video સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. તો આ Robotic Dustbin એ કચરો ખાઈને વિવિધ પ્રકારના રમૂજી અવાજો પણ કરે છે. આ Videoને અત્યારે Massimo દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. હાલમાં આ Videoને લાખો લોકોએ નિહાળ્યો છે. તે ઉપરાંત આ Videoના કોમેન્ટ સેક્શનમાં લાખો લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો: Viral Wedding Card:આ અનોખી કંકોત્રી વાંચો, હસી-હસીને લોટપોટ થઈ જશો!